ફિલ્મ રિવ્યૂ / ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જીવન અને મોત વચ્ચેની કશ્મકશ જોવા મળે છે

film review of the sky is pink
X
film review of the sky is pink

Divyabhaskar.com

Oct 11, 2019, 12:22 PM IST

મુંબઈઃ એક લોકપ્રિય શાયરી છે, ‘મૌત તો નામ સે બદનામ હૈં, વરના તકલીફ તો જિંદગી ભી દેતી હૈં...’ પાંચ વર્ષ પહેલાં ‘માર્ગરીટા વિથ અ સ્ટ્રો’ જેવી ઈન્ટેન્સ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર શોનાલી બોઝે ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જીવન અને મોત વચ્ચેની કશ્મકશ બતાવી છે. 

ફિલ્મ રિવ્યૂ ધ સ્કાય ઈઝ પિંક
રેટિંગ 3/5
સ્ટાર-કાસ્ટ પ્રિયંકા ચોપરા, ઝાયરા વસીમ, ફરહાન અખ્તર, રોહિત સરાફ
ડિરેક્ટર શોનાલી બોઝ
પ્રોડ્યૂસર્સ પ્રિયંકા ચોપરા, રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂર
સંગીત પ્રીતમ
જોનર બાયોગ્રાફિકલ

હકીકતનો સામનો કરાવે છે

હિરો તથા હિરોઈન પોતાની આંખોની સામે દીકરીને મોત સામે ઝઝૂમતી જુએ છે. દીકરીને અસહનીય દર્દમાં જોવા માટે તેઓ મજબૂર છે. તેમની દીકરીની મુશ્કેલીઓ જીવનથી લઈ મૃત્યુ સુધીની સફર નક્કી કરે છે. શોનાલીએ આ તમામ પાત્રો જીવનની આ કડવી સચ્ચાઈને અલગ-અલગ રીતે જીવે છે. 

નીરેન તથા અદિતીના રોલમાં ફરહાન તથા પ્રિયંકાએ યાદગાર પર્ફોર્મન્સ આપ્યું છે. આ ટ્રેજિક સ્ટોરીમાં દર્શકો ખાસ્સા એવા એન્ગેજ રહે છે. બીમાર દીકરીને ઠીક કરવા માટે પેરેન્ટ્સ કેવા-કેવા સંઘર્ષ કરે, તે સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે. 

એક માતાના જીવનમાં દીકરીને સાજી કરવા સિવાય કોઈ ઉદ્દેશ જ રહ્યો નથી, માતાના આ હાવભાવ પ્રિયંકાએ ઘણી જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યાં છે. પિતા ગમે તેવી મુશ્કેલ ઘડીમાં રડી શકતો નથી અને તેની મનની અંદર શું ચાલતું હોય છે, તે ફરહાને બખૂબી સ્ક્રીન પર બતાવ્યું છે. ફરહાને આ પાત્રને આત્મસાત કર્યું છે. 

દીકરી આયેશા ચૌધરી એ યુવતી છે, જે જન્મ્યાં બાદ જ સીવિયર કમ્બાઈન્ડ ઈમ્યુનોડેફિસિએન્સી જેવી ગંભીર બીમારીનો સામનો કરે છે. જેને કારણે તેને પ્લમોનરી ફાઈબ્રોસિસ નામની ફેફસાની બીમારી થાય છે, જેની કોઈ ટ્રીટમેન્ટ નથી. આયેશા બનેલી ઝાયરાએ મૃત્યુની તારીખ જાણનાર વ્યક્તિની સહજતાને રજૂ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. ક્યાંક-ક્યાંક ઝાયરાની એક્ટિંગ લાઉડ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે તે હ્યુમરસ થવાનો પ્રયાસ કરે છે. 

શોનાલી તથા નિલેશ મણિયારના સ્ક્રીનપ્લે તથા સંવાદોમાં થોડી કચાશ જોવા મળે છે. કેટલીક જગ્યાએ કલાકારોની લાઉડ એક્ટિંગને કારણે ફિલ્મ બેસ્ટ લેવલ સુધી પહોંચી શકી નથી. આવા જોનરની ફિલ્મ્સમાં દિલને સ્પર્શી જાય તેવા સંવાદો તથા સીન હોવા જરૂરી છે, જેવા રાજેશ ખન્ના તથા બિગ બીની ફિલ્મ ‘આનંદ’માં હતાં. ફિલ્મ ઘણી જ સ્લો છે. ફઇલ્મ લંડન તથા દિલ્હી 6ની વચ્ચે ટ્રાવેલ કરે છે. બંને શહેરોના મિજાજને સારી રીતે કેપ્ચર કરવામાં આવ્યો છે. ફિલ્મના મૂડને ગુલઝાર તથા પ્રીતમે પોતાના ગીત-સંગીતથી અસરકારક રજૂ કર્યો છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી