ફિલ્મ રિવ્યૂ / છપાકઃ સર્વસ્વ ગુમાવ્યા બાદ જીવનની એક નવી શરૂઆત

Bollywood actress deepika padukone film chhapaak review
X
Bollywood actress deepika padukone film chhapaak review

Divyabhaskar.com

Jan 09, 2020, 01:18 PM IST

અમિત કર્ણ, મુંબઈઃ ત્રીજા વિશ્વના દેશોમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે અહીંયા સ્ત્રીઓ પોતાની મરજી પ્રમાણે જીવી શકતી નથી. સામાજિક, રાજકીય, પારિવારિક તથા વ્યક્તિગત દરેક બાબતમાં ડર હોય છે. મહિલાઓ સતત ડરમાં જીવતી હોય છે કે ખબર નહીં ક્યારે કઈ દુર્ઘટનાનો શિકાર બની જશે અને જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ જશે. ‘છપાક’ એ જ દેશની વાત કહે છે, જ્યાં દુનિયામાં સૌથી વધુ એસિડ અટેક થાય છે. 

ફિલ્મ રિવ્યૂ છપાક
રેટિંગ 3.5/5
સ્ટાર-કાસ્ટ દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી
ડિરેક્ટર મેઘના ગુલઝાર
પ્રોડ્યૂસર દીપિકા પાદુકોણ, ફોક્સ સ્ટાર સ્ટૂડિયો
સંગીત શંકર અહેસાન લોય
જોનર ડ્રામા

કેવી છે દીપિકા પાદુકોણની ‘છપાક’?

ફિલ્મમાં 19 વર્ષીય હસમુખી અને સુંદર માલતીની વાત કરવામાં આવી છે. તે એવા માહોલમાંથી આવે છે, જ્યાં સપના જોવા જ ઘણી મોટી વાત છે. સભ્ય સમાજ પર કલંક સમાન એવા બશીર ખાન ઉર્ફે બબ્બુની નજર માલતી પર હોય છે. બબ્બુ પોતાના નાપાક ઈરાદાઓમાં સફળ થતો નથી અને તેને કારણે જ તે માલતી પર એસિડ હુમલો કરે છે. બબ્બુ પોતાના સંબંધી પરીવન શેખની મદદથી આ હુમલો કરે છે. પ્રાથમિક તપાસમાં આ હુમલાની શંકા માલતીના બોયફ્રેન્ડ રાજેશ પર કરવામાં આવે છે. માલતીના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હોય છે. જોકે, માલતીને તેના પિતાના માલિક શિરાઝ તથા વકીલ અર્ચનાની મદદ મળે છે. પત્રકારની નોકરી છોડીને અમોલ એસિડ અટેક સર્વાઈવર્સના હકની લડાઈ માટે એનજીઓ ચલાવે છે. માલતીને પોતાની સફરમાં અમોલનો ભરપૂર સાથ મળે છે. 

ફિલ્મની વાર્તા એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. લક્ષ્મીના જીવન તથા એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસોની જાણ દેશને ખબર છે. જોકે, સિસ્ટમે આજ સુધી આ મુદ્દે કોઈ કડક પગલાં ભર્યાં નથી. એસિડનું વેચાણ થઈ જ રહ્યું છે અને તેના પર પ્રતિબંધ નથી. તે પણ ત્યારે જ્યારે દેશમાં સૌથી વધુ પ્રમાણમાં એસિડ હુમલા થઈ રહ્યાં છે. 

આ ફિલ્મ અનેક રીતે ખાસ છે. આ સમાજના એવા સડા તરફ ઈશારો કરે છે, જેના પર સિસ્ટમ તરફથી ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી નથી. ઈશ્યૂ બેઝ ફિલ્મ માટે પડકાર એ વાતનો હોય છે કે ફિલ્મમાં ગંભીરતા તથા સનસની વચ્ચે બેલેન્સ કરવામાં આવે. 80ના દાયકામાં આ પ્રકારની ફિલ્મ્સને મેઈન સ્ટ્રીમના મેકર્સ તથા એક્ટર્સ-એક્ટ્રેસનો સાથ ઓછો મળતો હતો. જોકે, દીપિકાએ જાતે જ ઈશ્યૂ બેઝ ફિલ્મ બનાવી છે. ‘તલવાર’ તથા ‘રાઝી’ જેવી ફિલ્મ બનાવનાર મેઘના ગુલઝારે ફિલ્મનો ટેમ્પ્રામેન્ટનો સૂર ઊંચો રાખ્યો છે. તમામ પાત્રોને એક સેકન્ડ માટે મેલોડ્રામેટિક થવા દીધા નથી. એક પ્રોપર સોશિયલ જવાબદારી હેઠળ મેઘનાએ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ કામમાં તેને દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી, મધુરજીત સરઘી સહિતના કલાકારોનો સાથ મળ્યો છે. 

ફિલ્મમાં પાત્રો તથા ઘટનાક્રમને અતિ ઈમાનદારી સાથે બતાવવામાં આવ્યા છે. જોકે, ફિલ્મમેકર તરીકે આ વાત જરૂરી હતી પરંતુ તેને કારણે ફિલ્મ એન્ગેજ કરવામાં સફળ થઈ નથી. ફિલ્મના ગીતો ગુલઝારે લખ્યા છે અને સંગીત શંકર અહેસાન લોયનું છે. અલબત્ત, સંગીત દિલમાં ઊંડે સુધી ઉતરતું નથી. માલતીના રોલમાં દીપિકાનો પ્રયાસ ઝનૂની લાગ્યો. અમોલની વિપરીત પરિસ્થિતિઓ પ્રત્યેની ખીજ વિક્રાંતે બખૂબી રજૂ કરી છે. વકીલ અર્ચનાના રોલમાં મધુરજીત સરઘીએ જીવ રેડી દીધો છે. ફિલ્મમાં અસલ જીવનમાં એસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓએ કામ કર્યું છે. સ્ક્રિપ્ટ જરૂર કરતાં વધુ રિયાલિસ્ટક છે, જેને કારણે પાત્રોનું દર્દ તથા સંઘર્ષ ફીલ થતાં નથી. જેવી રીતે અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે’ હતી, તેવી જ રીતે દીપિકાની ‘છપાક’ જોવી જોઈએ. આ પ્રકારની ફિલ્મને રેગ્યુલર ફિલ્મ તરીકે નહીં પરંતુ એક ડોક્યુમેન્ટ તરીકે જોવી જોઈએ.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી