ફિલ્મ રિવ્યૂ / ‘દબંગ 3’ મસાલા, ફોર્મ્યૂલા અને સલમાન ખાનના ખભા પર સવાર છે

salman khan film dabangg 3 review
X
salman khan film dabangg 3 review

Divyabhaskar.com

Dec 19, 2019, 07:54 PM IST

સલમાન ખાને ‘દબંગ 3’ દ્વારા પોતાના લોયલ ચાહકોને ગિફ્ટ આપી છે. આ એક ટિપિકલ સિગ્નેચર સલમાન ખાનની ફિલ્મ છે, જેમાં એક્શન, ઈમોશન, ડ્રામા, ખુશી તથા દુઃખ બધું જ ઓવર ધ ટોપ છે. એક તરફી પ્રેમમાં યુવતી ના મળતા તેની સાથે ખોટું કરવાના પરિણામ પર એક મેસેજ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે.

ફિલ્મ રિવ્યૂ દબંગ 3
રેટિંગ 3/5
સ્ટાર-કાસ્ટ સલમાન ખાન, સોનાક્ષી સિંહા, સાંઈ માંજરેકર, સુદીપ
ડિરેક્ટર પ્રભુદેવા
પ્રોડ્યૂસર  સલમાન ખાન ફિલ્મ્સ
સંગીત સાજીદ વાજીદ
જોનર એક્શન કોમેડી

કેવી છે સલમાન ખાનની ‘દબંગ 3’?

‘દબંગ 3’ ચુલબુલ પાંડે બનવાની વાત કહે છે. રજ્જો પહેલાં ચુલબુલના જીવનમાં ખુશી હતી. ચાહકો ચુલબુલને તેની માસૂમિયતને કારણે પ્રેમ કરે છે. આ ફિલ્મની વાર્તા સલમાને લખી છે. રાઈટર તરીકે આ ફિલ્મથી સલમાન ડેબ્યૂ કરી રહ્યો છે. રોયલ સિનેમાના શોખીનોને આ ફિલ્મ સામે વાંધો હોઈ શકે છે પરંતુ માસ અપીલવાળી ફિલ્મમાં તર્ક હોતો નથી. 

રાઈટર તરીકે સલમાને પોતાના ચાહકો તથા બ્રાન્ડ સલમાનને ધ્યાનમાં રાખીને ‘દબંગ 3’ના પાત્રો, ઘટનાક્રમ, ગીતો, એક્શન તથા ઈમોશનની ગોઠવણ કરી છે. ચાહકો સલમાનને પડદાં પર મસ્તીખોર, ફેમિલી પર્સન, બાળકોને પ્રેમ કરનાર તથા ગુનેગારોને મારનાર તરીકે પસંદ કરે છે. સલમાન ખાને રાઈટર તરીકે ચુલબુલ પાંડેથી લઈને બ્રાન્ડ સલમાનની આ ખૂબીઓને સારી રીતે ફિલ્મમાં બતાવી છે. ‘મુન્ના બદનામ હુઆ’ પર જબરજસ્ત ડાન્સ કર્યો છે. ડિરેક્ટર પ્રભુદેવાએ સલમાન પાસે એક્શન પણ કરાવી છે. પોલીસ બન્યાં પહેલાં ચુલબુલ પાંડે કેટલો માસૂમ હતો, તે પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. 

ચુલબુલ ખુશીને પહેલી જ નજરમાં પ્રેમ કરવા લાગે છે, તેના માટે લૂંટરાઓના પૈસા લૂંટે છે. જોકે, ચુલબુલ તથા ખુશીના જીવનમાં બાલી સિંહ આવે છે. તે ચુલબુલના જીવનમાં ઝેર ઘોળી દે છે અને પછી શરૂ થાય છે રિવેન્જ ડ્રમા, જેનો અંત દબંગઈથી કરવામાં આવે છે. ખુશીના રોલમાં સલમાન ખાને ફ્રેશ ફેસ સાંઈ માંજરેકરને લોન્ચ કરી છે. સ્ક્રીન પર તેની હાજરી સુંદરતા તથા ગરિમાપૂર્ણ લાગે છે. વિલન બાલી સિંહના રોલમાં કિચ્ચા સુદીપ અસરકારક લાગ્યો. કેમેરાની સામે તે ક્રૂર દેખાવવામાં સફળ રહ્યો. એંસીના દાયકામાં વિલનની ડાયલોગબાજી તથા નિર્મમતા જોવા મળતી, તે સ્ક્રીન પર ફરી એકવાર જોવા મળી છે. ક્લાઈમેક્સમાં ચુલબુલ તથા બાલીની શર્ટલેસ ફાઈટ લાઉડ હોવા છતાંય કન્વિન્સિંગ લાગે છે. સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન સહિતના અન્ય કલાકારોએ ઠીકઠાક કામ કર્યું છે. 

ફિલ્મ જરૂર કરતાં વધુ લાંબી છે. પાત્રોની એન્ટ્રી તથા ઈન્ટ્રોડક્શનને બિલ્ટ અપ કરવામાં સારો એવો સમય લેવામાં આવ્યો છે. જોકે, એની પાછળ સલમાનના ચાહકોનો ‘લાર્જર ધેન લાઈફ’ સિનેમાનો તર્ક છે. જોકે, બ્રાન્ડ સલમાન તથા આ ફ્રેન્ચાઈઝીને સફળતા મળે છે કે નહીં, તે જાણવું રસપ્રદ રહેશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી