ફિલ્મ રિવ્યૂ / સેક્શન 375: મુદ્દો ગંભીર, હજી સારી રીતે કેસને રજૂ કરી શકાયો હોત

film review of section 375
X
film review of section 375

Divyabhaskar.com

Sep 12, 2019, 06:19 PM IST

ભારતીય બંધારણની કલમ 375ની વ્યાખ્યા સ્પષ્ટ છે. પોઝિશનનો ખોટો ઉપયોગ કરીને કરિયરમાં આગળ વધવાની લાલચ આપીને કોઈની પણ સાથે શારીરિક સંબંધ બનાવવા તેને રેપ કહેવામાં આવે છે. દારૂ કે પછી અન્ય કોઈ નશાની હાલતમાં પણ બનાવેલા સંબંધો રેપ જ ગણાય છે, પછી ભલે તેમાં મહિલાની સંમતિ કેમ ના હોય? આ ફિલ્મ રેપની વ્યાખ્યાઓ તથા કાયદાનો દૂરપયોગ બંને બાબતો પર ગંભીર ચર્ચા કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ એક સવાલ પણ ઉઠાવે છે કે જો કોઈ વ્યક્તિ આ સેક્શનની વ્યાખ્યાઓને હથિયાર બનાવીને પોતાનો ઉદ્દેશ સિદ્ધ કરવા લાગે તો ન્યાય કેવી રીતે મળશે?

ફિલ્મ રિવ્યૂ સેક્શન 375
રેટિંગ 3/5
સ્ટાર-કાસ્ટ અક્ષય ખન્ના, રિચા ચઢ્ઢા, રાહુલ ભટ્ટ
ડિરેક્ટર અજય બહલ
પ્રોડ્યૂસર કુમાર મંગત પાઠક
સંગીત ક્લિન્ટન સેરેજો
જોનર કોર્ટ-રૂમ ડ્રામા

કેવી છે ફિલ્મ?

અહીંયા વર્ક પ્લેસ પર મહિલાઓનું શોષણ તથા રેપના કેસોમાં ભારતના શહેરોને રેપ કેપિટલ તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યારે અન્ય દેશોના આંકડાઓ કંઈક અલગ જ છે. પુરાવાઓ તથા કાયદાની ટેકનિક પણ ઘણીવાર સત્યનું ગળું દબાવી દે છે. ફિલ્મ ‘સેક્શન 375’માં કાયદાની એ પાયાની વાતનો વિરોધાભાસ બતાવે છે કે ભલે 100 ગુનેગારો બચી જાય પરંતુ એક નિર્દોષને સજા ના થવી જોઈએ.

ફિલ્મમાં પરિણીત રોહન ખુરાના ફિલ્મ ડિરેક્ટર છે. તેની પર આરોપ છે કે ગરીબ પરિવારમાંથી આવતી કોસ્ચ્યુમ આસિસ્ટન્ટ અંજલી દાંગલેને સપનાઓ બતાવીને પહેલાં શારીરિક શોષણ કર્યું અને પછી તેનો રેપ કર્યો હતો. મેડિકલ પુરાવાઓ તેની વિરુદ્ધમાં છે. રોહનના પોતાના તર્ક છે. રોહન કહે છે કે તે દિવસ બંનેએ એકબીજાની મરજીથી સંબંધો બાંધ્યા હતાં. જોકે, તેનો તર્ક સેક્શન 375 સામે ટકી શકે છે કે નહીં? આ વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે. રોહનનો ડિફેન્સ લોયર તરુણ સલુજા છે. અંજલીની પ્રોસિક્યૂટર હિરલ ગાંધી છે.

ભૂતકાળમાં ‘બીએ પાસ’ જેવી ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર અજય બહલ આ ફિલ્મમાં ઝડપથી મુદ્દા પર આવી જાય છે. સેક્શન 375ની સારી તથા નરસી બાબતો પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. ફિલ્મમાં મીડિયા ટ્રાયલ, પોલીસની તપાસ પ્રક્રિયા તથા ન્યાયિક પ્રક્રિયાની ખૂબી-ખામીઓમાં પણ બતાવવામાં આવી છે. ફિલ્મમાં એ પ્રયાસ પણ કરવામાં આવ્યો છે કે જજીસ પર આવા કેસમાં મીડિયા ટ્રાયલની અસર થાય છે કે નહીં. અજય જાણતા-અજાણતા રેપના આરોપી તરફી જોવા મળ્યાં છે. રોહન ખુરાના તથા અંજલી દાંગલેની દલીલો તથા દાવા ઘણાં જ સચોટ જોવા મળ્યાં છે. જોકે, વિશાલ ભારદ્વાજ તથા મેઘના ગુલઝારની ‘તલવાર’માં મર્ડરના તમામ પાસાઓને લઈને જે રીતે ધારદાર દલીલો કરવામાં આવી હતી, તે અહીંયા જોવા મળી નથી. અહીંયા ડિફેન્સ લોયર ઘણી જ સહજતાથી પ્રોસિક્યૂશનની મજાક ઉડાવે છે. આગળ શું થશે, તેની જાણ પહેલેથી જ થઈ જાય છે. મેડિકલ એક્ઝામિનર જ્યારે રેપ વિક્ટમ સાથે સવાલ-જવાબ કરે છે, ત્યારે ફિલ્મ સત્યની નિકટ લાગે છે અને ખ્યાલ આવે છે કે રેપ બાદ કાનૂની પ્રક્રિયાઓ આનાથી પણ વધારે તકલીફદાયક હોય છે.

પ્રોસિક્યૂટર હિરલ ગાંધીના હિસ્સામાં ખાસ દલીલો નહોતી. હિરલના રોલમાં રિચા ચઢ્ઢા પોતાની આગવી છાપ મૂકી શકી નહીં. જોકે, આ માટે રિચા નહીં પણ રાઈટર જવાબદાર છે. તરુણ સલુજાના રોલમાં કન્વીસ કરતી દલીલો આવી અને તે રોલમાં અક્ષય ખન્ના છવાઈ ગયો. મીરા ચોપરાએ અંજલી દાંગલેની ભૂમિકા ભજવી છે અને તેણે આ રોલમાં જીવ રેડી દીધો છે. રોહન ખુરાનાના રોલમાં રાહુલ ભટ્ટની અભિનય ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શક્યો નથી. તે પાત્રના ગ્રે શેડ ઓછા જોવા મળ્યાં. તે વિક્ટિમ જેવો વધુ લાગ્યો હતો. ફિલ્મ પોતાના વન-સાઈડેડ ફોક્સ પ્રત્યે સમર્પિત છે. જેને કારણે તમામ ઘટનાક્રમ ઝડપથી કટ ટૂ કટમાં આવે છે. પાત્રોને શ્વાસ લેવા જેટલી રાહત નથી. તરુણની પત્નીના રોલમાં સંધ્યા મૃદુલ છે. ફિલ્મમાં એક પણ ગીત નથી. બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. સહાયક કલાકારોમાં જસ્ટિસ મડગાંવકર બનેલા કિશોર કદમ, જસ્ટિસ ઈંદ્રાણીની ભૂમિકામાં કૃતિકા દેસાઈ તથા કરપ્ટ પોલીસ અધિકારી બનેલા કલાકારે સારું પર્ફોર્મન્સ આપ્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી