ફિલ્મ રિવ્યુ / ધીમી રોમેન્ટિક ફિલ્મમાં ન્યૂકમર્સની જોરદાર એક્ટિંગ પણ નબળો ક્લાઈમેક્સ

the-movie-review-of-zaheer-iqbal-pranutan-bhal-debut-movie-notebook
X
the-movie-review-of-zaheer-iqbal-pranutan-bhal-debut-movie-notebook

divyabhaskar.com

Mar 29, 2019, 04:02 PM IST

સ્ટાર રેટિંગ: 3.5/5
સ્ટાર કાસ્ટ: ઝહીર ઈકબાલ, પ્રનૂતન બહલ 
ડિરેક્ટર: નીતિન કક્ક્ડ 
પ્રોડ્યુસર: સલમાન ખાન, સલમા ખાન, મુરાદ ખેતાની, અશ્વિન વરદે 
ઝોનર: રોમાન્ટિક ડ્રામા  

બોલિવૂડ ડેસ્ક: નોટબુક ફિલ્મ સ્ક્રીન પર જૂના જમાનાના આકર્ષણથી ભરેલી એક પ્રેમ કવિતા જેવી છે.બોલિવૂડમાં સારી લવ સ્ટોરીની લાંબી રાહ જોયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નીતિન કક્કડની ફિલ્મ સાચે જ એક બદલાવ રૂપે આવી છે. 

આવી છે ફિલ્મ સ્ટોરી

1. આ કારણે ખાસ છે નોટબુકની સ્ટોરી

એક પૂર્વ સેના અધિકારી, કબીર (ઝહીર ઈકબાલ)ને પોતાના નિયંત્રણની બહારની પરિસ્થતિઓમાં જઈને કેટલાક બાળકોને હાઉસબોટ સ્કૂલમાં ભણાવવા જવા માટે મજબૂર કરવામાં આવે છે. આ સ્કૂલ શ્રીનગરથી ઘણી દૂર પરંતુ સુંદર લોકેશન પર આવેલી હોય છે. મનમોહક અને ક્યૂટ બાળકોની જોડે રહેવા છતાં કબીર એકલાપણાને મહસૂસ કરે છે. આ દરમ્યાન તે ફિરદૌસ(પ્રનૂતન બહલ)ના કોન્ટેક્ટમાં આવે છે. ફિરદૌસ સ્કૂલમાં ભણાવતી વખતે તેની નોટબુક ત્યાં ભૂલી જાય છે. કબીર આ નોટબુક દ્વારા તેના કોન્ટેક્ટમાં આવે છે.

 

બોયફ્રેન્ડના ફોર્સને લીધે ફિરદૌસને અધવચ્ચે જ સ્કૂલ છોડવી પડે છે. કબીર ફિરદૌસને મળ્યા વગર જ તેને પ્રેમ કરવા લાગે છે અને પછી તેને મળવા ઇરછે છે. ફિરદૌસની ગેરહાજરીમાં તે એ કામ પૂરા કરે છે જે તે સ્કૂલમાં અધૂરા મૂકીને જાય છે. 

2. માત્ર લવ સ્ટોરી જ નથી


ફિલ્મ નોટબુક ભલે થાઈ ફિલ્મ ' ટીચર્સ ડાયરી' નું ઓફિશિયલ એડોપ્ટેશન હોય પરંતુ નિર્દેશક કક્કડ અને લેખક દરબ ફારુકી, પાયલ અશર અને શારિબ હાશ્મીએ એક જ્વલંત સામાજીક સમસ્યાને મુદ્દાની રીતે લીધી છે. 

લવ સ્ટોરીની સાથે-સાથે ફિલ્મમાં તે અશાંતિની બતાવી છે જેનો સામનો કાશ્મીરના પરિવાર અને બાળકોને વારંવાર કરવો પડે છે. નોટબુક ફિલ્મમાં  કાશ્મીરની સ્થિતિ બાળકોના શિક્ષણ જેવા પ્રાથમિક અધિકાર પર કેવી અસર કરે છે તે વાત અત્યંત સંવેદનશીલ અને દ્રઢતાથી બતાવી છે. 

3. બંને ન્યુઝમેકર્સ જોરદાર
દર્શકોનો ભરોસો જીતી લે તેવી શરૂઆત ઝહીર અને પ્રનૂતન કરે છે. ઝહીરનો સ્વાભાવિક ચાર્મ તેના કેરેક્ટર માટે સારો નીવડે છે. બીજી તરફ પ્રનૂતનનું કેરેક્ટર અંતર્મુખી છે. મનોજ ખટોઈની સુંદર સિનેમેટોગ્રાફી અને સુંદર બાળકો ફિલ્મનું આકર્ષણ વધારે છે.
4. મ્યુઝિક તો પહેલા જ હીટ થઇ ગયું
ફિલ્મમાં જુલિયસ પૈકલામનું મ્યુઝિક ઘણું સારું છે. આખી ફિલ્મમાં તેણે દરેક ગીતમાં કાશ્મીરી ટચ બની રહે તે વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. પગને ડોલતા કરી દે તેવું સોન્ગ બૂમરો પહેલાં મિશન કાશ્મીર ફિલ્મનો ભાગ હતું જે હાલ આ ફિલ્મના મ્યુઝિકનો એક ભાગ છે. આ ઉપરાંત સલમાન ખાને ગાયેલું 'મેં તારે' અને મોહિત ચૌહાણનું 'સફર' સોન્ગ પણ ઘણું સ્પેશ્યલ છે. 
5. ક્લાઈમેક્સમાં ઉતાવળ કરી દીધી
ફિલ્મનો ક્લાઈમેક્સ જોઈને એવું લાગે છે કે ડિરેક્ટર અને રાઈટરે ઉતાવળમાં પતાવી દીધો. જો તમારું દિલ રોમેન્ટિક છે અને ધીમી ગતિએ ચાલતી જૂના જમાનાની લવ સ્ટોરીનો આનંદ લેવા ઇરછતા હોવ તો આ ફિલ્મ ચોક્કસ જોવી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી