ફિલ્મ રિવ્યૂ / ‘શિમલા મિર્ચી’માં ના તો શિમલાની સુંદરતા છે ના તો મરચાની તિખાશ

hema malini film shimla mirchi review

Divyabhaskar.com

Jan 03, 2020, 02:47 PM IST
ફિલ્મ રિવ્યૂ શિમલા મિર્ચી
રેટિંગ 1/5
સ્ટાર-કાસ્ટ હેમા માલિની, રાજકુમાર રાવ, રકુલ પ્રીત સિંહ
ડિરેક્ટર રમેશ સિપ્પી
પ્રોડ્યૂસર રમેશ સિપ્પી
સંગીત મીત બ્રધર્સ
જોનર ડ્રામા

હિંદી સિનેમાના ખ્યાતનામ નામોમાંથી એક રમેશ સિપ્પીએ 20 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું છે. તેમના ચાહકોને આ ફિલ્મને લઈને ઘણી આશા હતી પરંતુ તેમણે ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું છે. ફિલ્મના ટાઈટલ પ્રમાણે, ફિલ્મ તીખી તો સહેજ પણ નથી. વિશ્વાસ નથી થતો કે પોતાના સમયમાં સારી ફિલ્મ્સ બનાવનાર રમેશ સિપ્પીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. એ પણ ત્યારે, જ્યારે ફિલ્મમાં તેમની ફેવરિટ હેમા માલિની છે. ફિલ્મમાં આજના સમયના ફેવરિટ રાજકુમાર રાવ તથા રકુલ પ્રીત સિંહ છે. રમેશ સિપ્પીએ ‘શોલે’થી લઈ ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિનીને સ્ટ્રોંગ તથા રસપ્રદ પાત્રો આપ્યાં હતાં. આ ફિલ્મમાં હેમાએ રૂકમણીનો રોલ પ્લે કર્યો છે અને તે સહેજ પણ ઈમ્પ્રેસિવ નથી. તે લાઉડ તથા મેલોડ્રામેટિક છે. પોતાની દીકરી નૈનાની ઉંમરના યુવક અવિનાશના પ્રેમમાં પડતી રૂકમણીના રોલમાં હેમાની આ સૌથી નબળી ફિલ્મ છે.

રમેશ સિપ્પીએ આજના સમયને પ્રાસંગિક બનાવવા માટે રાઈટર કૌસર મુનીર, રીષિ વિરમાની, વિપુલ બિનજોલાની ટીમ બનાવી હતી. શિમલાના સુંદર લોકેશન ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. જોકે, અવિનાશ (રાજકુમાર રાવ), રૂકમણી (હેમા માલિની), દાદી (કમલેશ ગિલ), નૈના (રકુલ પ્રીત સિંહ)થી લઈને કેપ્ટન અંકલ (શક્તિ કપૂર) તથા અવિનાશની ફોઈમાંથી (કિરણ જુનેજા) એક પણ પાત્ર રસપ્રદ બની શક્યું નહીં. આ ફિલ્મ મૂળ રીતે કોમેડી ફિલ્મ છે. તિલક (કંવલજીત સિંહ) સાથે રૂકમણી ડિવોર્સ લેવા ઈચ્છે અને દીકરી નૈના માતાના જીવનમાં ખુશીઓ લાવવા માગે છે. અવિનાશને નૈના ગમે છે પરંતુ તે તેને કહી શકતો નથી. રૂકમણી પોતાની દીકરીના ઉંમરના યુવકને પ્રેમ કરવા લાગે છે. અવિનાશની લવ સ્ટોરી કોની સાથે પૂરી થાય છે, તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

આ પ્રકારની ફિલ્મમાં પાત્રોનું ઘણું જ મહત્ત્વ હોય છે. વૃદ્ધો પોતાના સંતાનોની ઉંમરના યુવક-યુવતીના પ્રેમમાં પડે ત્યારે તેમની પાસે ચોક્કસ કારણ હોય છે. ફિલ્મમાં આ વાતને અવગણવામાં આવી છે. ગીત-સંગીતથી લઈને શિમલાની સુંદરતા તથા પાત્રોની લાગણીઓને યોગ્ય રીતે બતાવવામાં આવી નથી. આ ફિલ્મ જોઈને અફસોસ થાય છે.

X
hema malini film shimla mirchi review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી