ફિલ્મ રિવ્યૂ / ‘સબ કુશલ મંગલ’નો સબ્જેક્ટ સારો પરંતુ ફિલ્મમાં દમ નથી

Akshaye Khanna film Sab Kushal Mangal film review

Divyabhaskar.com

Jan 03, 2020, 03:40 PM IST
ફિલ્મ રિવ્યૂ સબ કુશલ મંગલ
રેટિંગ 2/5
સ્ટાર-કાસ્ટ અક્ષય ખન્ના, પ્રિયાંક શર્મા, રીવા કિશન, સતીશ કૌશિક, સુપ્રિયા પાઠક, રાકેશ બેદી
ડિરેક્ટર કરન વિશ્વનાથ કશ્યપ
પ્રોડ્યૂસર પ્રાચી નીતિન મનમોહન
સંગીત હર્ષિત સક્સેના
જોનર રોમેન્ટિક કોમેડી

વર્ષના પહેલાં શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘સબ કુશલ મંગલ’માં રવિ કિશનની દીકરી રીવા કિશન, પદ્મિની કોલ્હાપુરેનો દીકરો પ્રિયાંક શર્મા તથા ડિરેક્ટર કરન વિશ્વનાથ કશ્યપે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં બાબા ભંડારી (અક્ષય ખન્ના) એક સ્થાનિક નેતા અને ગુંડો છે. દહેજને કારણે જે યુવતીઓના લગ્ન થતાં નથી, તેમનો પરિવાર બાબા ભંડારીની શરણ લે છે. બાબા ભંડારી યુવકોનું અપહરણ કરીને આવી યુવતીઓ સાથે તેમના લગ્ન જબરજસ્તી કરાવી દે છે. આ વાતની જાણ જ્યારે સ્થાનિક ચેનલ રિપોર્ટર પપ્પુ મિશ્રાને (પ્રિયાંક શર્મા) થાય છે તો તે પોતાના પ્રોગ્રામ ‘મુસીબત ઓઢ લી મૈંને’માં આને લઈ સ્ટોરી કરે છે. આ વાત બાબા ભંડારીને પસંદ આવતી નથી. તે આનો બદલો લેવા પપ્પુના લગ્ન જબરજસ્તીથી મંદિરા શુક્લા (રીવા) સાથે કરાવવા માગે છે. જોકે, ફિલ્મમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે, જ્યારે બાબા ભંડારી તથા પપ્પુ બંને મંદિરાના દિવાના બની જાય છે. અંતે, મંદિરા કોની સાથે લગ્ન કરશે? તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મનો વિષય સારો છે પરંતુ ફિલ્મની વાર્તા ‘જબરિયા જોડી’ સાથે મળતી આવે છે. આ રોમેન્ટિક-કોમેડી જોનરની ફિલ્મ અક્ષય, પ્રિયાંક તથા રીવા પર ચાલે છે. થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવેલા પ્રિયાંક તથા રીવાએ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી છે પરંતુ એક્ટિંગ તથા પંચિગ ડાયલોગ ડિલિવરીમાં ક્યાંય ચૂક થઈ ગઈ હોય તેમ લાગે છે. રીવાની ડાન્સિંગ સ્કિલ્સ ઘણી જ સારી છે પરંતુ એક્ટિંગમાં સુધારાની જરૂર છે.

ફિલ્મમાં રોમેન્ટિક-કોમેડીમાં પંચિંગ ડાયલોગ ઓછા હોય તેમ લાગે છે અને બીજી બાજુ ખો-ખો, મ્યૂઝિકલ ચેર જેવી રમતો બતાવીને ફિલ્મને અલગ જ રસ્તે લઈ ગયા છે. અક્ષય ખન્ના ફિલ્મમાં બાબા ભંડારી બને છે પરંતુ તેના લુકમાં ખાસ ફેર લાગ્યો નહીં. રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ દર્શકોને ગામડાંની યાદ તાજી કરાવી દેશે. ફિલ્મમાં ટાઈટલ સોંગ સહિત છ ગીતો છે પરંતુ એક પણ ગીત યાદ રહી જાય તેવું નથી. ફિલ્મનો સબ્જેક્ટ સારો છે પરંતુ એક્ટિંગ, ગીત-સંગીત તથા સંવાદ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યા નથી.

X
Akshaye Khanna film Sab Kushal Mangal film review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી