ફિલ્મ રિવ્યૂ / ‘ખાનદાની શફાખાના’ મનોરંજન નહીં પણ માથું દુખાડે છે, મામાજીની દવાઓના નામ પર મામૂ બનાવ્યા

film review of Khandaani Shafakhana
X
film review of Khandaani Shafakhana

Divyabhaskar.com

Aug 02, 2019, 04:49 PM IST
ફિલ્મ રિવ્યૂ ખાનદાની શફાખાના
રેટિંગ 2/5
સ્ટાર-કાસ્ટ સોનાક્ષી સિંહા, વરુણ શર્મા, બાદશાહ, અનુ કપૂર, કુલભૂષણ ખરબંદા
ડિરેક્ટર શિલ્પી દાસગુપ્તા
પ્રોડ્યૂસર ભૂષણ કુમાર, મહાવીર જૈન
સંગીત તનિષ્ક બાગચી, રોચક કોહલી, બાદશાહ, પાયલ દેવ
જોનર કોમેડી ડ્રામા

‘વિકી ડોનર’ રિલીઝ થઈ ત્યારબાદથી જ બોલિવૂડના મેકર્સ ઘેટાંની જેમ ચાલી નીકળ્યા છે કે ઓડિયન્સને ટેબૂ ટોપિકવાળી ફિલ્મ્સ ગમે છે. જેને કારણે એક જ જેવા ટોપિક પર ફિલ્મ્સ બનાવવામાં આવી રહી છે. સુભાષ ઘાઈની ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલી શિલ્પી દાસ ગુપ્તાએ ‘ખાનદાની શફાખાના’ બનાવી છે. આ ફિલ્મની વન લાઈનર તો રસપ્રદ છે પરંતુ તેને ફિલ્મી પડદે ઉતારતા ફિલ્મ કંટાળાજનક, સુસ્ત તથા અસહ્ય બની ગઈ.

આ ફિલ્મ દ્વારા ગુપ્ત રોગ પર જાહેરમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનો હેતુ નાના શહેરોમાં પણ સેક્સ સમસ્યાઓના મુદ્દે જાગૃતત્તા તથા ચર્ચા થાય. આ માટે તો ફિલ્મમેકર તથા પૂરી ટીમની ઈચ્છા તથા હિંમતના વખાણ કરવા જોઈએ. જોકે, એક સારી ફિલ્મ બનવાને બદલે આ એક કંટાળાજનક તથા બેઅસર ફિલ્મ બનીને રહી ગઈ.

કેવી છે સોનાક્ષી સિંહાની ‘ખાનદાની શફાખાના’?

ફિલ્મની વાર્તા પંજાબના હોશિયારપુર વિસ્તાર પર આધારિત છે. અહીંયા મામાજી (કુલભૂષણ ખરબંદા) ગુપ્ત રોગોની સારવાર માટે ખાનદાની શફાખાન નામથી એક ક્લિનિક ચલાવે છે. તેઓ યુનાની પદ્ધિતિથી સારવાર કરનાર કોલેજના સભ્ય પણ છે. તેમને તેમના સમયમાં સેક્સ સમસ્યાઓ પર પરિવાર તથા વર્ક પ્લેસ પર ખુલ્લા મને ચર્ચા કરવાની તક ક્યારેય મળી નહોતી. આટલું જ નહીં તેમની નાની પૌત્રી આગળ પણ તેઓ આ બધા મુદ્દા સમજાવી શકે, તેટલો હક પણ તેમને નથી. તેમના નિધન બાદ ક્લિનિક તેમની પૌત્રી બોબી બેદી (સોનાક્ષી સિંહા)ના નામે થઈ જાય છે. તે છ મહિના સુધી આ ક્લિનિક ચલાવે ત્યાર બાદ જ વેચી શકે છે. ક્લિનિકની આસપાસના દુકાનદારો તથા અન્ય લોકો બોબી પર નારાજ થાય છે. ત્યાં સુધી કે બોબીની માતા (નાદિરા બબ્બર) પણ દીકરી સાથેના સંબંધો તોડી નાખે છે. જોકે, આ સમય દરમિયાન બોબીને ક્લિનિકની બાજુમાં લીંબુ-સોડા વેચતો યુવક (પ્રિયાંશ જોરા), વકીલ ટાગરા (અનુ કપૂર) તથા ભાઈ ભૂષિત (વરુણ શર્મા)નો સાથ મળે છે. તેને જાણીતો રૈપર ગબરુ ઘટૈક (બાદશાહ) પણ સાથ આપે છે. તે મામાજીનો નિયમિત દર્દી હતો. મામાજીના નિધન બાદ બોબી તેને દવાઓ આપતી હોય છે.

ગુપ્તરોગ પર ચર્ચાનો વિરોધ કરનારાઓની પોતાની દલીલ છે. તેઓ માને છે કે આમ કરવાથી આજની જનરેશન ખોટા રસ્તે જઈ શકે છે. શિલ્પીદાસ ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે વાર્તામાં આ બીમારીઓની મેડિકલ સારવાર પર ફોક્સ કરશે નહીં. તેનો હેતુ ગુપ્ત રોગો પર સમાજ તથા પરિવારમાં ચર્ચા થાય તે છે. કમનસીબે સારા હેતુ માટે બનેલી આ ફિલ્મ સારી બની શકી નહીં. શિલ્પી ના તો ઈન્ટરરેસ્ટિંગ પાત્રો બનાવી શકી અને ના તો દર્શકોને જકડી રાખવામાં સફળ થઈ.

નબળું રાઈટિંગ હોવાને કારણે ફિલ્મ દર્શકોને હસાવવામાં પણ નિષ્ફળ રહી છે. આ પ્રકારના સબ્જેક્ટમાં હ્યુમર ઘણું જ મહત્ત્વનું હોય છે. જોકે, આ ફિલ્મ ડાયલોગ તથા સ્ક્રિપ્ટ બંને જગ્યાએ નબળી સાબિત થઈ છે. એક્ટિંગની વાત કરીએ તો વરુણ શર્માના વાળ પાછળથી જરા લાંબા રાખવામાં આવ્યા છે પરંતુ તે ‘ફૂકરે’વાળા ચૂચામાંથી બહાર નીકળી શક્યો નથી. વકીલ ટાગરાના રોલમાં અનુ કપૂર ‘વિકી ડોનર’વાળા ડો. ચઢ્ઢા જેવા જ લાગે છે. કોર્ટરૂમ ડ્રામામાં ‘જોલી એલએલબી 2’ના વકીલની યાદ અપાવી જાય છે. સોનાક્ષી સિંહાએ આ રોલ માટે વજન ઉતાર્યું અને તે ફિલ્મમાં ઘણી જ સુંદર લાગે છે. જોકે, તેની એક્ટિંગ પ્રભાવશાળી નહોતી. નાદિરા બબ્બર ફિલ્મમાં દીકરી પર નારાજ હોય છે પરંતુ આ નારાજગી ચહેરા તથા બૉડી લેંગ્વેજમાં ક્યાંય જોવા મળતી નથી. ફિલ્મનો હિરો લીંબુ સોડા વેચતો પ્રિયાંશ છે. જોકે, સોનાક્ષી તથા પ્રિયાંશની કેમિસ્ટ્રી પણ ફિલ્મમાં ખાસ જોવા મળી નથી. કુલભૂષણ ખરબંદા પોતાના જૂના અંદાજમાં જ જોવા મળ્યાં છે. હાસ્યાસ્પદ તો યુનાની દવા રિસર્ચના ટીમના સભ્ય તરીકે લાગતા હતાં. તેમનું પાત્ર ફિલ્મમાં 20 વર્ષની સફર ખેડે છે પરંતુ લુક તથા અવાજ તો એવો ને એવો જ છે. FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા) પાસઆઉટ શિલ્પીથી આ ભૂલ કેવી રીતે થઈ ગઈ? જોકે, તેણે પંજાબી લોકોના મિજાજને યોગ્ય રીતે લીધો છે. બાદશાહ ફિલ્મમાં ખાસ કમાલ કરી શક્યો નહી. ટૂંકમાં મામાજીની દવાઓના નામે દર્શકોને મામૂ બનાવવામાં આવ્યા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી