ફિલ્મ રિવ્યૂ / સેટેલાઈટ શંકરઃ જન્મ તથા કર્મભૂમિની વચ્ચે સૈનિકની ઈમોશનલ જર્ની

film review of Satellite Shankar
X
film review of Satellite Shankar

Divyabhaskar.com

Nov 08, 2019, 07:07 PM IST

દરેક સૈનિકના ખભા પર માતા તથા ધરતીમાતાની વચ્ચે કોઈ એકને પસંદ કરવાની ઘણી જ મોટી જવાબદારી રહેલી હોય છે. સૈનિક તરીકે તેની પહેલી ફરજ દેશવાસીઓની સેવા તથા સુરક્ષા સુનિશ્ચિત કરવાની હોય છે. ડિરેક્ટર ઈરફાન કમાલે નાયક સેટેલાઈટ શંકરની વાર્તા દ્વારા જન્મ તથા કર્મભૂમિને વધુ પ્રેમ તથા સન્માન આપવાની લાગણી જન્માવી છે. આખી ફિલ્મ દરમિયાન સૂરજ પંચોલીનું પાત્ર તથા મેસેજ આપવાની રીત દર્શકોના દિલો દિમાગ પર અસર જન્માવે છે. 
 

ફિલ્મ રિવ્યૂ સેટેલાઈટ શંકર
રેટિંગ 3.5/5
સ્ટાર-કાસ્ટ સૂરજ પંચોલી, મેઘા આકાશ, પાલોમી ઘોષ
ડિરેક્ટર ઈરફાન કમાલ
પ્રોડ્યૂસર મુરાદ ખેતાની, અશ્વિન વરદે
સંગીત મિથુન, રોચક કોહલી, તનિષ્ક બાગચી, સંદિપ શિરોડકર
જોનર એક્શન ડ્રામા

કેવી છે ફિલ્મ?

કારગિલમાં રહેલા નાયકને તેના સાથી સૈનિકો સેટેલાઈટ શંકર (સૂરજ પંચોલી) કહીને બોલાવે છે. તે ઘણો જ ગમતીલો વ્યક્તિ છે. તેના દિલમાં દેશભક્તિ તથા દેશસેવા સિવાય કંઈજ નથી. તે સાઉથ ઈન્ડિયન છે. આઠ દિવસની રજા લઈને તે કારગિલથી સાઉથ ઈન્ડિયા ટ્રેનમાં રવાના થાય છે. રસ્તામાં પેસેન્જર, જાણીતા વીડિયો બ્લોગર આર્મીના સાથી પરિવાર તથા અજાણ્યા લોકોની મદદ કરવાને કારણે શંકર પોતે મુસીબતમાં સપડાઈ જાય છે. આ બધું તે જાણી જોઈને નહીં પરંતુ સેવાના ભાવથી કરતો હોય છે. અલબત્ત, તે લોકો પાસેથી પોતાની સેવાને બદલે કંઈ જ ઈચ્છતો નથી. તેના સારા કામનો બદલો દેશવાસીઓ તેને કેવી રીતે આપે છે અને આઠ દિવસ બાદ તેને કેવી રીતે આર્મી બેઝ પહોંચાડે છે, તેના પર આખી ફિલ્મ છે. 

ફિલ્મનું રાઈટિંગ સારું છે. બેકગ્રાઉન્ડ સ્કોર, સિનેમેટોગ્રાફી તથા એડિટિંગને કારણે વાર્તા એકદમ શાર્પ બની છે. ફિલ્મના અંદાજને સ્લાઈસ ઓફ લાઈફ રાખવામાં આવ્યો છે. સૂરજે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. વીડિયો બ્લોગરના રોલમાં પાલોમી ઘોષ તથા હિરોઈન મેઘા આકાશે પોતાના પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે. 

ફિલ્મની સુંદરતા એ છે કે તે કોઈ પ્રવચન આપતી નથી. પાત્રો સાથે ઘટતી ઘટનાઓ સહજ રીતે બને છે અને તેમાંથી મેસેજ મળે છે. કાશ્મીરમાં પથ્થરબાજો તથા આર્મી વચ્ચેની નાનકડી સીક્વન્સ સત્તાના એજન્ડાનું તુષ્ટીકરણ કરે છે. ભાવનાત્મક રીતે ફિલ્મ થોડું મેનિપ્યુલેટ કરે છે. ગ્રાઉન્ડ ઝીરો પર રહેલા સૈનિકોની પાયાની જરૂરિયાતને અવગણવામાં આવે છે અને સામાન્ય રીતે દેશભક્તિનું નામ આપીને તેને ગંભીર ગણવામાં આવતું નથી. ફિલ્મના અનેક પ્રસંગો આંખમાંથી આંસુ લાવી દે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી