ફિલ્મ રિવ્યૂ / ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ આજના શાસકોને ઉપદેશ આપે છે

film review of Sye Raa Narasimha Reddy
X
film review of Sye Raa Narasimha Reddy

Divyabhaskar.com

Oct 02, 2019, 02:16 PM IST
ફિલ્મ રિવ્યૂ સે રા નરસિમ્હા રેડ્ડી
રેટિંગ 3.5/5
કલાકારો ચિરંજીવી, તમન્ના ભાટિયા, અમિતાભ બચ્ચન, નયનતારા
ડિરેક્ટર સુરેન્દ્ર રેડ્ડી
પ્રોડ્યૂસર રામ ચરણ
સંગીત  અમિત ત્રિવેદી
જોનર એપિક એક્શન 

તેલુગુ ફિલ્મ્સના મેગાસ્ટાર ચિરંજીવીની ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ 151મી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતને સ્વંત્રતા મળી તે પહેલાની છે. આ ફિલ્મે સ્વતંત્રતા સૈનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઘણાં બધા કલાકારોની વચ્ચે આ ફિલ્મમાં ચિરંજીવીનો વન મેન શો જોવા મળે છે. ચિરંજીવીએ નરસિમ્હા રેડ્ડીના વિરાટ વ્યક્તિત્વ તથા વીરતાને ઘણી જ સારી રીતે સ્ક્રીન પર બતાવ્યું છે. ડિરેક્ટર સુરેન્દ્ર રેડ્ડીએ કલાકારો પાસેથી કામ લઈને એક સારી ફિલ્મ બનાવી છે.

કેવી છે ફિલ્મ?

ફિલ્મમાં વર્ષ 1846ના ભારતની વાત કરવામાં આવી છે. તે સમયે અંગ્રેજો દક્ષિણ ભારતમાં પોતાનો સિક્કો જમાવવાનો પ્રયાસ કરતાં હતાં. જોકે, તેમને નરસિમ્હા રેડ્ડી ટક્કર આપતો હતો. તેની વીરતા આગળ અંગ્રેજો ફાવતા નહોતાં. જોકે, તે સમયે અનેક રાજ્યોએ નરસિમ્હા રેડ્ડીને સાથ આપ્યો નહોતો. 300 અંગ્રેજી તોપોની સામે નરસિમ્હા રેડ્ડીની પાસે ઘણી નાનકડી સેના હતી. અલબત્ત, તેઓ યુદ્ધ નીતિમાં પારંગત હોવાથી એક પછી એક યુદ્ધ જીતતા હતાં. નરસિમ્હા અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકવા માગતા હતાં. તેના માટે તેમણે પરિવાર, પ્રેમ, સુખ-ચેન વગેરેનો ત્યાગ કર્યો હતો. તેઓ કૂટનીતિમાં જે રીતે અંગ્રેજોને માત આપે છે, તે એક મિસાલ છે. 

નરસિમ્હા રેડ્ડી વિશે ઈતિહાસમાં ઘણી જ ઓછી માહિતી છે પરંતુ ફિલ્મના રાઈટર પુરુચુરી બ્રધર્સે ફિલ્મમાં આંદોલનોનો મજબૂત પાયો કેવી રીતે નખાયો તે વાત ફિલ્મમાં રજૂ કરી છે. આજના શાસકો માટે આ એક બોધપાઠ છે કે આંદોલનોનો રસ્તો જનતાના દિલો-દિમાગમાંથી થઈને જાય છે. જનતાને સામેલ કર્યાં વગર કોઈ ક્રાંતિ શક્ય નથી. આજના શાસકો અને એક્ટિવિસ્ટ આ વાત સમજી શક્યા નથી. આ જ કારણથી કોઈ ખાસ મુદ્દા પર જનઆંદોલન તો દૂર જનજાગૃતિ પણ આવતી નથી. તેમના માટે આ ફિલ્મ બેસ્ટ એક્ઝામ્પલ છે. 

બે કલાકને 41 મિનિટ લાંબી આ ફિલ્મ સ્પીડમાં ચાલે છે. ચિરંજીવી પોતાની આંખો તથા બૉડી લેંગ્વેજને કારણે ફિલ્મમાં છવાયેલો રહ્યો છે. 64 વર્ષ હોવા છતાંય તેણે એક્શન સીક્વન્સ યુવા કલાકારોની જેમ કરી છે. ફિલ્મમાં પહેલાં સ્વતંત્રતા સંગ્રામની વાત છે. મનોજ મુંતસિર તથા દેવિકા બહુધનમે કલાકારોને સારા સંવાદો આપ્યા છે. ચિરંજીવીના સાથી કલાકારોમાં સુદીપ, તમન્ના ભાટિયા, રવિ કિશન, નયનતારા તથા અન્યે સારું કામ કર્યું છે. અમિતાભ બચ્ચનનો ગુરુ ગોસાઈ વેન્નકનનો કેમિયો ઘણો જ અસરદાર છે. 

ફિલ્મમાં જબરજસ્ત એક્શન જોવા મળે છે. ‘બાહુબલી 2’, ‘કેપ્ટન માર્વેલ’ તથા ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં એક્શન કોરિયોગ્રાફ કરી ચૂકેલા લી વ્હીટ્ટકરે ‘નરસિમ્હા રેડ્ડી’ના એક્શન સીન્સ કોરિયોગ્રાફ કર્યાં છે. તેમની સાથે ગ્રેગ પોવેલ, રામ લક્ષ્મણ તથા એ વિજય જેવા સ્ટંટ ડિરેક્ટર્સ છે. સામાન્ય રીતે સાઉથની ફિલ્મ્સમાં એક્શન સીન્સ હોય છે, તેવા એક્શન સીન્સ આ ફિલ્મમાં નથી. કેટલાંક કલાકારોની લાઉડ એક્ટિંગ છે પરંતુ વાંધો આવતો નથી.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી