મણિકર્ણિકા રિવ્યુ / ઝાંસીની લક્ષ્મીબાઈ તરીકે કંગનાનું પર્ફોર્મન્સ પાવરફુલ, ફર્સ્ટ હાફ નબળો, પણ ક્લાઈમેક્સ દમદાર

DivyaBhaskar.com

Jan 25, 2019, 05:40 PM IST
manikarnika movie review
manikarnika movie review
X
manikarnika movie review
manikarnika movie review

  • ફિલ્મનું બજેટ 120 કરોડ રૂપિયા છે
  • મણિકર્ણિકા ભારત અને ઓવરસીઝમાં 3000થી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ થઈ

બોલિવૂડ ડેસ્કઃ મણિકર્ણિકાની વાર્તા ઈ.સ. 1800ના અરસાની છે, જેમાં નીડર વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની બહાદુરીની દાસ્તાન બતાવવામાં આવી છે. સૌ જાણે છે તેમ લક્ષ્મીબાઈએ એકલે હાથે જ અંગ્રેજોની સામે યુદ્ધમાં ઝુકાવેલું અને છેવટે શહાદત વહોરેલી. એમની લડાઈમાં ગૌસ ખાન, તાત્યા ટોપે અને ઝલકારી બાઈએ એમને સાથ આપેલો. કંગનાએ અહીં લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી છે, જ્યારે સદાશિવ રાવ તરીકે મોહમ્મદ ઝીશન ઐયુબ, ઘૌસ ખાન તરીકે ડેની ડેન્ઝોન્ગ્પા, તાત્યા ટોપે તરીકે અતુલ કુલકર્ણી અને ઝલકારી બાઈ તરીકે અંકિતા લોખંડે દેખાયાં છે.

શું છે ફિલ્મમાં?

1.ફિલ્મની સૌથી મોટી નબળાઈ તેનો ફર્સ્ટ હાફ છે, જે એકદમ સ્લો છે. ઢીલું એડિટિંગ અને ફિલ્મને પરાણે બોલિવૂડ સ્ટાઈલમાં ઢાળવાની કોશિશ ફિલ્મને ઓર નબળી બનાવે છે. જેમ કે, ઝલકારી બાઈ જ્યારે મણિકર્ણિકાને પહેલી વાર મળે છે ત્યારે પરાણે એક આઈટેમ સોંગ નાખવામાં આવ્યું છે. તેની કોઈ જ જરૂર નહોતી. બાહુબલિના ડિરેક્ટર વિજયેન્દ્ર પ્રસાદે લખેલો ફિલ્મનો સ્ક્રીનપ્લે ટુ ધ પોઈન્ટ છે, પણ તોય ક્યાંક ક્યાંક મેલોડ્રામા ઘૂસી જાય છે. હા, આપણને હચમચાવી મૂકે એવા ઘણા સીન જોવા મળે છે.
2.કંગનાએ રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા બરાબર આત્મસાત કરી છે. દરેક સીનમાં એની મહેનત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પછી એ એક્શન સીન હોય કે ઈમોશનલ, કંગનાની એક્ટિંગથી ઘણે ઠેકાણે આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ઝલકારી બાઈ તરીકે અંકિતા લોખંડેએ દમદાર એક્ટિંગ કરી છે, પણ એનો રોલ એકદમ ટૂંકો છે. પાત્ર પ્રમાણે એની બોડી લેંગ્વેજ સરસ છે. બાજીરાવ બીજાના રોલમાં સુરેસ ઓબેરોય અને ગૌસ ખાન તરીકે ડેની જામે છે, પણ ફિલ્મનું પૂરેપૂરું ફોકસ કંગના પર જ છે, એટલે બીજાં પાત્રો સાઈડમાં ધકેલાઈ જાય છે. મણિકર્ણિકાના પતિ તરીકે જિશુ સેનગુપ્તાનું કામ નબળું છે.
3.તે ઉપરાંત 18મી સદી બતાવવામાં લેવાયેલી મહેનત ફિલ્મના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની સફળતા બતાવે છે. નાનામાં નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મના ડાયલોગ્સ સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીએ લખ્યા છે, જેમાંથી દેશભક્તિ ટપકે છે. એક તરફ ફિલ્મનો ફર્સ્ટ હાફ નબળો છે, તો બીજી બાજુ સેકન્ડ હાફ આપણને સીટ પર જકડી રાખે તેવો બન્યો છે. આપણે રાણી લક્ષ્મીબાઈના સંઘર્ષના સાક્ષી બનતા જઈએ છીએ. ફિલ્મના ક્લાઈમેક્સને અફલાતૂન રીતે ફિલ્માવવામાં આવ્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી