ફિલ્મ રિવ્યૂ / પાણીપત: ઈતિહાસનાં પેપરમાં આશુતોષ ગોવારિકર પાસ થયા, સંજય દત્ત અબ્દાલીના રોલમાં એકદમ ક્રૂર લાગ્યો

Panipat Movie Review

Divyabhaskar.com

Dec 07, 2019, 10:23 AM IST
રેટિંગ 3/5
સ્ટારકાસ્ટ અર્જુન કપૂર, કૃતિ સેનન, સંજય દત્ત, મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, જીનત અમાન, નવાબ શાહ, સુહાસિની મુલે
ડિરેક્ટર આશુતોષ ગોવારિકર
પ્રોડ્યૂસર સુનીતા ગોવારિકર, રોહિત શેલાટકર
મ્યુઝિક અજય-અતુલ
જોનર એપિક-વૉર ડ્રામા
ટાઈમ 2 કલાક 53 મિનિટ

બોલિવૂડ ડેસ્ક: ઐતિહાસિક સબ્જેક્ટ પર ફિલ્મો બનાવવી એ કોઈ સામાન્ય વાત નથી. કેટલુંય રિસર્ચ કરવું પડે છે, એવી ફિલ્મ બનાવવી પડે છે જે આજના સમયમાં લોકોને સબંધિત અને મનોરંજક પણ લાગે. બધા લોકો જાણે છે કે, ઈતિહાસ એક બોરિંગ વિષય છે, પણ આશુતોષ ગોવારિકર હિસ્ટ્રીના આ પેપરમાં સારા માર્ક્સથી પાસ થયા છે.

14 જાન્યુઆરી, 1761માં પાણીપતની ત્રીજી લડાઈનો પાયો મરાઠા યોદ્ધા સદાશિવ રાવ ભાઉએ નક્કી કર્યો હતો. ભલે આ યુદ્ધમાં સદાશિવ વિજય ન બન્યા, પણ તેમણે અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીને વિચલિત જરૂર કરી દીધો હતો. ફિલ્મ તે સમયને ફરી એકવાર જીવંત કરે છે, જેમાં ગાદી માટે પોતાના નજીકના લોકો પર પણ હુમલો કરવાનું ચૂકતા નથી.

અર્જુન કપૂર અને કૃતિ સેનનની એક્ટિંગ વખાણલાયક છે. સંજય દત્ત એટલે કે અબ્દાલી સ્ક્રીન પર ક્રૂર લાગે છે. સપોર્ટિંગ કાસ્ટે પણ સારી એક્ટિંગ કરી છે. ડિરેક્ટરની રૂપે આશુતોષ ગોવારિકર સફળ રહ્યા છે. ફિલ્મના દરેક ડિપાર્ટમેન્ટનું નિયંત્રણ સ્ક્રીન પર નજરે જણાય છે.

નીતિન દેસાઈનું આર્ટ ડિરેક્શન ફિલ્મની વિશ્વસનીયતા વધારે છે, તો બીજી તરફ નીતા લુલ્લાના ડિઝાઇન કરેલા કોસ્ચ્યુમ પણ વખાણ કરવા લાયક છે. અજય-અતુલનું સંગીત કર્ણપ્રિય છે. સપના હૈ સચ હૈ અને મન મેં શિવા સારા સોન્ગ છે. લડાઈના સીનમાં સીકે મુરલીધરનનું કેમરા વર્ક યાદ રહી જાય છે.

એડિટિંગની વાત કરીએ તો ફિલ્મનો સેકન્ડ હાફ ઝડપી હે, જ્યારે પ્રથમ ભાગ કંટાળાજનક છે. એડિટિંગમાં હજુ વધારે કામ કરવાની જરૂર હતી. ફિલ્મમાં કેટલાક મરાઠી ડાયલોગ છે, જેને સમજવા મુશ્કેલ છે. કોરિયોગ્રાફી જોરદાર છે.

X
Panipat Movie Review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી