ફિલ્મ રિવ્યૂ / અક્ષય કુમારના કેરેક્ટર આસપાસ ફરતી સિતમગઢની સિતમ ગુજારતી કોમેડી ‘હાઉસફુલ 4’

Film review : Housefull 4

Divyabhaskar.com

Oct 26, 2019, 11:22 AM IST
રેટિંગ 2/5
સ્ટાર કાસ્ટ અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે
ડિરેક્ટર ફરહાદ સામજી
પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા
સંગીત સોહેલ સેન, ફરહાદ સામજી, સંદીપ શિરોડકર
જોનર કોમેડી
ટાઈમ 150 મિનિટ

બોલિવૂડ ડેસ્ક: ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝી ફોર્સ્ડ એટલે કે થોપી હોય એવી કોમેડીની કેટેગરીમાં આવે છે. ‘ગોલમાલ’ અને ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝી પણ એ જ લીગની ફિલ્મ છે. આવા પ્રકારની ફિલ્મોમાં ધડ માથા વગરની સ્ટોરી અને ઓવર ધ ટોપ એક્ટિંગ મેથડથી કલાકાર હસાવવાની કોશિશ કરે છે. આ બધું કરવા માટે પણ ઘણા એફર્ટની જરૂર પડે છે.

અમુક વાતો જે ફિલ્મના ફેવરમાં નથી

‘હાઉસફુલ 4’ પાસે આશા વધુ હતી. ‘ટોટલ ધમાલ’ની સરખામણીએ આમાં વીએફએક્સ પર વધારે ખર્ચ થયો હતો. સિતમગઢ, માધવગઢ જેવા કાલ્પનિક વિસ્તારમાં મહેલ અને હવેલીઓ મારફતે સ્ટોરી 600 વર્ષ પહેલાં જાય છે. ત્યારના માહોલને આબેહૂબ બતાવવા માટે સ્પેશિયલ ઇફેક્ટ્સવાળી ટીમની મહેનત દેખાઈ છે.

પ્રોબ્લેમ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગમાં થયો છે.ડિરેક્ટર ફરહાદ સામજીને રાઇટરની ફોજ મળી હતી. સાજીદ નડિયાદવાલાએ પુનર્જન્મના પ્લોટનું ચયન કર્યું. તાશા ભાંબ્રા, સારા બોડિનર, સાજીદ ખાન, સ્પર્શએ અતિરિક્ત સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ લખવામાં મદદ કરી. તેમના બધાથી ચૂક વનલાઇનર અને સંવાદો પર ફોકસ કરવાના કારણે થઇ ગઈ.

હિરોઈનને ઈમ્પ્રેસ કરવા માટે ઘણીવાર ટ્રાય કરી ચુકાયેલ નુસખા વાપરવામાં આવ્યા છે. પુનર્જન્મના પ્લોટમાં માત્ર એક ફ્રેશ ટ્વિસ્ટ સિવાય બાકી બધું સ્ટીરિયોટાઈપ છે. આના કારણે કોમેડી ઓફ એરર મોટેભાગે કોમેડી ઓફ કોમેડી ઓફ બ્લન્ડર બની ગયું છે. ફિલ્મમાં સુદીપ ચેટર્જીનું કેમેરાવર્ક, સ્પેશિયલ ઇફેક્ટ્સ અને હિરોઈનનું પ્રેઝન્ટેશન ઘણું અસરકારક છે.

નાયક હેરી લંડનમાં પોતાના ભાઈઓ રોય અને મેક્સ સાથે રહેતો હોય છે. ભૂલવાની આદતને કારણે ત્યાંના ગેંગસ્ટર માઈકલ ભાઈનો કરજદાર છે. તેનો વસૂલી ભાઈ મનોજ પાહવા છે. દેવું ઉતારવા માટે ત્રણેય ત્યાંના પૈસાદાર પિતા રંજીતની દીકરીઓને પટાવે છે. તેમનો ઈરાદો તેમની સાથે લગ્ન કરીને દેવું ભરપાઈ કરવાનો છે. તે બધા ડેસ્ટિનેશન વેડિંગ માટે સિતમગઢ આવે છે. ત્યાં આવીને તેમના પાછલા જન્મનો રાઝ ખુલે છે. તેનું કનેક્શન પાછલા જન્મમાં રાજકુમાર બાલાના કારસ્તાનો સાથે હોય છે. તેને કારણે પૂર્વ જન્મમાં રોય ઉર્ફે બાંગડુ, મેક્સ એટલે કે ધર્મપુત્રનો પ્રેમ અધૂરો રહી જાય છે.

ફિલ્મ આખી અક્ષય કુમારના કેરેક્ટર હેરી અને બાલા પર આધારિત છે. તેને રિતેશ દેશમુખ, બોબી દેઓલ સહીત કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડેનો સાથ મળ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો કેમિયો સારો છે. બાકીના કલાકારોએ પોતાના ભાગે આવેલ ડાયલોગ્સ મુજબ પોતાનું કામ આપ્યું.

X
Film review : Housefull 4
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી