ફિલ્મ રિવ્યૂ / પોતાના લોકોથી અલગ થઈને કોઈ મોડર્ન ન બની શકે, ‘જવાની જાનેમન’ ફિલ્મ આ મેસેજ હસાવતા હસાવતા આપે છે

Movie Review Jawaani Jaaneman

Divyabhaskar.com

Jan 31, 2020, 05:27 PM IST
રેટિંગ 2.5/5
સ્ટાર-કાસ્ટ સૈફ અલી ખાન, તબુ, અલાયા ફર્નીચરવાલા, ફરીદા જલાલ
ડિરેક્ટર નીતિન કક્ક્ડ
પ્રોડ્યૂસર સૈફ અલી ખાન, જેકી ભગનાની
મ્યુઝિક તનિષ્ક બાગચી, ગૌરવ- રોશિન, પ્રેમ હરદીપ
જોનર કોમેડી ડ્રામા
સમય 119 મિનિટ

બોલિવૂડ ડેસ્ક: ‘ફિલ્મિસ્તાન’ અને ‘નોટબુક’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલ નીતિન કક્ક્ડની આ ફિલ્મ પણ એક વિદેશી ફિલ્મનું અડેપ્ટેશન છે. નીતિન કક્ક્ડનો પ્રયત્ન તેની ફિલ્મો દ્વારા હસાવીને મેસેજ આપવાનો રહ્યો છે. આ ફિલ્મમાં તેમણે કહેવાતા આધુનિક સમાજના જીવન જીવવાની રીત પર એક સ્ટેન્ડ લેવાની ટ્રાય કરી છે.

ફિલ્મની સ્ટોરી
45 વર્ષનો હીરો લંડનમાં રહે છે. પ્રોપર્ટી ડીલિંગમાં કામ કરતો હોય છે. ઘણા પૈસા કમાય છે અને રાતે પબમાં જઈને તેને ખર્ચ કરે છે. જિંદગીના બધા જલસા કરે છે. લગ્નથી તે ડરે છે કારણકે તે લગ્ન અને ત્યારબાદની જવાબદારીઓ ભોગવવા ઈચ્છતો નથી.

તેની સો કોલ્ડ હેપ્પી લાઈફમાં અચાનક 21 વર્ષીય ટિયાની એન્ટ્રી થાય છે. ત્યારબાદ તેની જિંદગી આખી બદલાય જાય છે. સમગ્ર આઝાદી સાથે જીવવાના ફંડા અને જિંદગીમાં ખરેખર પ્રેમ પરિવારની જરૂર છે આ બે વચ્ચે યુદ્ધ શરૂ થઇ જાય છે. શરૂઆતમાં તે ટિયાને સ્વીકારતો નથી પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે ટિયા ગર્ભવતી છે ત્યારબાદ તેનો નજરીયો બદલાય જાય છે અને પછી શું થાય છે તે વિશે ફિલ્મ છે.

ડિરકેટરે અહીંયા હાલની જનરેશનની ટિયા મારફતે જ સ્ટોરી આગળ વધારી છે. રસપ્રદ વાત એ છે કે ટિયા પ્રેમ, પરિવાર અને સંબંધીઓને ઘણા મિસ કરે છે જ્યારે તેના પિતાને આ બધું કઈ પસંદ નથી. તેની માતા પણ હિપ્પી લાઇફસ્ટાઇલમાં મલંગ અને ખુશ છે. તેનો બોયફ્રેન્ડ પણ બાળકની જવાબદારીથી દૂર ભાગતો રહે છે. નીતિન કક્કડે હુસૈન અને અબ્બાસ દલાલ સાથે મળીને ટિયા મારફતે આ બધા કેરેકટર્સના નજરિયામાં બદલાવ લાવવાની સફર રસપ્રદ બનાવવાની કોશિશ કરી છે.

સૈફ અલી ખાનનું કેરેક્ટર એવું નથી કે તેને કોઈ માટે લાગણી નથી. તેને પોતાના મોટા ભાઈ અને મિત્ર માટે ઘણી લાગણી હોય છે. ફિલ્મની સ્ટોરી હસતા હસતા અચાનક વિચારવા માટે મજબૂર કરી દે છે. સૈફનો રોલ જેવો છે તેનું જે કન્ફ્યુઝન સ્ટેટ ઓફ માઈન્ડ હોય છે તેવું અગાઉ સૈફે ‘કોકટેલ’ અને ‘લવ આજ કલ’ ફિલ્મોમાં બતાવ્યું છે.

ફિલ્મનું રાઇટિંગ નબળું છે. કેરેક્ટર પાસે કોઈ એવું ખાસ કારણ નથી કે કેમ તેઓ ખાસ તરીકે જિંદગી જીવવાનું પસંદ કરે છે? કેમ લંડનમાં રહેનારા લોકો પર્સનલ સ્પેસને લઈને આટલા ઓબ્સેસિવ થઇ રહ્યા છે તેને ડીપમાં જઈને સમજાવવામાં આવ્યું નથી. આ બધા કારણોને લઈને ફિલ્મ થોડી થોડી રસપ્રદ લાગે છે પણ ઓવરઓલ ફિલ્મ હૃદયસ્પર્શી છે.

X
Movie Review Jawaani Jaaneman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી