Divyabhaskar.com
Nov 15, 2019, 06:49 PM ISTદેબામિત્રા બિસ્વલની વાર્તા, શોએબ હસનની પટકથા તથા ભૂપેન્દ્ર સિંહના ડાયલોગથી સજ્જ આ ફિલ્મની કોમેડી ઘણી જ મસ્ત છે. ત્રણેયે સાથે મળીને જે કોમેડીના ‘લાડવા’ બનાવ્યા છે, તેને ખાઈને ક્યારેય પસ્તાવું નહીં પડે. નવાઝુદ્દીનની સાથે સાથે અથિયા શેટ્ટીએ પણ બુંદેલખંડની એક્સેન્ટને બરોબર સમજી છે અને પોતાનું કામ સારી રીતે કર્યું છે. આ ફિલ્મમાં નવની પરિહાર, વિભા છિબ્બર, સંજીવ વત્સ, વિવેક મિશ્રા, કરૂણા પાંડે જેવા કલાકારો છે. તમામે પોતાની દમદાર એક્ટિંગથી ફિલ્મમાં હાસ્ય તથા ઈમોશનના રંગ જોવા મળ્યાં છે.
ફિલ્મ રિવ્યૂ | મોતીચૂર ચકનાચૂર |
રેટિંગ | 3/5 |
સ્ટાર-કાસ્ટ | નવાઝુદ્દીન સિદ્દીકી, અથિયા શેટ્ટી, વિભા છિબ્બર, નવની પરિહાર |
ડિરેક્ટર | દેબામિત્રા બિસ્વલ |
પ્રોડ્યૂસર | વાયકોમ 18, રાજેશ ભાટિયા, કિરણ ભાટિયા |
સંગીત | રામજી ગુલાટી |
પ્રકાર | કોમેડી ડ્રામા |
કેવી છે ફિલ્મ?
ભોપાલનો પુષ્પેન્દ્ર ત્યાગી (નવાઝ) 36નો થઈ ચૂક્યો છે. તે દુબઈ રિટર્ન છે. લગ્ન ના થવાને કારણે હેરાન-પરેશાન છે. બાજુમાં રહેતી એની એટલે કે અનિતાને (અથિયા શેટ્ટી) છોકરો વિદેશમાં રહેતો હોય, તેની સાથે લગ્ન કરવાના છે. વિદેશ જવાના ચક્કરમાં તેણે અનેકને ના પાડી દીધી છે. અંતે, તેના લગ્ન પુષ્પેન્દ્ર ત્યાગી સાથે થાય છે. તેને એમ લાગે છે કે પુષ્પેન્દ્ર સાથે લગ્ન કરવાથી તેનું વિદેશ જવાનું સપનું પૂરું થશે.
ફિલ્મના આ પ્લોટ ઉપરાંત એક સબ પ્લોટ પુષ્પેન્દ્ર ત્યાગીનો પરિવાર પણ છે. પુષ્પેન્દ્ર પર પોતાના પરિવારની જવાબદારી છે. તેની માતા ઈચ્છે છે કે દીકરો દુબઈમાં જ રહે અને ત્યાં રહીને બહેનના લગ્નથી લઈ ઘરનું દેવુંને બધું ચૂકતે કરે. ફિલ્મ જોતી વખતે આ સબ પ્લોટ પણ ઘણી જ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. પરિવારના વડા પોતાના કમાઉ દીકરા પાસેથી અપેક્ષા તથા તેની સાથેનું જોડાણ કઈ હદ સુધી જાય છે, તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.
પૂરી ફિલ્મનો ભાર પુષ્પેન્દ્ર ત્યાગી અને અથિયાના ખભા પર છે. બંનેને સાથી કલાકારોએ ભરપૂર સાથ આપ્યો છે. પુષ્પેન્દ્ર ત્યાગીનો નાનો ભાઈ હોય કે એનીની માસી, તમામે પોતાની હાજરીની છાપ ચાહકોના મનમાં અસરકારક રીતે ઊભી કરે છે. પુષ્પેન્દ્રની માતાના રોલમાં વિભા છિબ્બર ‘વિવાહ’ બાદ ફરી એકવાર ફિલ્મમાં છવાઈ ગઈ છે. એનીના માતાના રોલમાં નવની પરિહારે વિભા છિબ્બરને બરોબરની ટક્કર આપી છે. ફિલ્મના બેકડ્રોપમાં મથુરા તથા બુંદેલખંડ જોવા મળે છે. મેકર્સે ક્લિયરલી એ વાત નથી કહી કે આ ફિલ્મ આખરે ક્યા લોકેશન પર સેટ છે. અહીંયા મેકરે લોકેશનને લઈ સ્માર્ટ વર્ક કર્યું છે. ગણ્યાં-ગાંઢ્યા લોકેશન પર શૂટ કર્યું છે અને વચ્ચે-વચ્ચે આખા શહેરનો એરિયલ સોટ પણ જોવા મળે છે.
ફિલ્મની કોમેડી લાઉડ થતી નથી. ફિલ્મ પોતાની નેચરલ સ્પીડથી આગળ વધે છે પરંતુ વચ્ચે ધીમી જરૂરથી થઈ જાય છે. જોકે, પાત્રોએ પોતાના વન લાઈનરથી ફિલ્મને રસપ્રદ બનાવી છે. ફિલ્મના ગીતો પણ સારે છે.