ગલી બોય રિવ્યૂ / સપનાં પૂરાં કરવાના ઝનૂની રિયલ સ્ટોરી, ઝોયાના ડિરેક્શનમાં રણવીર-આલિયાની સુપર્બ એક્ટિંગ

DivyaBhaskar.com

Feb 15, 2019, 06:40 PM IST
ranveer singh alia bhatt starrer gully boy review
Critics:
ranveer singh alia bhatt starrer gully boy review
Critics:

  • ગલી બોય રેપર નેઝી અને ડિવાઈનની રિયલ લાઈફ સ્ટોરી પરથી પ્રેરિત છે
  • ડિરેક્શન, મ્યુઝિક અને એક્ટિંગના ડિપાર્ટમેન્ટ્સમાં આ ફિલ્મ પર્ફેક્ટ છે

બોલિવૂડ ડેસ્કઃ ગલી બોયમાં ડિરેક્ટર ઝોયા અખ્તર યંગસ્ટર્સ માટે એક અદભુત ઈમોશનલ અને ઈન્સ્પાયરિંગ સ્ટોરી લઈને આવી છે. આ સ્ટોરી મુરાદ (રણવીર સિંહ)ની છે, જે મુંબઈના ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહે છે.

સપનાંને હકીકતમાં બદલવાનો જોશ પ્રેરે તેવી સ્ટોરી
ધારાવીની ગલીકૂંચીવાળી ઝૂંપડપટ્ટીમાંથી પોતાના પેશન અને ટેલેન્ટને ફોલો કરીને રેપ આર્ટિસ્ટ બનેલા નેઝી અને ડિવાઈનની રિયલ લાઈફ સ્ટોરી પરથી ઝોયા અખ્તરે ગલી બોય ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવે છે કે મુરાદ પોતાના ડોમિનેટિંગ અને રૂઢિચુસ્ત પિતા (વિજય રાઝ) અને બીમાર માતા (અમૃતા સુભાષ)ની સાથે ગરીબીમાં જીવન વીતાવી રહ્યો છે. મુરાદનાં સપનાં કંઈક અલગ છે અને એટલે જ એ આ વર્તમાન જીવનથી જરાય ખુશ નથી.

પિતાએ ચીંધેલા જીવનથી અલગ ચીલો ચાતરીને મુરાદ રેપર બનવા ઈચ્છે છે. એની અર્થહીન જિંદગીમાં સુખદ પળો લઈને આવે છે એની નાનપણની પ્રેમિકા સૈફીના (આલિયા ભટ્ટ). સૈફીના સર્જન બનવા માટે મેડિકલનું ભણી રહી છે. એ પણ એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની દીકરી છે, જેને મોકળાશથી હરવા-ફરવાની સ્વતંત્રતા નથી. છતાં સૈફીના પોતાના માટેની ક્ષણો ચોરી જ લે છે.

મુરાદની મુલાકાત એમસી શેર (સિદ્ધાંત ચતુર્વેદી) સાથે થાય છે અને એની લાઈફમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે.

ડિરેક્શનમાં ઝોયા અને એક્ટિંગમાં રણવીર-આલિયાને ફુલ માર્ક્સ
સૈફીના અને મુરાદની સ્ટ્રગલિંગ લાઈફની દાસ્તાન કહેતી મસ્ત સ્ટોરી ઝોયાએ પસંદ કરી છે. તેના એકેએક સીન એટલા સરસ બન્યા છે કે આપણે ધીમે ધીમે ફિલ્મનો જ એક ભાગ બની જઈએ છીએ. મુરાદની હાર અને જીત આપણને પોતીકી લાગવા માંડે છે.

ઝોયા અને રીમા કાગતીનો સ્ક્રીનપ્લે અને વિજય મૌર્યાના ડાયલોગ્સ એકદમ કોન્ક્રિટ છે. રણવીર અને આલિયાની કેમેસ્ટ્રી પણ એકદમ ઉમદા છે. આ ફિલ્મથી ડેબ્યુ કરી રહેલા સિદ્ધાંત ચતુર્વેદીની સ્ક્રીન પ્રેઝન્સ સરસ છે. ઝોયાએ બહુ કાળજીપૂર્વક કલાકારોની પસંદગી કરી છે. વિજય રાઝ (મુરાદના પિતા), વિજય વર્મા (મુરાદનો મિત્ર મોઈન) અને શીબા ચઢ્ઢા (સૈફીનાની માતા) એ તમામની એક્ટિંગ સરસ છે. હા, જોકે રણવીરની માતાની ભૂમિકામાં અમૃતા સુભાષ ફિક્કી લાગે છે અને કલ્કિ કોચલિન પણ પોતાના પાત્રમાં ફિટ બેસતી નથી.

એડિટિંગ થોડું નબળું, પણ મ્યુઝિક દમદાર
રેપ સ્ટાઈલમાં બનાવેલું ફિલ્મનું મ્યુઝિક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. રેપ બેટલના અમુક સીન તો કમાલના બન્યા છે. હા, જોકે અઢી કલાકની લંબાઈવાળી આ ફિલ્મ થોડી લાંબી લાગે છે. તેને એડિટ કરીને થોડી ટ્રિમ કરી શકાઈ હોત.

ઓવરઓલ, વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થયેલી આ ફિલ્મ સિનેરસિકો અને ખાસ તો રણવીર-આલિયાના ચાહકોએ તો જરાય ચૂકવા જેવી નથી.

X
ranveer singh alia bhatt starrer gully boy review
ranveer singh alia bhatt starrer gully boy review
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી