ફિલ્મ રિવ્યૂ / સારા કલાકારો છતાં કંટાળા જનક છે ફિલ્મ 'ટોટલ ધમાલ'

divyabhaskar.com

Feb 23, 2019, 04:19 PM IST
movie review of film total dhamaal
Critics:

  • અજય દેવગણ-અનિલ કપૂર સ્ટારર એડવેન્ચર કોમેડી ફિલ્મ ટોટલ ધમાલ રિલીઝ થઇ ગઇ છે

સ્ટાર રેટિંગ 1/5
સ્ટારકાસ્ટ અજય દેવગણ, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય મિશ્રા અને રિતેશ દેશમુખ
ડિરેક્ટર ઇન્દર કુમાર
પ્રોડ્યુસર ઇન્દર કુમાર, અશોક ઠકેરીયા
જોનર એડવેન્ચર કોમેડી

બૉલિવૂડ ડેસ્ક: ઇન્દર કુમારની ટોટલ ધમાલ રિલીઝ થઇ ગઇ છે. આ ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. પ્રથમ ફિલ્મ 2007માં આવી હતી જ્યારે બીજી ફિલ્મ ડબલ ધમાલ 2011માં આવી હતી. આ બન્ને ફિલ્મ બાદ ઇન્દરે પ્રથમ બે ફિલ્મની જેમ જ એડવેન્ચર કોમેડી ફિલ્મ ટોટલ ધમાલ બનાવી છે. ટ્રેલર અને પ્રોમો જોઇને ઓડિયન્સને ઘણી આશા હતી કે આ પ્રથમ 2 ફિલ્મની જેમ જ તેમને હસવા પર મજબૂર કરી દેશે. અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અર્શદ વારસી,જાવેદ જાફરી, સંજય મિશ્રા, બોમન ઇરાની અને પિતોબશ ત્રિપાઠી જેવા કલાકાર ફિલ્મમાં છે.

વાર્તા પૈસાની આજુ-બાજુ ફરે છે

આ ફિલ્મની વાર્તા શરૂ થાય છે ગુડ્ડૂ (અજય દેવગણ), પિન્ટૂ (મનોજ પાહવા) અને જોની (સંજય મિશ્રા) ત્રણ મિત્રથી શરૂ થાય છે, જે 50 કરોડ રૂપિયાથી ભરેલી એક બેગ પાછલ છે. આ 50 કરોડની બેગ પિન્ટૂના હાથમાં આવી જાય છે અને તે પોતાના બે સાથી ગુડ્ડૂ અને જોનીનો વિશ્વાસઘાત કરીને એક zooમાં છુપાવીને ભાગી જાય છે. બન્ને પિન્ટૂને શોધી કાઢે છે પરંતુ તે સમયે આ પૈસાની ખબર અવિનાશ (અનિલ કપૂર) અને બિન્દૂ (માધુરી દીક્ષિત નેને), લલ્લન (રિતેશ દેશમુખ) અને ઝિંગુર (પિતોબશ ત્રિપાઠી) સિવાય આદિત્ય (અર્શદ વારસી) અને માનવ (જાવેદ જાફરી)ને પડી જાય છે. પછી આ બધા વચ્ચે પૈસાને લૂટવાની દોડ શરૂ થાય છે. ફિલ્મમાં એમ તો અવિનાશ અને બિન્દૂને લડતા ઝઘડતા બતાવવામાં આવ્યા છે અને વાત ડિવોર્સ સુધી આવી જાય છે પરંતુ તે પણ આ પૈસા માટે ઝઘડાને એક તરફ રાખી દે છે. આ પૈસા એક કરપ્ટ પોલિસ કમિશનલ બોમન ઇરાનીનો છે અને તે પણ આ પૈસાને શોધવામાં લાગી જાય છે. હવે આ પૈસા કોના હાથમાં આવે છે તે સસ્પેન્સ તો ફિલ્મ જોયા બાદ જ તમને ખબર પડશે.

નબળી વાર્તા અને ડિરેક્શન

ધમાલ ફ્રેન્ચાઇઝીની 2 ફિલ્મોની સફળતા બાદ આશા હતી કે ત્રીજી ફિલ્મ એટલે ટોટલ ધમાલમાં કઇક કમાલ થવાનું છે પરંતુ ઇન્દર કુમારની ત્રીજી ફિલ્મ ઘણી નબળી છે. ફિલ્મમાં કેટલાક મોટા સ્ટાર્સ છે. નબળી વાર્તા અને નબળા ડિરેક્શનને કારણે ફિલ્મ ઘણી કંટાળાજનક લાગે છે. ઇન્દર આટલી સારી કાસ્ટ સાથે સારૂ કામ કરી શકતા હતા.

માધુરી અને અનિલ સિવાય બધા નબળા

ફિલ્મમાં અજય દેવગણનો રોલ ડબલ ધમાલના સંજય દત્તની યાદ અપાવે છે. ફિલ્મમાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂરને એક સાથે જોવુ સારૂ લાગે છે. આ બન્ને દર્શકોને હસાવવામાં સફળ થતા નજરે પડે છે. અન્ય કલાકારોની વાત કરીએ તો તેમનું કામ ઠીકઠાક છે. ફિલ્મમાં એવો કોઇ દમદાર સીકવન્સ નથી જે લાંબા સમય સુધી યાદ રહે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હાનો આઇટમ સોન્ગ સારૂ છે. આ જૂના ગાયન મુંગડાની રિમેક છે જે નાચવા પર મજબૂર કરે છે. આ આખી ફિલ્મને જોવી છે તો તમારે મગજ ઘરે મુકીને જવુ પડશે.

X
movie review of film total dhamaal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી