સોન ચિડિયા રિવ્યૂ / રસપ્રદ સ્ટોરી, પરફેક્ટ નરેશન અને સુશાંત સિંહ રાજપૂતની દમદાર એક્ટિંગ

divyabhaskar.com

Mar 01, 2019, 03:03 PM IST
Sushant Singh and Bhumi Pednekar starter Son Chiraiya Review
X
Sushant Singh and Bhumi Pednekar starter Son Chiraiya Review


સ્ટાર રેટિંગ- 4/5
સ્ટારકાસ્ટ-  સુશાંત સિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ બાજપેયી, આશુતોષ રાણા, રણવીર શૌરી 
ડિરેક્ટર- અભિષેક ચૌબે 
પ્રોડ્યૂસર- રોની સ્ક્રૂવાળા 
જોનર- એક્શન

 

બોલિવૂડ ડેસ્ક: અભિષેક ચૌબે 'સોન ચિડિયા'થી ઓડિયન્સને ડાકુઓની દુનિયામાં ફરી લઇ ગયા છે. ચંબલની ખીણમાં રહેતા ડાકુઓ લોકોને લૂંટીને જીવતા હતા. ફિલ્મમાં ત્રણ મુખ્ય ડાકુઓ માન સિંહ (મનોજ બાજપેયી), વકીલ (રણવીર શૌરી) અને લખના (સુશાંત સિંહ)ના અસલી અને અલગ-અલગ વ્યક્તિત્વ પર ફોકસ કર્યું છે. આ ડાકુઓનું જીવન ભલે લોકોને લૂંટીને ચાલતું હોય પણ તેમના સિદ્ધાંત ઘણા મજબૂત હતા અને તેનો અપરાધભાવ પણ ઊંડો છે. 

ડિરેક્ટરની ટ્રેડમાર્ક સોન ચિડિયા
1.ડિરેક્ટરે ચંબલની ખીણમાં એક સુંદર અને વાસ્તવિક દુનિયા બતાવી છે. જેને જોઈને આપણને લાગે કે આ બધું રીયલ જ છે. ચૌબેના ડાકુ 70ના દશકની અમુક ફિલ્મોમાં દેખાડેલા ડાકુ જેવા માત્ર કાર્ડબોર્ડ કેરેક્ટર નથી.  
એકથી એક ચડિયાતા રોલ
2.ગ્રુપનો લીડર માન સિંહ (મનોજ બાજપેયી) ડાકુ હોવા છતાં નરમ દિલનો છે. તે અને એમના અનુયાયીઓ અંધશ્રધ્ધાળુ છે, ભગવાનથી ડરે છે અને સાચા-ખોટાની ઓળખ જાણે છે. લખના (સુશાંત સિંહ) સાહસિક અને અટ્રેક્ટિવ કેરેક્ટર છે જે અપરાધભાવથી દબાયેલો છે પરંતુ તે કોઈપણ ખરાબ સ્થિતિમાં પણ ન્યાયના માર્ગથી ભટકતો નથી. પાવરફુલ ઓફિસર ગુર્જર (આશુતોષ રાણા) કોઈપણ કિંમત પર માન સિંહની ગેંગને ખતમ કરવા માગે છે. પોતાની ડ્યૂટી પૂરી કરવાની સાથે એને પોતાનો અંગત હિસાબ પણ કરવાનો હતો.
3.મનોજનો રોલ નાનો છે પણ મહત્વનો છે. રણવીર શૌરીએ આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. ફિલ્મમાં સુશાંત સિંહની એક્ટિંગ એકદમ જબરદસ્ત છે.નરમ દિલ અને ન્યાયપ્રિય ડાકુનો રોલ બખૂબી નિભાવ્યો છે. ભૂમિ પેડનેકરને રોલ સૂટ કરે છે અને તેનું પેફોર્મન્સ પણ સારું છે.
ફિલ્મનો અસલી હીરો - સ્ટોરી
4.અભિષેક ચૌબે અને સુદીપ શર્માએ લખેલી સ્ટોરી ઘણી ઈમોશનલ છે. ફિલ્મમાં ઘણી એવી વાતો છે જે આકર્ષિત છે અને ફિલ્મ સાથે જોડેલી રાખે છે. ડિરેક્ટરે ફિલ્મના માધ્યમથી ભેદભાવ જેવા મુદ્દાને ઉઠાવ્યા છે. જેનાથી ફિલ્મનું કન્ટેન્ટ રિચ અને કરન્ટર ટાઈમ સાથે મેળ ખાતુ લાગે છે.
5.ફિલ્મ જે રીતે બનાવવામાં આવી છે તે તમને ફિલ્મ સાથે જકડી રાખે છે. ટુ ધ પોઇન્ટ સ્ટોરી છે. સ્ટોરી સેકન્ડ હાફમાં થોડી નબળી પડે છે. એવું લાગે કે મેકરે પોતાની સુવિધા માટે વાર્તાને પરાણે લંબાવી છે. વિશાલ ભારદ્વાજનું મ્યુઝિક પણ સારું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી