ફિલ્મ રિવ્યૂ / ગુડ ન્યૂઝ: કોમેડી લવર્સ માટે ખરેખર ફિલ્મ ગુડ ન્યૂઝ જેવી છે, સ્ટોરી એવી કે હસતા હસતા પ્રેમ થઇ જશે

Film Review: Good Newwz
X
Film Review: Good Newwz

Divyabhaskar.com

Dec 27, 2019, 01:04 PM IST
રેટિંગ     4.5/5
સ્ટારકાસ્ટ   અક્ષય કુમાર, કરીના કપૂર, કિઆરા અડવાણી, દિલજિત દોસાંજ, આદિલ હુસૈન, ટિસ્ક ચોપડા
ડિરેક્ટર     રાજ મેહતા 
પ્રોડ્યૂસર    હીરૂ યશ જોહર, અરુણા ભાટિયા, કરણ જોહર, અપૂર્વા મેહતા, શશાંક ખૈતાન 
મ્યુઝિક     તનિષ્ક બાગચી, રોચક કોહલી, બાદશાહ, સુખબીર
જોનર     કોમેડી
ટાઈમ     133 મિનિટ

બોલિવૂડ ડેસ્ક: જ્યોતિ કપૂરે લખેલી અને રાજ મેહતાએ ડિરેક્ટ કરેલ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પોતાના ટાઇટલને જસ્ટિફાય કરે છે. તે લાફ્ટર, ખુશી, ઈમોશન અને વિચાર દરેકનું સ્માર્ટ અને ચોંટદાર પેકેજ છે. આ ઉચ્ચ કક્ષાની મનોરંજક ફિલ્મ બની છે જેને ઉત્કૃષ્ટ લખાણ અને એક્ટિંગનો સાથ મળ્યો છે. ‘વિકી ડોનર’ અને ‘બધાઈ હો’ બાદ આ એક વધુ મેડિકલ હ્યુમર છે જેને જોઈને હસતા હસતા પ્રેમ થઇ જાય છે. મેકર્સે અહીંયા મેસેજ અને મનોરંજનને અસરકારક રીતે મિક્સ કરીને આપી છે. 

આવી રીતે બત્રા ફેમિલીઝમાં ગુડ ન્યૂઝ આવે છે 

સ્ટોરી મુંબઈ અને ચંદીગઢના બત્રા કપલની છે. વરુણ (અક્ષય કુમાર) અને દીપ્તિ બત્રા (કરીના કપૂર) મુંબઈનાં છે. હની (દિલજિત દોસાંજ) અને મોનિકા બત્રા (કિઆરા અડવાણી) ચંદીગઢનાં છે. લગ્નનાં સાત વર્ષ બાદ પણ બંને કપલ નિઃસંતાન હોય છે. તેમના પર પરિવાર અને સમાજનું ઘણું પ્રેશર હોય છે વારસદાર આપવા માટે. ફાઈનલી તેઓ ડોક્ટર જોશી કપલ (આદિલ હુસૈન- ટિસ્ક ચોપડા)ને ત્યાં આઈવીએફ ટ્રીટમેન્ટ માટે જાય છે. પરંતુ બંનેની અટક બત્રા હોવાના કારણે સ્પર્મ બદલી જાય છે અને ત્યારબાદ તેમની જિંદગીમાં તોફાન આવે છે. વરુણ ગુસ્સે થઇ જાય છે. તેને કોઈ બીજાનું બાળક સ્વીકાર્ય ન હતું. ગર્ભવતી દીપ્તિને ગર્ભપાત કરવાના વિચાર આવી જાય છે પણ તેમને આવું કરતાં અટકાવવા હની અને મોનિકા ઘણી મહેનત કરે છે. અંતે તેમની ચારેયની લાઈફમાં શું થાય છે તેના પર આખી ફિલ્મ આધારિત છે.  

પ્રેગ્નન્સીને કેન્દ્રમાં રાખીને જ્યોતિ કપૂરે આ પહેલાં ‘બધાઈ હો’ લખી હતી. તે મોટી ઉંમરની મહિલાની પ્રેગ્નન્સીના ટેબૂ પર હતી. આ ફિલ્મમાં નિઃસંતાન કપલ પર સમાજનાં પ્રેશરનું ટેબૂ. ઋષભ શર્મા અને નવોદિત ડિરેક્ટર રાજ મેહતા સાથે જ્યોતિ કપૂરે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદથી લાફ્ટરનું પાવરપેક બનાવ્યું છે. બધા કેરેક્ટર હાજર જવાબી છે, જે ફિલ્મનો સ્ટ્રોંગ પોઇન્ટ છે. દરેક ડાયલોગ અને સ્થિતિ પેટ પકડીને હસાવે છે. આ કામ સૌથી અઘરું હોય છે પણ રાઇટર અને ડિરેક્ટરે આ કરીને બતાવ્યું છે. ખાસ કરીને દીપ્તિની માતા બનવાની બેચેની પર વરુણની તે વાતને લઈને ટસલ તમને હસવા અને વિચારવા પર મજબૂર કરે છે. શું એક મહિલા માતા બનીને જ સંપૂર્ણ થઇ શકે છે આ વાત વિચારવા પર મજબૂર કરે છે. જોકે, ફિલ્મ આ વિચારમાં ડીપ જવાને બદલે વરુણ અને દીપ્તિની જિંદગીમાં પરાણે દખલ કરી રહેલ હની અને મોનિકા પર કેન્દ્રિત છે. હની અને મોનિકાને કારણે દીપ્તિની જિંદગી એક રીતે હરામ થઇ જાય છે. આખી ફિલ્મ લાફ્ટરનો હેવી ડોઝ આપે છે.  

આ કેરેકટર્સને અક્ષય, કરીના, દિલજિત અને કિઆરાએ બખૂબી નિભાવ્યા છે. બધાએ એફર્ટલેસલી આ રોલ નિભાવ્યા છે. પડદા પર લાગે છે કે સાક્ષાત બત્રા ફેમિલીની જ ઝંડ લાઈફ જોઈએ અને ફીલ કરીએ છીએ. ડોક્ટર જોશી દંપતી તરીકે આદિલ હુસૈન અને ટિસ્ક ચોપડાએ પણ મસ્તીની પાઠશાળામાં બખૂબી ભાગ લીધો છે. ડાન્સમાં પણ બધા એક્ટર્સની એનર્જી સાતમા આસમાન પર લાગતી હતી. બધાની સ્ક્રીન પ્રેઝસન્સને સ્માર્ટ વેમાં પેકેજ કરવામાં આવી છે. તકેદારી સાથે કરવામાં આવેલ એડિટિંગથી ફિલ્મનું ફાઇનલ વર્ઝન ફ્લોલેસ બન્યું છે. ફિલ્મ ઇન્ટરવેલ પહેલાં અને પછી બંને ભાગમાં અસરકારક છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી