ફિલ્મ રિવ્યૂ / ‘છિછોરે’નો વિષય ઘણો જ જરૂરી પણ નબળા રાઈટિંગને કારણે ફિલ્મ બેસ્ટ ના બની શકે

bollywood film Chhichhore review
X
bollywood film Chhichhore review

Divyabhaskar.com

Sep 05, 2019, 02:27 PM IST

અમિત કર્ણ, મુંબઈઃ નિતેશ તિવારીએ ‘છિછોરે’ પહેલાં ‘દંગલ’, ‘ચિલ્લર પાર્ટી’ તથા ‘ભૂતનાથ રિટર્ન્સ’ જેવી ફિલ્મ્સ બનાવી છે. હવે, તેઓ ‘છિછોરે’ લઈને આવ્યા છે. આ ફિલ્મમાં જે વિષય ઉઠાવવામાં આવ્યો છે, તેને પ્રભાવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ તે દિલને સ્પર્શી શકતો નથી. વિષય બાળકોના મગજ પર રિઝલ્ટનું પ્રેશર રાખવાનો છે. બાળકો આ રિઝલ્ટના પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આજના સમયે મિત્રતા કેટલી મહત્ત્વની છે, તેમાં ઊંડે સુધી જવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ આ બંને મુદ્દે ઘડિયાળના લોલકની જેમ વર્તે છે.

ફિલ્મ રિવ્યૂ છિછોરે
રેટિંગ 3.5/5
સ્ટાર-કાસ્ટ શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂત, વરુણ શર્મા, પ્રતિક બબ્બર
ડિરેક્ટર નિતેશ તિવારી
પ્રોડ્યૂસર ફોક્સ સ્ટાર, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ
સંગીત પ્રીતમ
જોનર કોમેડી ડ્રામા

કેવી છે ‘છિછોરે’?

હિરો અનિરુદ્ધ પાઠક ઉર્ફે અન્નીના પુત્ર ગૌરવથી ફિલ્મ શરૂઆત થાય છે. ગૌરવ એન્જિનિયરિંગની તૈયારી કરે છે. તેના પિતા તેમના સમયમાં ટોપર હતાં અને તેની માતા પણ ટોપર હતી. ગૌરવ પેરેન્ટ્સની જેમ ટોપર રહેવા ઈચ્છે છે. તેને આનાથી ઓછું કંઈ જ મંજૂર નથી. પરિણામ તેની મરજી પ્રમાણેનું આવતું નથી અને તે એક આત્મઘાતી પગલું ઉઠાવી લે છે. તેને કારણે ગૌરવના પેરેન્ટ્સ અનિરુદ્ધ તથા માયા શું કરે છે, તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સફળ થવા પર જીવનમાં શું શું કરી શકાય છે અને તેનું પ્લાનિંગ દરેક પાસે છે. જોકે, સફળતા ના મળે તો નિષ્ફળતા મળે તો તેની કેવી રીતે હેન્ડલ કરવી, તેનું પણ પ્લાનિંગ હોવું જરૂરી છે. આ માટે નાયક અન્ની ફ્લેશબેકમાં જાય છે. 1992ના સમયમાં તે દેશની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લે છે. જોકે, તેને ત્યાં કોલેજના લૂઝર્સને આપવામાં આવેલી હોસ્ટલ ચારમાં રૂમમાં મળે છે. અહીંયા તેની મિત્રતા સેક્સા, બેવડા, મમ્મી, એસિડ તથા ડેરેક સાથે થાય છે. કોલેજના સારા છોકરાઓ હોસ્ટલ ત્રણમાં રહેતા હોય છે. અહીંયા રેગી તથા તેના મિત્રોની સામે અન્ની અને તેના મિત્રો લૂઝર હોય છે. પછી લૂઝર કેવી રીતે આગળ આવે છે, કોમ્પિટિશન જીતે છે, તે વાત કહેવામાં આવી છે. આ સમય દરમિયાન અનિરુદ્ધ કોલેજની સૌથી સુંદર યુવતી માયાના પ્રેમમાં પડે છે અને બંનેની લવ સ્ટોરી પણ બતાવવામાં આવી છે. હોસ્ટેલ લાઈફમાં બનેલી મિત્રતા કેટલી ગાઢ હોય છે, તે બતાવવામાં નિતેશ તિવારીએ કલાકારો પાસેથી સારું કામ લીધું છે.

અનિરુદ્ધની ભૂમિકામાં સુશાંત સિંહ તથા તેના મિત્રોમાં વરુણ શર્મા, તુષાર પાંડે, તાહિર રાજ ભસીન, સરસ શુક્લા તથા નવીન પોલિસેટ્ટી છે. વરુણ સેક્સાના રોલમાં છે. તુષાર મમ્મી બન્યો છે. તાહિર ડેરેકના રોલમાં છે. સરસ બેવડા તથા નવિન એસિડની ભૂમિકામાં છે. માયાનો રોલ શ્રદ્ધા કપૂરે પ્લે કર્યો છે. રેગીના રોલમાં પ્રતિક બબ્બર છે. આ ફિલ્મમાં હોસ્ટેલથી લઈને નોકરીમાં ફસાયેલા લોકોની લાઈફની વાત પણ ખરે છે. બંને અલગ ટાઈમ પીરિયડને કલાકારોએ ઘણો જ સારો ન્યાય આપ્યો છે. મેકમેન મેન તથા કોસ્ચ્યૂમ ડિપાર્ટમેન્ટની ટીમે સારું કામ કર્યું છે. ઉંમરલાયક થઈ ગયેલા પાત્રોનો તે રીતનો ગેટ-અપ સારી રીતે કરવામાં આવ્યો છે.

ફિલ્મનું રાઈટિંગ સારું નથી. જે વાતથી ફિલ્મની શરૂઆત થઈ હતી, તેમાં ઊંડાઈ નથી. શરૂઆત એ વાતથી થઈ હતી કે જીવનમાં જો નિષ્ફળતા મળે છે, તો તેને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. આ પોર્શનમાં રાઈટિંગ ટીમે યોગ્ય કામ કર્યું નથી. ફિલ્મ હોસ્ટેલ લાઈફની મસ્તી અને મિત્રતા વચ્ચે અટવાઈ જાય છે. એન્જિનિયરિંગ કોલેજમાં જઈને કલાકારો ભણવાને બદલે સ્પોર્ટ્સમાં પોતાને બેસ્ટ સાબિત કરવાના પ્રયાસમાં લાગી જાય છે. ફિલ્મે શરૂઆત જે વિષયથી કરી તેના પર વધુ કામ કરતી તો આ ફિલ્મ ‘તારે જમીન પર’ તથા ‘3 ઈડિયટ્સ’ કરતાં પણ સારી બની શકતી હોત. આ બંને ફિલ્મમાં એજ્યુકેશન તથા રિઝલ્ટના પ્રેશરની વાત કરવામાં આવી છે. ‘છિછોરે’ ફિલ્મ સારી છે પરંતુ બેસ્ટ બની શકી નથી. સંગીત પણ એવરેજ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી