ફિલ્મ રિવ્યૂ / મર્દાની 2: રેપિસ્તાન બનતી દુનિયામાં પોએટિક જસ્ટિસ

bollywood actress Rani Mukerji film mardaani 2 film reivew
X
bollywood actress Rani Mukerji film mardaani 2 film reivew

Divyabhaskar.com

Dec 14, 2019, 12:43 PM IST

ફિલ્મ રિવ્યૂ મર્દાની 2
રેટિંગ 3.5/5
સ્ટાર-કાસ્ટ રાની મુખર્જી, વિશાલ જેઠવા
ડિરેક્ટર ગોપી પુથરન
પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા
સંગીત જ્હોન સ્ટીવર્ટ
પ્રકાર એક્શન થ્રિલર

બોલિવૂડ ડેસ્ક: મહિલાઓ પર થતાં અત્યાચારમાં હિંદુસ્તાન રેપિસ્તાન બનવાની કગાર પર છે. એસિડ એટેકથી લઈ સેક્સ્યુઅલ એટેકમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા અપરાધોને ધ્યાનમાં રાખીને કોપ થ્રિલર જોનરની ફિલ્મ્સમાં પોએટિક જસ્ટિસ બતાવવામાં આવે છે. મેન લીડ અંતે રેપિસ્ટ્સને જાનથી મારી નાખે છે. આ એન્ડને દર્શકો પણ સ્વીકારી લે છે. આમ એટલા માટે થાય છે કે અદાલતોમાં ન્યાય ઘણો જ મોડો મળે છે અને તેને કારણે જનતાનો ન્યાય પરથી વિશ્વાસ ડગમગી ગયો છે. રેપ તથા મહિલાઓ પર થતી હિંસાને કેન્દ્રમાં રાખીને ‘મર્દાની 2’ બનાવવામાં આવી છે. નિર્ભયા કેસ બાદ સગીર અપરાધીઓને બાળ સુધાર કેન્દ્રમાં મોકલવાને બદલે તેમની સાથે પણ પુખ્ત અપરાધીઓ જેવો જ વ્યવહાર કરવામાં આવે તે વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. જોકે, ફિલ્મમાં આ મુદ્દે સ્ટેન્ડ લેવામાં આવ્યું નથી. સગીર વિલન સનીને (વિશાલ જેઠવા) દબંગ નેતાઓ મેરઠથી એક ખાસ હેતુ માટે બોલાવે છે. મેરઠ પણ ભારતના એ વિસ્તારમાં સામેલ છે, જ્યાંના લોકોમાં પુરુષપ્રધાન માનસિકતા વધુ પ્રમાણમાં જોવા મળે છે અને સ્ત્રીઓને પગની જૂતી સમજવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો સની ખૂંખાર સાયકો કિલર તથા યૌન અપરાધી છે. 

કેવી છે ફિલ્મ?

શિવાની શિવાજી રોય (રાની મુખર્જી) કોટા શહેરની એસપી છે. કોટા ભારતનું કોચિંગ સેન્ટર હબ છે. એન્જિનિયરિંગ, મેડિકલ તથા એમબીએની તૈયારીઓ માટે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે, આમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ સનીના ઈગોને હર્ટ કરે છે. આ વાતનો બદલો લેવા માટે સાયકો સની દુષ્કર્મ તથા નિર્મમતાથી હત્યાઓ કરે છે. સની પોતાને ઘણો જ શાતિર સમજે છે. સની, એસપી શિવાની શિવાજી રોયને પડકાર ફેંકે છે અને પછી શરૂ થાય છે પોલીસ અને અપરાધી વચ્ચે ઉંદર-બિલાડીની રમત. આ ફિલ્મ એવા સમયે આવી છે, જ્યારે આખા દેશમાં ડો. પ્રિયંકા રેડ્ડીને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેના અપરાધીઓનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે અને આને જનતાનું બહોળું સમર્થન મળ્યું છે. ફિલ્મમાં પણ આવો જ પોએટિક જસ્ટિસ છે. 

સગીર અપરાધીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો? સેક્સ ઓફેન્ડર્સના કારમા ઘાથી સમાજ અને પરિવારને કેવી રીતે છૂટકારો અપાવવો? ફિલ્મમાં આ વાતની સહેજ પણ ચર્ચા થતી નથી. શું એક સની કે હૈદરાબાદ દુષ્કર્મના અપરાધીઓના એન્કાઉન્ટરથી બધું જ ઠીક થઈ જશે? યૌન અપરાધો ઓછા થશે? સની જેવા કિશોરો કેમ સેક્સ ઓફેન્ડર બને છે? શું આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી? આ તમામ સવાલોના જવાબ ‘મર્દાની 2’માં મળતા નથી.

સનીના રોલમાં વિશાલ જેઠવાએ સુપર્બ કામ કર્યું છે. સ્ક્રિન પર તેના પાત્રને નફરતથી જોવામાં આવશે પરંતુ તેણે પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. શિવાની શિવાજી રોયના રોલમાં રાની મુખર્જીને વિશાલે બરોબરની ટક્કર આપી છે. ફિલ્મના અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. ફિલ્મના સીરિયસ ટોનને જાળવી રાખવા માટે એક પણ ગીત રાખવામાં આવ્યું નથી. ફિલ્મ તરત જ મુખ્ય મુદ્દા પર આવી જાય છે અને ફિલ્મની સ્પીડ સારી છે. ડિરેક્ટર ગોપી પુથરન સ્ક્રીનપ્લેમાં ફ્રેશનેસ લાવવામાં સફળ રહ્યાં છે. એડિટિંગ ટાઈટ છે. રાની મુખર્જીએ પણ પાત્રને આત્મસાત કર્યું છે. શિવાનીએ પોતાના ઈમોશનને કંટ્રોલમાં રાખ્યા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી