મૂવી રિવ્યૂ / 'ભારત'ના રોલમાં સલમાન ખાન ફિટ નથી બેસતો

movie review Salman Khan does not fit in the role of bharat,
X
movie review Salman Khan does not fit in the role of bharat,

divyabhaskar.com

Jun 05, 2019, 11:16 AM IST
ફિલ્મ રિવ્યૂઃ ભારત
રેટિંગઃ 3/5
સ્ટાર-કાસ્ટઃ સલમાન ખાન, કેટરીના કૈફ, દિશા પટની, તબુ, જેકી શ્રોફ
ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર
પ્રોડ્યૂસરઃ અતુલ અગ્નિહોત્રી, ભૂષણ કુમાર
સંગીતઃ વિશાલ-શેખર
જોનરઃ એક્શન ડ્રામા

મુંબઈઃ ડિરેક્ટર અલી અબ્બાસની ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની ઓફિશિયલ રીમેક છે. અલી અબ્બાસ ફિલ્મમાં સતત પ્રયાસ કરે છે કે ફિલ્મના હિરો ભારતના (સલમાન ખાન) 62 વર્ષ બતાવવામાં આવે. ફિલ્મની શરૂઆત 1942થી થાય છે, જ્યારે ભારત આઠ વર્ષનો હતો અને ફિલ્મ 2009માં પૂરી થાય છે, જ્યારે તેની ઉંમર 70 વર્ષની હોય છે. ફિલ્મની વાર્તા એક સામાન્ય વ્યક્તિની છે, જે પોતાના જીવનમાં સંઘર્ષ કરે છે અને પોતાના પિતાનું વચન પૂરું કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં ભારતની વ્યક્તિગત સફરની સાથે સાથે 60 વર્ષમાં દેશમાં થયેલા આર્થિક તથા સામાજિક પરિવર્તન પણ જોવા મળ્યાં છે.

ફિલ્મની શરૂઆત થાય છે, ત્યારે દેશમાં ભારત-પાકિસ્તાનના ભાગલાનો માહોલ હોય છે અને ભારતના પિતા (જેકી શ્રોફ) પોતાની પત્ની (સોનાલી કુલકર્ણી) તથા ચાર બાળકો સાથે ભારત આવવા ઈચ્છે છે. પરિવાર જ્યારે પાકિસ્તાનથી ભારત આવવાની ટ્રેનમાં બેસે છે, ત્યારે ભારતની બહેન ગુડિયા પરિવારથી અલગ થઈ જાય છે. ભારતના પિતા નક્કી કરે છે કે તે પાકિસ્તાનમાં જ રહેશે અને દીકરીને શોધશે. તે દીકરા ભારત પાસેથી વચન લે છે કે તે પરિવારનું ધ્યાન રાખશે. ભારત માતા તથા બે ભાઈ-બહેન સાથે ફોઈના ઘરે આવે છે. ફોઈ રેશનિંગની દુકાન ચલાવે છે અને ભારત આ દુકાનને બચાવીને રાખવા માગે છે, કારણે આ જ તેના પિતાજીને જોડતી અંતિમ કડી છે. તેને આશા છે કે તેના પિતા ક્યારેક તો પરિવારને શોધતા શોધતા અહીંયા આવશે.

કેવી છે સલમાન ખાનની ભારત?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી