ફિલ્મ રિવ્યૂ / સૈફ અલી ખાનની ‘લાલ કપ્તાન’: ‘લાલ’ નહીં પરંતુ જંજાળનો ‘કેપ્ટન’ છે

bollywood actor saif ali khan film Laal Kaptaan Movie Review
X
bollywood actor saif ali khan film Laal Kaptaan Movie Review

Divyabhaskar.com

Oct 18, 2019, 06:38 PM IST
સૈફ અલી ખાન એવા કલાકારોમાં સામેલ છે, જેની ટેલેન્ટની સાથે મેકર્સ ન્યાય કરી શક્યા નથી. બે વર્ષ પહેલાં ‘રંગૂન’થી શરૂ થયેલો આ ક્રમ ‘કાલાકાંડી’ તથા ‘બાઝાર’ થઈને ‘લાલ કપ્તાન’ સુધી ચાલી રહ્યો છે. આ ત્રણેય ફિલ્મ્સના મેકર્સ જાણીતા હતાં. ‘લાલ કપ્તાન’ના ડિરેક્ટર નવદીપ સિંહ છે, જેમણે આ પહેલાં ‘મનોરમા સિક્સ ફીટ અન્ડર’ તથા ‘એનએચ 10’ જેવી ફિલ્મ્સ બનાવી હતી. ‘લાલ કપ્તાન’ નવદીપની એવી પહેલી ફિલ્મ છે, જેમાં તેના ક્રાફ્ટના વખાણ થઈ શકે તેમ નથી. 
ફિલ્મ રિવ્યૂ લાલ કપ્તાન
રેટિંગ 1.5/5
સ્ટાર-કાસ્ટ સૈફ અલી ખાન, માનવ વિજ
ડિરેક્ટર નવદીપ સિંહ
પ્રોડ્યૂસર્સ સુનીલ લુલ્લા, આનંદ એલ રાય
સંગીત સમીરા કોપીકર
જોનર એપિક એક્શન ડ્રામા

કેવી છે ફિલ્મ?

‘લાલ કપ્તાન’ 17મી સદીમાં બુંદેલખંડ, બક્સર, અવધ વગેરે બેકડ્રોપમાં છે. ત્યારે મુગલ શાસન અસ્ત થવાને આરે હતું અને અંગ્રેજોની સાથે સાથે મરાઠાઓ પણ ઉત્તર ભારતમાં પોતાનું પ્રભુત્વ જમાવવામાં પડ્યાં હતાં. નાયક નાગા સાધુ, લોકો તેને ગોસાઈ (સૈફ અલી ખાન) કહીને સંબોધિત કરતાં હતાં. તેની આંખોની સામે તેના રાજાનું (નીરજ કાબી) ખૂન થાય છે. સિપાહી રહમત ખાનની (માનવ વિજ) દગાખોરીને કારણે જ રાજાનું મોત થયું હોય છે. હવે, ગોસાઈ, રહમત ખાનને શોધે છે. આ સફર 20 વર્ષ સુધી બાંદા, બુંદેલખંડ અને યુપીના વિવિધ વિસ્તારોમાં ચાલે છે. આ કામ સરળ નથી. ગોસાઈનો દુશ્મન માત્ર રહમત ખાન જ નથી પરંતુ અંગ્રેજો પણ છે. આ કામમાં રહમત ખાનના ત્યાં કામ કરતી વિધવા (ઝોયા હુસૈન) ગોસાઈને મદદ કરે છે. 

‘લાલ કપ્તાન’નો પ્લોટ કાગળ પર દમદાર લાગે છે. 17મી સદીના ભારતના કિલ્લા, નાગા સાધુ, અંગ્રેજોની ટૂકડી તથા ત્યારના સામાજિક તાણાં-વાણાં વાળીને એક રસપ્રદ ફિલ્મ દર્શકો માટે બનાવી શકાય. જોકે, આ ફિલ્મ એકદમ સ્લો ચાલે છે. અનુરાગ કશ્યપ તથા ઈમ્તિયાઝ અલીની કેટલીક નબળી ફિલ્મ્સ જે રીતે ધીમી ચાલે છે, તેવી જ ગતિ નવદીપ સિંહની આ ફિલ્મમાં જોવા મળે છે. એ વાત સાચી કે જો પાત્રો ક્રૂર છે, તો નવદીપે એવાને એવા જ સ્ક્રીન પર બતાવ્યા છે. નવદીપે હિંસામાં અતિશયોક્તિ કરી નાખી છે. ગોસાઈ, અંગ્રેજો, રહમત ખાન જે બેરહેમીથી દુશ્મનોનો સફાયો કરે છે, તે વિઝ્યૂઅલ્સ ઘણાં જ ડિસ્ટર્બિંગ કરનારા છે. ગોસાઈને સતત શોધતા ટ્રેકર (દિપક ડોબરિયાલ) તથા લાલ પરી (વિભા રાણી) જેવા પાત્રો થોડાં રસપ્રદ છે. 

પર્ફોર્મન્સની વાત કરીએ તો સૈફ અલી ખાન તથા માનવ વિજે બેસ્ટ આપ્યું છે. તેમના પાત્રોને અસરકારક બનાવવામાં આઉટફિટથી લઈ સ્ક્રીન પ્રેઝેન્સે પણ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. બુંદેલખંડની ઉજ્જડ જમીન અને ત્યાંની આબોહવામાં ઘોળાયેલ મોત ફિલ્મના ટેક્સચર તથા ટોનને વધુ ઘેરો બનાવે છે. ફિલ્મના પટકથા તથા સંવાદો સાવ બકવાસ છે. પાત્રોને બિલ્ટ અપ કરવામાં ઘણો જ સમય લીધો છે. ફિલ્મ એક પણ જગ્યાએ જકડી રાખતી નથી. આખી ફિલ્મમાં ગોસાઈનો બદલો જ છવાયેલો રહે છે. આ બધું જ જંજાળ જેવું લાગે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી