ફિલ્મ રિવ્યૂ / લવ આજ કલઃ બે યુગોના પ્રેમના અંતરને સમજાવી શકી નહીં

film review love aaj kal

Divyabhaskar.com

Feb 14, 2020, 05:32 PM IST
ફિલ્મ રિવ્યૂ લવ આજ કલ
રેટિંગ 2/5
સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન, સારા અલી ખાન, રણદીપ હૂડા, આરુષિ શર્મા
ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી
પ્રોડ્યૂસર ઈમ્તિયાઝ અલી, દિનેશ વિજન
સંગીત પ્રીતમ
જોનર પ્રેમ-રોમાન્સ

પ્રેમ તથા રોમાન્સની વાર્તાઓ હંમેશાંથી સદાબહાર રહી છે. પછી ભલેને તે કોઈ પણ પ્લેટફોર્મ પર બતાવવામાં આવે કે સંભળાવવામાં આવે, દર્શકો કે શ્રોતા પ્રેમથી આ જોતા કે સાંભળતા હોય છે. વેલેન્ટાઈન ડે જેવા ખાસ પ્રસંગે લવસ્ટોરી સ્પેશિયલ બની જાય છે. વેલેન્ટાઈન ડે પર ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી ‘લવ આજ કલ’ લઈને આવ્યા છે. નામ પ્રમાણે જ આ ફિલ્મ 1990 તથા 2020 એમ બે ટાઈમ ઝોનમાં વહેંચાયેલી છે અને બે ટાઈમ ઝોનના પ્રેમની વાત કરે છે. બંને ટાઈમ ઝોનની વાર્તા એક સાથે ચાલે છે, જેને કારણે દર્શકો કન્ફ્યૂઝ થઈ જાય છે.

ફિલ્મની સ્ટોરી પ્રમાણે, ઝોઈ (સારા અલી ખાન) આજના સમયની મોર્ડનની યુવતી છે. તેની પ્રાથમિકતા કરિયર છે. તેના માટે છોકરાઓ સાથે મિત્રતા કરવી અને પ્રેમ-રોમાન્સ ટાઈમ પાસ છે. ઝોઈની મુલાકાત પ્રોગ્રામિંગ એન્જિનિયર વીર (કાર્તિક આર્યન) સાથે થાય છે. પહેલાં પ્રેમ તરીકે વીર પોતાના જીવનમાં ઝોઈને સ્પેશિયલ માને છે. જોકે, વીર તેને સ્પેશિયલ ગણાવીને તેની સાથે સંબંધો બાંધવાનો ઈનકાર કરે છે, આ વાત ઝોઈને પસંદ આવતી નથી અને તે સંબંધો તોડી નાખે છે. આમ છતાંય વીર સતત ઝોઈનો પીછો કરે છે. ઝોઈ જ્યાં કામ કરે છે, ત્યાં તે કામ કરવા લાગે છે. ઝોઈના બોસ રઘુ (રણદીપ હૂડા) હોય છે. રઘુ પોતાની લવ સ્ટોરી સંભળાવીને ઝોઈને એ વાતનો અહેસાસ કરાવવા માગે છે કે તેના માટે વીર ખાસ છે. આ બધાની વચ્ચે 1990ના સમયગાળાની લવસ્ટોરી પણ ચાલે છે. એક સાથે ચાલતી બે વાર્તાને દર્શકો સમજી શકતા નથી. આ સાથે જ તે મોટું કન્ફ્યૂઝન ક્રિએટ કરે છે.

ફિલ્મમાં કાર્તિક તથા સારાની વચ્ચે લવ મેકિંગ તથા કિસિંગ સીનથી લઈને એ બધું જ છે, જેને જોઈને દર્શકો થિયેટર સુધી આવે. જોકે, બે ટાઈમઝોનમાં ચાલતી વાર્તા અને નબળી પટકથાને કારણે આજ તથા કાલના પ્રેમ વચ્ચેનું અંતર સમજવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ ફિલ્મ કંટાળાજનક લાગે છે. 1990થી 2020 સુધીના સમયગાળામાં પ્રેમ-રોમાન્સ તથા લોકોના વિચારમાં ઘણો જ ફેરફાર આવ્યો છે, જે રિયલથી લઈ રીલ લાઈફમાં પણ જોવા મળે છે. જો આ ભેદને પણ સારી રીતે બતાવવામાં આવ્યો હોત ફિલ્મમાં ચાર ચાંદ લાગી જાત. ગીતોની વાત કરવામાં આવે તો સારા શબ્દો હોવા છતાંય ફિલ્મમાં કોઈ કનેક્શન જોડતા નથી.

કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો કાર્તિક આર્યન, સારા અલી ખાન તથા રણદીપનું કામ ઠીક છે. ફિલ્મમાં રણદીપના હિસ્સે વાર્તા કહેવાથી વિશેષ કંઈ કરવાનું આવ્યું નથી. આ સ્ટાર્સની તુલનામાં લીનાની ભૂમિકા ભજવનાર ન્યૂ કમર આરુષિ શર્માની એક્ટિંગ સારી લાગે છે. ઓછા ડાયલોગ હોવા છતાંય તેણે પાત્રને આબાદ રીતે ભજવ્યું છે.

સારા અલી ખાન તથા કાર્તિક આર્યનની કેમિસ્ટ્રી પસંદ હોય તો આ ફિલ્મ એક વાર જોઈ શકાય.

X
film review love aaj kal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી