ફિલ્મ રિવ્યૂ / ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મનો ફર્સ્ટ હાફ હાસ્યથી ભરપૂર, ઈન્ટરવલ પછીની સ્ટોરી દર્શકોને ઈમોશનલ કરી દે છે

Pati Patni Aur Woh Movie Review

Divyabhaskar.com

Dec 06, 2019, 04:27 PM IST

રેટિંગ 3/5
સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, અપારશક્તિ ખુરાના
ડિરેક્ટર મુદસ્સર અજીજ
પ્રોડ્યૂસર ભૂષણ કુમાર, રેણુ દેવી ચોપડા, જૂનો ચોપડા અને કૃષ્ણ કુમાર
સંગીત તનિષ્ક બાગચી, રોચક કોહલી, સચેત-પરમ્પરા અને ટોની કક્કર
જોનર કોમેડી
ટાઈમ 126 મિનિટ


બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર મુદસ્સર અજીજની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ લખનઉના ચિન્ટુ ઉર્ફ અભિનવ ત્યાગીની સ્ટોરી છે, જે સારો સ્ટુડન્ટ અને સારા પરિવારનો દીકરો છે. માતા-પિતાનો આજ્ઞાકારી પુત્ર છે. તેના લગ્ન સુશીલ અને સારા પરિવારની દીકરી વેદિકા એટલે કે ભૂમિ પેડનેકર સાથે થાય છે. ચિન્ટુ એન્જિનિયર છે અને એક કંપનીમાં નોકરી કરતો હોય છે. વેદિકા ટીચર હોય છે. માત્ર 3 વર્ષ અભિનવ તેના લગ્નજીવનથી કંટાળી જાય છે. તે દરમિયાન તેની લાઈફમાં મોડલ તપસ્યા પાંડે એટલે કે અનન્યા પાંડેની એન્ટ્રી થાય છે. ત્યારબાદ લવ ટ્રાયેન્ગલ બને છે અને સ્ટોરી ટ્વીસ્ટની સાથે આગળ વધે છે.

ફિલ્મમાં લખનઉ અને કાનપુરના ઘણા રિયલ લોકેશન દેખાડ્યા છે, જેની સુંદરતા નજરે દેખાય જ છે. ફિલ્મમાં નવા-જૂના ડાયલોગ્સ છે, જે દર્શકોને હસાવવામાં સફળ થાય છે. તેમાં ડાયલોગ્સ ડબલ મીનિંગ છે, પણ અશ્લીલ જરાય નથી.

એક્ટિંગની વાત કરીએ તો કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર પોતાની એક્ટિંગથી ઓડિયન્સ સાથે જોડાયેલા રહે છે. તો બીજી તરફ અપારશક્તિ અને અનન્યા પર પોતપોતાની એક્ટિંગથી ટક્કર આપે છે. પણ અપારશક્તિ ખુરાનાની એક્ટિંગ કાર્તિક આર્યન પર ભારે પડી જાય છે, કેમ કે આખી ફિલ્મમાં કાર્તિકના હાવ-ભાવ સરખા જ છે. ફિલ્મનો પહેલો ભાગ દર્શકોને હસાવે છે, જ્યારે પછીનો ભાગ હસાવવાની સાથે ઈમોશનલ પણ કરી દે છે.

મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મના ગીત આજના યુથ માટે બનેલા છે. આ ફિલ્મ એવા લોકોને શીખ આપે છે જે લોકો લગ્નજીવનમાં બીજા લોકોને પણ જગ્યા આપવાની કોશિશ કરે છે.

X
Pati Patni Aur Woh Movie Review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી