ફિલ્મ રિવ્યૂ / ‘વોર’માં એક્શન અને સુંદર લોકેશન, ફિલ્મની વાર્તામાં દમ નથી

Hrithik Roshan and Tiger Shroff film war review
X
Hrithik Roshan and Tiger Shroff film war review

Divyabhaskar.com

Oct 02, 2019, 07:20 PM IST
ફિલ્મ રિવ્યૂ વોર
રેટિંગ 3.5/5
સ્ટાર કાસ્ટ રીતિક રોશન, ટાઈગર શ્રોફ, વાણી કપૂર
ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ
પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા
સંગીત વિશાલ-શેખર
જોનર  એક્શન થ્રિલર ફિલ્મ

‘બેંગ બેંગ’ જેવી એક્શન ફિલ્મ બનાવનાર સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મમાં પણ પોતાની યુએસપી ટકાવી રાકી છે. ફિલ્મમાં એક્શન ઘોડાની ઝડપે નહીં પરંતુ ચિત્તાની ઝડપે બતાવવામાં આવી છે. રીતિક રોશન-ટાઈગર શ્રોફની બૉડી, સિક્સ પેક એબ્સ, વિશ્વના ચાર લોકપ્રિય કોરિયોગ્રાફર, સુપર લોકેશન તથા હિરો-વિલનના ચેઝિંગ સીન ફિલ્મને ટોમ ક્રૂઝની એક્શન ફિલ્મ્સની સમકક્ષ લાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ યુનિવર્સલ અપીલ બની શકે તે માટે શક્ય તેટલાં પ્રયાસ કરવામાં આવ્યા હતાં. પોર્ટુગલ, ફિનલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

કેવી છે ‘વોર’?

રીતિક રોશને ‘ધૂમ 2’ તથા ‘બેંગ બેંગ’માં જે એક્શન કરી હતી, ‘વોર’માં તેનું એક્સટેન્શન વર્ઝન જોવા મળ્યું છે. હવા, પાણી, જમીન સહિત બરફ પર પણ ટાઈગર શ્રોફ સાથે એક્શન સીન્સ કર્યાં છે. એક્શન સ્ટાર તરીકે રીતિક-ટાઈગરની જોડી કમાલની લાગે છે. બંનેએ માત્ર એક્શન જ નથી કરી પરંતુ ડાન્સ પણ કર્યો છે. એક ટિપિકલ એક્શન ફિલ્મ માટેના જરૂરી તમામ એલિમેન્ટ આ ફિલ્મમાં છે. સિનેમેટોગ્રાફર બેને સુંદર લોકેશન ફિલ્મમાં બતાવ્યા છે. વિશાલ શેખરનું સંગીત તથા ડેનિયન બી જ્યોર્જનો અસરકાર બેકગ્રાઉન્ડ સ્કોર છે. અબ્બાસ ટાયરવાલાના વનલાઈનર પણ કમાલના છે. 

મુશ્કેલી ફિલ્મના વાર્તામાં છે. ફિલ્મની વાર્તા સિદ્ધાર્થ આનંદ તથા આદિત્ય ચોપરાએ લખી છે. ફિલ્મમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવવા માટે શ્રીધર રાઘવનની મદદ લેવામાં આવી હતી. ત્રણેય પોતાના ક્રાફ્ટમાં માહિર છે પરંતુ અહીંયા સ્ટોરીલાઈનમાં ખાસ દમ નથી. દર્શકોને અગાઉથી જ ખ્યાલ આવી જાય છે કે બીજા સીનમાં શું બનવાનું છે. ફિલ્મની વનલાઈન સ્ટોરી એવી છે કે સ્પેશિયલ ફોર્સનો સૌથી નીડર ઓફિસર કબીરે ગદ્દારી કરી છે અને તેને પકડવા માટે ખાલિદને મોકલવામા આવે છે. ખાલિદના પિતા પર એક સમયે દેશદ્રોહનો આરોપ લાગ્યો હતો. 

ફિલ્મની શરૂઆત પ્રોપર પોઈન્ટ પર થાય છે અને સમય ગુમાવ્યા વગર તે સીધી મુદ્દા પર આવી જાય છે. કબીરે આતંકવાદીને મારવાનો હોય છે પરંતુ તે આતંકવાદીના હેન્ડલરને મારી નાખે છે. જેને કારણે ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારી કબીરને પકડવા માટે ખાલીદને મોકલે છે. આ સાથે જ દેશના દુશ્મન રિઝવાન ઈલાયસીને પણ પકડવાનો હોય છે, જે ભારતની બોર્ડર પર મોટો હુમલો કરવાનું વિચારી રહ્યો છે. તેને પકડવા માટે અલગ-અલગ દેશની એજન્સીઓ લાગેલી છે. ફાઈનલી શું થાય છે, તે વિશે ફિલ્મ છે. બધું જ યોગ્ય ચાલતું હોય છે પરંતુ ફિલ્મની આત્મા એટલે કે વાર્તા સાથે દગાબાજી થાય છે. ફિલ્મમાં જે ટ્વિસ્ટ આવે છે, તે ખબર પડી જાય તેવા છે. એક સાથે અનેક મુદ્દા પર કામ કરવાને કારણે ફિલ્મ ગુંચવાઈ જાય છે. ટ્વિસ્ટ એન્ડ ટર્ન બોરિંગ લાગવા લાગે છે. ફિલ્મની વાર્તા બે લોકોની આસપાસ ફરે છે. બંનેએ પોતાના પાત્રને જસ્ટીફાય કર્યા છે. એક્શન તથા ડાન્સ તેમની યુએસપી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી