ફિલ્મ રિવ્યૂ / જબરીયા જોડી: બિહારના બેકગ્રાઉન્ડમાં પરાણે પંજાબી અને લખનવી અંદાજ ઘૂસાડ્યો હોય એવું લાગે છે

film review jabariya jodi
X
film review jabariya jodi

Divyabhaskar.com

Aug 09, 2019, 05:31 PM IST
રેટિંગ     2/5
સ્ટાર-કાસ્ટ     સિદ્ધાર્થ મલ્હોત્રા, પરિણીતી ચોપરા, અપારશક્તિ ખુરાના, જાવેદ જાફરી
ડિરેક્ટર      પ્રશાંત સિંહ
પ્રોડ્યૂસર     એકતા કપૂર, શોભા કપૂર, શૈલેષ આર સિંહ
સંગીત     તનિષ્ક બાગચી, વિશાલ મિશ્રા, સચેત પરમ્પરા
જોનર     રોમેન્ટિક કોમેડી એક્શન
ટાઈમ     2 કલાક 20 મિનિટ

બોલિવૂડ ડેસ્ક: અબ્રાહમ લિંકને કહ્યું હતું કે, ‘પહેલી ચૂંટણી હારવા માટે લડવી જોઈએ.’ ફિલ્મના રાઇટર સંજીવ કે ઝા, ડિરેક્ટર પ્રશાંત સિંહ, એડિશનલ ડાયલોગ રાઇટર રાજ શાંડિલ્ય અને નીરજ સિંહના કિસ્સામાં આવું જ થયું છે. ‘જબરીયા જોડી’ બિહારના માધોપુર વિસ્તારના બેકડ્રોપમાં સેટ છે અને સંજીવ, પ્રશાંત અને નીરજ પણ ત્યાંના જ છે. રાજ શાંડિલ્ય આ અગાઉ કપિલ શર્માના શોના રાઇટર હતા. પ્રશાંત સિંહ, આનંદ એલ રાયના આસિસ્ટન્ટ રહ્યા હતા અને નીરજ સિંહ એન્ડ વર્લ્ડ સાથે જોડાયેલા રહ્યા છે. કાબિલ ક્રિએટિવ લોકોની ટીમ હોવા છતાં 143 મિનિટની લાંબી આ ફિલ્મ કંઈ ખાસ ઉકાળી ન શકી.

‘જબરીયા જોડી’ની સ્ટોરી

ફિલ્મથી લાગે છે કે મેકર્સે ઓડિયન્સના ખાસ ગ્રુપને ધ્યાનમાં રાખીને ડાયલોગ, ડાયલેક્ટ અને ટેમ્પરામેન્ટ રાખ્યા છે. ‘દુનિયા ટીકી સિદ્ધાંતો પર હૈ’, ‘બિહાર એસી જગહ હૈ’, ‘જહાં આધે લોગો કો પતા હી નહીં કી ઉન્હેં ક્યા કરના હૈ’ જેવા વન લાઈનર્સ પંચ ઘણા અંતરે ટુકડા ટુકડામાં આવી હસાવે છે. પણ ફિલ્મનો કિરદાર, આખો માહોલ, જ્યાંથી છે તેને બતાવવામાં મેકર્સે પૂરતી કાળજી રાખી નથી.

ફિલ્મનું ગીત ‘જિલા હિલે’ એલી અવરામ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ચંદન રોય સાન્યાલ અને અન્ય સાથે લખનઉના રૂમી દરવાજા પર શૂટ થયું છે. તે આખી ફ્રેમમાં દેખાય પણ છે. તેમ છતાં ફિલ્મ બિહારમાં સેટ છે એ રીતે બતાવવામાં આવી છે. હીરો અભય સિંહનો પરિવાર જે હવેલીમાં રહે છે, તેને આ પહેલાં ઘણી ફિલ્મોમાં દેખાડવામાં આવી છે. ઓડિયન્સ કન્ફ્યુઝ થઇ જાય છે કે ફિલ્મ બિહારમાં છે કે યુપીમાં. હા, ફિલ્મની શરૂઆતમાં જે કિશોરાવસ્થામાં હીરો અને હિરોઈનનો તાડના વૃક્ષ પર લટકેલી માટી ફોડીને પાણી પીવાનો સિક્વન્સ છે તે બિહારનો લાગે છે.  

ફિલ્મની રિલીઝ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે સિદ્ધાર્થ અને પરિણીતીએ ડિક્શન પર ઘણી મહેનત કરી હતી. પરંતુ સ્ક્રીન પર તે જોવા મળી નથી સિવાય કે ‘વેલેઈન્ટાઇન’ને ‘ભેલેન્ટાઇન’ અને દરેક ‘ડ’ની જગ્યાએ ‘ર’ બોલવામાં. બીજી ચીટિંગ લોકેશન અને મ્યુઝિકમાં દેખાઈ છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું છે અને ડાન્સ, સોન્ગથી લઈને કપડાંમાં પંજાબની ફીલ છે. હીરો હિરોઈન જે રીતે લીટી ચોખા ખાય છે તેટલી સાવધાનીથી તો ફૂલ પણ ન તોડી શકાય. આવી જ ઝીણવટભરેલી નાની વાતો જે મોટી ભૂલ સાબિત થઇ અને ફિલ્મને પ્રામાણિક લાગવા દેતી નથી.

ફિલ્મ મૂળ તો બિહારમાં ગન પોઇન્ટ પર છોકરાઓના જબરદસ્તી લગ્ન કરવાની પ્રથા પર છે. દહેજના લાલચીઓનાં જબરદસ્તી લગ્ન કરાવવામાં આવે છે. ફિલ્મનો હીરો અભય સિંહ આ કામ કરતો હોય છે જેનું આગળ જઈને વિધાયક બનવાનું સપનું હોય છે. તેનો બાપ હુકુમ સિંહ તે વિસ્તારનો દબંગ નેતા હોય છે. તેની શાખ પર જ અભય સિંહ બાહુબલી બનીને ફરતો હોય છે. બાળપણમાં અભય સિંહને બબલી યાદવ સાથે પ્રેમ થઇ જાય છે પરંતુ બન્ને વિખુટા પડી જાય છે. બન્ને વર્ષો બાદ પટનામાં મળે છે. બબલીને ત્યાં સુધીમાં જેની જેની સાથે પ્રેમ થાય છે તે તેને દગો આપી દે છે. એક સંતો હોય છે જે બધી પરિસ્થિતિમાં તેનો ફ્રેન્ડ રહે છે. બબલીના પિતા દુનિયાલાલ છે જેની પોતાની દીકરી આગળ એક પણ ચાલતી નથી. 

સંતો અને દુનિયાલાલના કેરેકટર્સ ઘણા નબળા બનાવ્યા છે કારણકે તેમનું કામ માત્ર બબલીનાં લગ્ન કરાવવાનું જ છે. બીજી તરફ અભય સિંહના મિત્રનું કામ પણ એક જ છે- લગ્ન કરાવવાનું. બબલીને જેલ થાય છે, તેને અભય સિંહ જબરદસ્તી ઉઠાવી લઈ જાય છે. તેમ છતાં દુનિયાલાલ અને સંતો જરાપણ હેરાન થતા નથી. કરપ્ટ પોલીસવાળા સાથે તેમની મસ્તી ચાલતી રહેતી હોય છે. 

દુનિયાલાલ બનેલ સંજય મિશ્રા અને સંતોના રોલમાં અપારશક્તિ ખુરાનાને છોડીને સિદ્ધાર્થ, પરિણીતી સહિત બાકીના કેરેક્ટર્સ તેમના રોલમાં ફિટ થયા નથી. અભયની માતાના રોલમાં શિબા ચઢ્ઢાનું ટેલેન્ટ વેસ્ટ થયું છે. જાવેદ જાફરી પણ તેના કેરેક્ટરને પૂરું જસ્ટિસ આપી શકતો નથી.

ચોખ્ખું દેખાઈ આવે છે કે પ્રોપર અભ્યાસ હોવા છતાં એકાદ લાઈન અને અમુક વર્ડ્સ પર જ તેમની પકડ છે. બન્ને લીડ કેરેક્ટર્સને લાર્જર ધેન લાઈફ બનાવવાની કોશિશમાં બાકીના કેરેકટર્સ નજરઅંદાજ થયા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી