ફિલ્મ રિવ્યૂ / એવરેજ એક્ટિંગ અને નબળી વાર્તા ‘અર્જુન પટિયાલા’ને ફિક્કી બનાવે છે

film review of arjun patiala
X
film review of arjun patiala

Divyabhaskar.com

Jul 26, 2019, 03:54 PM IST
ફિલ્મ રિવ્યૂ અર્જુન પટિયાલા
રેટિંગ 2/5
સ્ટાર-કાસ્ટ દિલજીત દોસાંજ, ક્રિતિ સેનન, વરુણ શર્મા, રોનિત રોય, સીમા પાહવા
ડિરેક્ટર રોહિત જુગરાજ
પ્રોડ્યૂસર દિનેશ વિઝન, ભૂષણ કુમાર
સંગીત સચિન જીગર, ગુરુ રંધાવા, આકાશ ડી
જોનર એક્શન કોમેડી

‘અર્જુન પટિયાલા’ના જોનર અંગે શરૂથી જ એમ કહેવામાં આવતું હતું કે આ એક એવી કોમેડી ફિલ્મ છે, જેમાં પાત્રો પોતાની જ મજાક ઉડાવતા જોવા મળશે. લાઉડ કોમેડી કહીને રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મ પોતાની રમૂજ તથા નેરેટિવથી દર્શકોને કન્વિન્સ કરી શકી નહીં.

ફિલ્મ રિવ્યૂ

1. ફિલ્મની વાર્તા

ફિલ્મની શરૂઆત બે પાત્રો એક મસાલેદાર ફિલ્મ બનાવવાના કેમ્પેઈનથી થાય છે. આ ફિલ્મની વાર્તા જૂડો ચેમ્પિયન અર્જુન પટિયાલા (દલજીત દોસાંજ)ના પ્રેમ તથા કથિત ઉપલબ્ધિઓ હાંસલ કરવાની સફર પર આધારિત છે. સ્પોર્ટ્સ રિઝર્વેશન હેઠળ અર્જુનની પસંદગી પંજાબ પોલીસમાં થાય છે. તેના ગુરુ ડીસીપી ગિલ (રોનિત રોય) છે. બંનેનું પોસ્ટિંગ ફિરોઝપુર જિલ્લામાં થાય છે. બંનેનો હેતુ જિલ્લાને ક્રાઈમ ફ્રી કરવાનો છે. આ કામમાં અર્જુનની મદદ તેનો મિત્ર તથા રેંકમાં તેનો જુનિયર મુંશી ઓનિડ્ડા સિંહ (વરુણ શર્મા) તથા રિપોર્ટર અને પ્રેમિકા ઋતુ રંધાવા (ક્રિતિ સેનન) કરે છે. જિલ્લાના ગુંડાઓ બલદેવ રાના અને દિલબાગ સિંહ છે. તેઓ ઈનડાયરેક્ટ રીતે ત્યાંની એમએલએ તથા ઋતુની બોસ અને ન્યૂઝ ચેનલ સંચાલક સાથે જોડાયેલા છે. અર્જુન તથા ડીસીપી ગિલ જીલ્લામાં ગુનાઓ ના થાય તે માટે જે રીત અપનાવે છે, તે જોઈને હસવું નહીં પણ ચીડ ચઢે છે.

2. પટકથા, સંવાદો, વાર્તા નબળી

કમનસીબે ટિપિકલ મસાલેદાર ફિલ્મને કોમેડી બનાવવાનો પ્રયાસ કરતાં આ ફિલ્મ એકદમ પીટાઈ ગઈ છે. ‘સ્ત્રી’ તથા ‘લુકાછિપી’ની સફળતા બાદ દિનેશ વિઝને આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. તેમણે આ ફિલ્મની પટકથા તથા સંવાદ ‘પિંક’, ‘કહાની’ તથા ‘એરલિફ્ટ’ જેવી ઈન્ટેન્સ વાર્તાઓ લખી ચૂકેલા રિતેશ શાહ પાસે લખાવ્યા છે. રિતેશ તથા ડિરેક્ટર રોહિત જુગરાજે મસાલા ફિલ્મ્સની ફોર્મ્યુલામાં કોમેડી કરવાનો પ્રયાસ કર્યો છે. આમ તો આ કોન્સેપ્ટ એકદમ નવો હતો પરંતુ કોમેડી થઈ જ નહીં.  એવું નથી કે એક લાઉડ કોમેડી ફિલ્મ સારી ના બની શકે. આ પહેલાં ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘ગોલમાલ 4’ તથા ‘ટોટલ ધમાલ’ ચાહકોને પસંદ આવી હતી. ‘અર્જુન પટિયાલા’માં ફિલ્મની વાર્તા, પટકથા તથા સંવાદો એકદમ જ નબળાં છે. પંજાબ પોલીસનો મજાકભર્યો અંદાજ આ પહેલાં અનેક વાર બતાવવામાં આવ્યો છે પરંતુ અહીંયા તેમને ઘણી જ ખરાબ રીતે બતાવવામાં આવ્યા છે.

3. એક્ટિંગ

ફિલ્મમાં સારા કલાકારો તો લેવામાં આવ્યા છે પરંતુ દિલજીત દોસાંજ, ક્રિતિ સેનન, રોનિત રોય, વરુણ શર્માએ ઠીક-ઠાક કામ કર્યું છે. ફિલ્મની અંદર ફિલ્મની વાર્તા જે ડિરેક્ટર સંભળાવે છે, તે ‘સ્ત્રી’ ફૅમ અભિષેક બેનર્જી અને પ્રોડ્યૂસર પંકજ ત્રિપાઠી છે. ભ્રષ્ટ એમએલએ બનેલી સીમા પાહવા તથા મુખ્ય વિલન જીશાન અયૂબ છે. જીશાને આ પહેલાં ‘નો વન કિલ્ડ જેસિકા’માં દમદાર વિલનનું પાત્ર ભજવ્યું હતું. અહીંયા પણ તેણે પોતાના કેરેક્ટરને પૂરતો ન્યાય આપ્યો છે.

4. ના જોવો તો પણ ચાલે

સંગીત, કેમેરાવર્ક, એડિટિંગ તથા કોસ્ચ્યુમ વગેરે પણ સામાન્ય છે. એક પ્રયોગવાદી ફિલ્મ પોટેન્શિયલ ફિલ્મ બની શકતી હતી પરંતુ નબળું રાઈટિંગ, એવરેજ એક્ટિંગને કારણે ફિલ્મ સાવ જ બકવાસ બની છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી