ફિલ્મ રિવ્યૂ / ‘બાલા’માં સમાજને અરીસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

Ayushmann Khurrana film bala review
X
Ayushmann Khurrana film bala review

Divyabhaskar.com

Nov 08, 2019, 06:20 PM IST

ગળાકાપ સ્પર્ધા તથા અલગ-અલગ દુઃખોની વચ્ચે માણસ એટલો દુઃખી નથી, જેટલો સમાજ દ્વારા દુનિયાને જોવાના દ્રષ્ટિકોણથી છે. અહીંયા વ્યક્તિની કુશળતા કરતાં તેના દેખાવને મહત્ત્વ આપવામાં આવે છે. આ ફિલ્મમાં આ મુદ્દે વાત કરવામાં આવી છે. 

ફિલ્મ રિવ્યૂ બાલા
રેટિંગ 4/5
સ્ટાર-કાસ્ટ આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, યામી ગૌતમ
ડિરેક્ટર અમર કૌશિક
પ્રોડ્યૂસર દિનેશ વિજન
સંગીત સચિન-જીગર
જોનર કોમેડી

કેવી છે ફિલ્મ?

નાયક બાલમુકુંદ શુક્લાના (આયુષ્માન) ભરયુવાનીમાં વાળ જતા રહ્યાં હોય છે. નાનપણમાં તેના વાળ ઘણાં સારા હતાં અને આ જ વાળને કારણે તેને બધા ઓળખતા હતાં. જોકે, હવે તે મજાકનું પાત્ર બની ગયો છે. માથે ટોપી ના હોય તો કોઈ તેની વાત સાંભળતું નથી. તે શાહરુખ ખાનથી લઈ અમિતાભ બચ્ચનની મિમિક્રી કરે છે પરંતુ કોઈ તેને ગંભીરતાથી લેતું નથી, પરિણામે તે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે. માથા પર વાળ ઉગાડવા માટે તેણે 200થી વધુ ઉપાયો અજમાવ્યા છે પરંતુ એક પણ કારગર નીવડ્યો નથી. જોકે, બાલમુકુંદની નાનપણની ફ્રેન્ડ લતિકા ત્રિવેદી (ભૂમિ પેડનેકર) ડાર્ક સ્કિનની હોવા છતાંય તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ છે અને તે એક વકીલ છે. તે બાલમુકુંદને સતત તેનું વલણ બદલવા માટે કહે છે પરંતુ બાલમુકુંદ એવો ને એવો જ રહે છે. પછી તેના જીવનમાં ટિક ટોક મોડલ પરી મિશ્રાની (યામી ગૌતમ) એન્ટ્રી થાય છે. પરી માટે લુક જ બધું હોય છે. લગ્ન બાદ કંઈક એવું થાય છે કે બાલમુકુંદનું જીવન ફરી ત્યાં ને ત્યાં આવી જાય છે. આગળ શું થાય છે? બાલમુકુંદ આ કોમ્પ્લેક્સમાંથી નીકળી શકે છે કે નહીં, તે માટે ફિલ્મ એકવાર જોવી પડશે. 

ફિલ્મ કાનપુરમાં સેટ છે. ત્યાંના માહોલને ઘણી જ સુંદર રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર તથા યામી ગૌતમે કમાલનું કામ કર્યું છે. ફિલ્મ જોયા બાદ ખ્યાલ જ ના આવે કે આમાંથી એક પણ પાત્ર આ પૃષ્ઠભૂમિ સાથે કોઈ જાતનો સંબંધ ધરાવતા નથી. સાથી કલાકારોમાં સીમા પાહવા, સૌરભ શુક્લા, સુનીત રજવર, જાવેદ જાફરી તથા અભિષેક બેનર્જીએ પણ સારું કામ કર્યું છે. આયુષ્માન ખુરાનાએ ફરી એકવાર મસ્ત પર્ફોર્મન્સ આપ્યું છે. સેલ્ફીને લઈ ક્રેઝી ટિક ટોક સ્ટાર પરી મિશ્રાની મનોદશાને યામી ગૌતમે બખૂબી બતાવી છે. 

પાવેલ ભટ્ટાચાર્યની વાર્તા પર અમર કૌશિકે સારી રીતે ડિરેક્શન કર્યું છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં કંઈ જ કહેવાપણું નથી. સેકન્ડ હાફમાં જ્યારે વાત લુક પર જજમેન્ટલ સમાજને અરીસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ડાયલોગ જોઈએ એટલા અસરકારક નથી. એક સીનમાં બાલમુકુંદ પોતાના વાળ ના હોવા માટે પિતાને જવાબદાર ઠેરવે છે અને તેમને અપમાનિત કરે છે અને જીન્સને દોષિત ગણાવે છે. પિતાની પાસે આનો કોઈ જવાબ નથી. પિતાની લાચારી તેમની નબળાઈ બતાવે છે. ઓવરઓલ ફિલ્મ ઘણી જ સારી છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી