ફિલ્મ રિવ્યૂ / ‘પ્રસ્થાનમ’ની વાર્તા સારી પરંતુ ટ્રીટમેન્ટ ઘણી જ ખરાબ

sanjay dutt film review Prassthanam
X
sanjay dutt film review Prassthanam

Divyabhaskar.com

Sep 20, 2019, 06:47 PM IST

મુંબઈઃ ‘પ્રસ્થાનમ’ સાઉથની રીમેક છે. આ ફિલ્મ સાઉથમાં નવ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. ‘પ્રસ્થાનમ’ હિંદીને ઓરિજનલ ફિલ્મના ડિરેક્ટર દેવ કટ્ટાએ જ ડિરેક્ટ કરી છે. સંજય દત્તે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. સંજયે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા બલદેવ સિંહનો રોલ કર્યો છે. 

ફિલ્મ રિવ્યૂ પ્રસ્થાનમ
રેટિંગ 1.5/5
સ્ટાર કાસ્ટ સંજય દત્ત, મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, અલી ફઝલ
ડિરેક્ટર દેવ કટ્ટા
પ્રોડ્યૂસર માન્યતા દત્ત
સંગીત અંકિત તિવારી
જોનર   પોલિટીકલ એક્શન

કેવી છે ‘પ્રસ્થાનમ’?

આ ફિલ્મ પરિવારના સંબંધો તથા રાજકારણ અંગે છે. બલદેવ પોતાના રાજકીય દળના વૃદ્ધ નેતાના પુત્રના નિધન બાદ તે પક્ષનો કર્તાહર્તા બને છે અને આ વૃદ્ધ નેતાના કહેવાથી જ તેમના પુત્રની વિધવા સરોજ (મનીષા કોઈરાલા) સાથે લગ્ન કરે છે. સરોજને બે સંતાનો હોય છે, જેમાં દીકરી પલક (ચાહત ખન્ના) તથા દીકરો આયુષ (અલી ફઝલ). બલદેવ આ બંને સંતાનોનો સ્વીકાર કરે છે.  જોકે, 25 વર્ષ બાદ બલદેવ તથા સરોજના દીકરા વિવાન (સત્યજીત દુબે) તથા દીકરી પલક માતા-પિતાથી ખુશ નથી. દીકરીને લાગે છે કે માતાએ બીજા લગ્ન કરીને જીવનની સૌથી મોટી ભૂલ કરી છે તો દીકરા વિવાનને લાગે છે કે તેના પિતા સાવકા દીકરા આયુષને વધુ મહત્ત્વ આપે છે અને રાજકીય કારભાર તેને જ આપશે. વિવાન બદલાની ભાવનામાં તથા સત્તાની લાલસામાં આવીને એવું કંઈક કરે છે, તેનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. આ સાથે જ પરિવારના અનેક રહસ્યો સામે આવે છે. 

ફિલ્મની વાર્તા સારી છે પરંતુ જો ફિલ્મને સારી ટ્રીટમેન્ટ મળી શકી હોત તો ફિલ્મ હજી વધુ અસરકારક બની શકત. જેકી શ્રોફ, અલી ફઝલ, મનીષા કોઈરાલા, સંજય દત્ત તથા સત્યજીતે કેટલાંક ભાવુક સીન્સ ઘણી જ સારી રીતે પ્લે કર્યાં છે. જોકે, અનેક જગ્યાએ ફિલ્મ કયા સમયમાં આવીને કયા પહોંચી જાય છે, તે ખ્યાલ આવતો નથી. ફરહાદ સામજીના સંવાદોમાં દમ નથી. ફિલ્મમાં કારણ વગરના ગીતો ઉમેરવામાં આવ્યા છે. અનેક જગ્યાએ વીએફએક્સનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી. સંજય દત્ત તથા જેકી શ્રોફને યુવાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ તે નિરર્થક નીવડ્યો છે. વાર્તામાં ઘણી જ ખામીઓ છે, ફિલ્મ આઉટડેટેડ લાગે છે. ચંકી પાંડે તથા ઝાકિર હુસૈન જેવા કલાકારો પાસેથી સારું કામ લઈ શકાયું હોત.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી