જંગલી / એનિમલ લવર્સ માટે શ્રેષ્ઠ છે આ ફિલ્મ, વિદ્યુત જામવાલના એક્શન સીન્સ સુપરહિટ છે

Movie Review: Junglee
Critics:

divyabhaskar.com

Mar 29, 2019, 06:32 PM IST

સ્ટાર રેટિંગ: 3.5/5
સ્ટાર કાસ્ટ: વિદ્યુત જામવાલ, અતુલ કુલકર્ણી, પુજા સાવંત, આશા ભટ્ટ, અક્ષય ઓબેરોય
ડિરેક્ટર: ચક રસેલ
પ્રોડ્યુસર: વિનીત જૈન
જોનર: એક્શન

બોલિવુડ ડેસ્કઃ હોલિવૂડના ડિરેક્ટર ચક રસેલે આ ફિલ્મમાં બતાવ્યું છે કે માણસનો લોભ રોકાતો નથી અને તે કેવી રીતે હાથી જેવા પ્રાણીને ક્રૂર રીતે મારી નાંખે છે. આ ફિલ્મ એ હાથીઓ પર આધારિત છે જેઓ અત્યંત શાંતિ પસંદ કરે છે પરંતુ તે ત્યાં સુધી જ જ્યાં સુધી તમે તેમને છંછેડતા નથી. જો તમે તેમને પ્રેમ કરો છો તો બદલામાં તેઓ પણ તમને પ્રેમ આપશે.


આવી છે 'જંગલી'ની વાર્તા
ડો. રાજ નાયર (વિદ્યુત જામવાલ) મુંબઈમાં એક પશુ ચિકિત્સક છે. તે ઓડિશાના જંગલમાં પરત ફરવાનો ઇનકાર કરે છે જ્યાં તેના પિતા હાથી અભ્યારણ્યનું નિરીક્ષણ કરતા હોય છે. રાજ અને તેના પિતાનો સંબંધ તણાવપૂર્ણ હોય છે કારણ કે, રાજ તેની માતાના અકાળ મૃત્યુ માટે પિતાને અંશતઃ દોષિત માનતો હોય છે. ત્યારબાદ વાર્તામાં ટ્વિસ્ટ એવો આવે છે કે રાજ તેની માતાની 10મી જન્મજયંતિની પૂજામાં જોડાવા માટે જંગલમાં પાછા ફરવાનું નક્કી કરે છે. રાજ એક વિચિત્ર અને પ્રખર પત્રકાર મીરા (આશા ભટ) સાથે જાય છે. મીરા રાજના પિતાનો ઈન્ટરવ્યુ લેવાના આશયથી તેની સાથે જાય છે. ત્યાં રાજ તેના બાળપણના મિત્રો શેંકી (પૂજા સાવંત) અને ફોરેસ્ટ રેન્જર દેવ (અક્ષય ઓબેરોય)ને મળે છે. રાજ તેના બીજા મિત્રો, દીદી અને ભોલાને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે કે જે બે હાથી છે. તે આ બંને સાથે બાળપણથી ખાસ સંબંધ ધરાવે છે.


જંગલનું વિશ્વ મનમોહક બતાવ્યું છે
જંગલમાં બધું અયોગ્ય હોય છે. જંગલમાં પ્રવેશી રહેલા શિકારીઓ હાથીઓને મારી નાંખે છે. શિકારીઓની આગેવાની કૂટિયન (અતુલ કુલકર્ણી) દ્વારા કરવામાં આવે છે. તે ભોલાને તેના કિમતી દાંત માટે મારવા માગે છે. હવે તે રાજ ઉપર છે કે તે તેના મિત્રો અને પરિવારને આ જોખમમાં કેવી રીતે બહાર કાઢે છે. સિનેમેટોગ્રાફર (માર્ક ઇરવીન)ની મદદથી ડિરેક્ટર જંગલની એક રસપ્રદ અને મનમોહક વિશ્વ બનાવે છે. આ એક સરળ વાર્તા છે પરંતુ માનવ અને પ્રાણી વચ્ચેના સમીકરણ વિશે ઘણું કહી જાય છે. તેમાં દર્શાવાયું છે કે આપણે કેવી રીતે આપણા પર્યાવરણમાં પ્રાણીઓની રક્ષા કરવાની ફરજમાં નિષ્ફળ રહીએ છીએ. દિગ્દર્શકએ મહાન કામ કર્યું છે પરંતુ ઘણી જગ્યાએ ફિલ્મનું લેખન સેટ ન થતું હોય એવું લાગે છે. શેંકી, દેવ અને રાજની લવ સ્ટોરીને પણ સારી રીતે બતાવવામાં આવી નથી. એવું લાગે છે કે વાર્તા વચ્ચે ક્યાંક છૂટી ગઈ છે.


વિદ્યુત જામવાલના એક્શન સીન્સ છે સુપરહિટ
વિદ્યુત જામવાલ તેના રોલમાં પરફેક્ટ જામે છે. રોલમાં જે લાગણી બતાવવાની જરૂર હતી તેમાં તે સંપૂર્ણપણે ખરો નથી ઉતર્યો પણ તેની બોડી અને સ્ફૂર્તિ આ રોલમાં ફિટ બેસે છે. જ્યારે રાજ એક વખતમાં દસ ગુંડાઓ સાથે લડે છે તે એક્શન સીન જબરદસ્ત રીતે ફિલ્માવવામાં આવ્યો છે. એક્શન ડિરેક્ટર ચુંગ ચી લી અને પરવેઝ શેખે જામવાલની ક્ષમતાઓનો ઉત્તમ રીતે ઉપયોગ કર્યો છે. હાથીઓ સાથે તેની જુગલબંધી અદભૂત છે. તેને કૂદતાં અને પંચ મારતો જોવાનું પસંદ પડે એવું છે.


વિદ્યુત આગળ નિષ્ફળ બીજા કલાકાર
આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહેલી બે અભિનેત્રીઓ પૂજા સાવંત અને આશા ભટ્ટ એક્ટિંગમાં નિષ્ફળ ગયા છે. અતુલ કુલકર્ણીએ એક ક્રૂર શિકારી તરીકે રોલને ન્યાય આપ્યો છે. આ ફિલ્મ જુઓ કારણ કે, તે એક મહત્વપૂર્ણ મુદ્દા સાથે સંબંધિત છે, ખાસ કરીને જો તમે પ્રાણી પ્રેમી છો તો ચોક્કસ આ ફિલ્મ જોવી જોઇએ. બાળકોની કેટેગરીમાં આ ફિલ્મ ખૂબ સારી રીતે બંધબેસે છે.

X
Movie Review: Junglee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી