ફિલ્મ રિવ્યૂ / મેન્ટલ, મર્ડર તથા પ્રેમઃ તરંગી પાત્રો વચ્ચે રોમાન્સ તથા સંબંધોની વાત કરે છે ‘જજમેન્ટલ હૈં ક્યા’

bollywood actress Kangana Ranaut film Judgementall Hai Kya review
X
bollywood actress Kangana Ranaut film Judgementall Hai Kya review

Divyabhaskar.com

Jul 25, 2019, 05:35 PM IST
ફિલ્મ રિવ્યૂ જજમેન્ટલ હૈં ક્યા
રેટિંગ 3/5
સ્ટાર કાસ્ટ કંગના રનૌત, રાજકુમાર રાવ, જિમી શેરગીલ, અમાયરા દસ્તુર
ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદી
પ્રોડ્યૂસર એકતા કપૂર, શોભા કપૂર, શૈલેષ આર સિંહ
સંગીત તનિષ્ક બાગચી, રચિત અરોરા
જોનર સાયકોલોજીકલ બ્લેક કોમેડી

તરંગી લોકોની વચ્ચે રોમાન્સ તથા સંબંધોની વાત કરતી ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યા’માં દુનિયાને બે મેન્ટલ લોકોના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવે છે. રોમેન્ટિક તથા બ્લેક કોમેડી જોનરમાં તાજગી લાવવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

ફિલ્મ રિવ્યૂ

1. ફિલ્મની વાર્તા

ફિલ્મની લીડ એક્ટ્રેસ બોબી (કંગના)નું નાનપણ સંઘર્ષમાં પસાર થયું છે. તેના પિતા વાત વાત પર માતાને મારતા હતાં. એક અકસ્માતમાં બોબી પોતાના માતા-પિતાનું ખૂન કરી નાખે છે. તે દાદાજી સાથે મોટી થાય છે. બોબી શંકાશીલ બની જાય છે. વરુણ (હુસૈન દલાલ) તેનો એક્સ બોયફ્રેન્ડ છે અને બંને વચ્ચે ક્યારેય ટિપિકલ રોમાન્સ હતો જ નહીં. એક દિવસ બોબીના ઘરમાં કપલ કેશવ (રાજકુમાર ગુપ્તા) તથા રીમા (અમાયરા દસ્તુર) ભાડેથી રહેવા આવે છે. કેશવ તથા રીમાની લવસ્ટોરી જોઈને બોબીના મનમાં અલગ જ પ્રકારની લાગણી જન્મે છે. દર્શકોને લાગે છે કે બોબી, કેશવ પ્રત્યે આસક્ત બની ગઈ છે.

અચાનક જ એક દિવસ સિલિન્ડર ફાટવાને કારણે રીમાનું મોત થઈ જાય છે. બોબી, રીમાની હત્યાનો આરોપ કેશવ પર મૂકે છે. જોકે, પોલીસને આના કોઈ જ પુરાવા મળતા નથી અને કેશવ છૂટી જાય છે. હવે, વાર્તા બે વર્ષ બાદ લંડન પહોંચે છે. બોબીને તેના દાદાજીએ મામાની બહેન (અમૃતા પુરી) પાસે લંડન મોકલી હોય છે. બોબી વોઈસ ઓવર આર્ટિસ્ટ હોય છે અને તે થિયેટરમાં કામ કરવા લાગે છે. જોકે, અહીંયા પણ બોબીના જીવનમાં શાંતિ લખાયેલી નથી. મામાની બહેનના લગ્ન કેશવ સાથે જ થવાના હોય છે. કેશવ લંડનમાં શ્રવણ બનીને રહેતો હોય છે. ફરી એકવાર કેશવ તથા બોબી વચ્ચે એક રમત શરૂ થઈ જાય છે. બોબી જે વિચારી રહી છે તે હકીકત છે કે પછી તેના મનનો વહેમ? ફિલ્મ આના પર જ આગળ વધે છે.

3. સેકન્ડ હાફ કંટાળાજનક

બોબીને માનસિક બીમારી સાઈકોસિસ હોય છે. જેમાં વ્યક્તિ અસલી તથા ભ્રમ વચ્ચે ફરક કરી શકતો નથી. ફિલ્મના રાઈટર કનિકા ધિલ્લોન તથા ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદીએ એક્ટ્રેસની આ ખામીને ફિલ્મી થ્રિલર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ બોબી-વરુણના ઝઘડા તથા કેશવ-રીમાના સંબંધો પર આધારિત છે અને તેથી જ સ્પીડમાં પૂરો થઈ જાય છે. સેકન્ડ પાર્ટ ઘણો જ કંટાળાજનક લાગે છે. કેશવનું પાત્ર બરોબર રીતે ફિલ્મમાં સામે આવતું નથી અને તેથી જ આ ફિલ્મ વધુ સારી બનવાને બદલે માત્ર સારી બનીને રહી જાય છે.

4. સ્ટાર-કાસ્ટની એક્ટિંગ

સિનેમેટોગ્રાફી તથા કોસ્ચ્યુમ્સની વાત કરવામાં આવે તો તે તેની અસર ફિલ્મ પર જોવા મળે છે. બોબીના પાત્રમાં કંગના પોતાની એક્ટિંગને એક નવી જ ઊંચાઈ પર લઈ ગઈ છે. માનસિક રીતે બીમાર યુવતીઓના લક્ષણ તેણે આબેહૂબ રીતે રજૂ કર્યાં છે. દર્શકોને બોબીના પાત્ર પર દયા આવવાને બદલે ચીડ આવવા લાગે, તે હદે કંગનાએ આ પાત્રને ઈન્ટેન્સ બનાવ્યું છે. કેશવ બનતો રાજકુમાર રાવ ઈન્ટેન્સ તથા લાઉડ બન્યો નથી. તેણે આવું કેમ કર્યું? તેનો જવાબ રાઈટર-ડિરેક્ટર જ આપી શકે છે. જોકે, તેમ છતાંય રાજકુમાર રાવ તથા કંગનાએ એકબીજાને ટક્કર આપી છે. રીમાના રોલમાં અમાયારાની હાજરીથી સ્ક્રીન પર ફ્રેશનેસ આવે છે. વરુણ તરીકે હુસૈન દલાલે સારી કોમેડી કરી છે. બોબીની મામાની બહેનના રોલમાં અમૃતા પુરીએ કંઈ ખાસ કર્યું નથી.

5. ગીત-સંગીત સારું

રાઈટર કનિકા ધિલ્લોને વાર્તાને ઊંડાણમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અંત સુધી પહોંચવામાં ક્યાંક ગાફેલ થઈ ગયા છે. સેકન્ડ હાફમાં ઘણું જ કન્ફ્યૂઝન, ઉતાર-ચઢાવ તથા ‘રામાયણ’નો કારણ વગરનો ઉલ્લેખ જેવી બાબતોમાં ફિલ્મ ફસાઈ ગઈ છે. સેકન્ડ હાફને ફિલ્મના ગીત-સંગીત તથા કેમેરાવર્કથી નજર અંદાજ કરી શકાય છે. ‘રંગૂન’વાળા પંકજ કુમારે અહીંયા મુંબઈ, લંડન તથા પાત્રોના મનમાં ચાલતી શંકા-આશંકાને ઘણી જ સારી રીતે કેપ્ચર કરી છે. શીતલ શર્માએ કોસ્ચ્યુમને લઈ સારું કામ કર્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી