રિવ્યૂ / એવેન્જર્સ એન્ડગેમઃ દરેક અંત સુખરૂપ હોતો નથી, ચાહકોને રડાવી દેશે ફિલ્મનો ક્લાઈમેક્સ

divyabhaskar.com

Apr 26, 2019, 02:58 PM IST
Emotional, humorous, lots and lots of surprises in  Avengers Endgame
Critics:

રેટિંગ 5/5
સ્ટાર કાસ્ટ રોબર્ટ ડાઉની જૂનિયર, માર્ક રફેલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કારલેટ જોહાનસન, જેરેમી રેનર, ડોન સીડલ, પોલ રૂડ, બૈરી લાર્સન, કારેન ગિલ, બ્રેડલી કૂપર, જોસ બ્રોલિન
ડિરેક્ટર જો રૂસો, એન્થની રૂસો
પ્રોડ્યૂસર કેવિન ફીઝ
સંગીત એલિન સિલ્વેસ્ટ્રી
જોનર એક્શન
ટાઈમ ડ્યૂરેશન 3 કલાક 01 મિનિટ


માર્વેલની સુપરહિરો સીરિઝ 'એવેન્જર્સ એન્ડગેમ'ના સુપરહિરો દુનિયાને બચાવવા માટે ટાઈમ ટ્રાવેલ કરે છે. તેમની આ સફર ઈમોશન, એક્શન, કોમેડી સાથે ચાલે છે અને અંતે તેઓ દુનિયાને બચાવવામાં સફળ થાય છે. થાનોસ તથા તેની ટીમનો અંત એવો જ થાય છે, જેઓ તે દુનિયાની સાથે કરવા માંગતા હતાં. જોકે, આ ફિલ્મમાં કેટલાંક સુપરહિરો હંમેશના માટે દૂર થઈ ગયા છે અને ફિલ્મના કેટલાંક સીન્સ જોઈને દર્શકો રડી પડે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મને માર્વેલસ કહી છે.

અંતિમ 45 મિનિટ દિલધડક
'એવેન્જર્સ ઈનફિનિટી'થી વાર્તા આગળ વધે છે. શરૂઆતની 15 મિનિટમાં જ થાનોસનો અંત આવી જાય છે પરંતુ વાર્તા અહીંયા પૂરી થતી નથી. બ્રહ્માંડને પાછુ લાવવાની જવાબદારી આયરનમેન પર છે અને તે તમામ મણી શોધીને થાનોસને મારે છે. આ સાથે જ 'ઈનફિનિટી વૉર'માં માર્યા ગયેલા તમામ સુપરહિરો જીવતા પાછા આવે છે. ફિલ્મની અંતિમ 45 મિનિટ દિલધડક છે. તેમાં અનેક ટ્વિસ્ટ આવે છે, જે જોઈને દર્શકો રડવા મજબૂર થઈ જાય છે.

ચાર સીરિઝનો અંત
ફિલ્મમાં દર 15 મિનિટે એક નવો ટ્વિસ્ટ આવે છે. જોકે, સૌથી ભાવુક ક્ષણ એ છે જ્યારે સુપરહિરોઝ મોતને ભેટે છે. માર્વેલની 22મી ફિલ્મમાં સુપરહિરો જ રહેતા નથી. અંતે તમામ સુપરહિરો સાથે આવીને કહે છે કે દરેક અંત સુખરૂપ હોતો નથી. આ સીરિઝની અંતિમ ફિલ્મ છે.

ફિલ્મ કેમ જોવી
કોઈ પણ બોલિવૂડ ફિલ્મ માટે આજ સુધી આટલો ક્રેઝ જોવા મળ્યો નથી જેટલો 'એવેન્જર્સ..' માટે જોવા મળ્યો છે. દેશભરમાં આ ફિલ્મની 2.5 મિલિયન ટિકિટ એડવાન્સમાં બુક થઈ હતી. ટ્રેડ એક્સપર્ટ્સના મતે પહેલાં દિવસે આ ફિલ્મ 45-50 કરોડની કમાણી કરશે. જો તમે સુપરહિરોના ફૅન્સ છો અને તમને એક્શન, વીએફએક્સ પસંદ છે તો આ ફિલ્મ જરૂરથી ગમશે.

X
Emotional, humorous, lots and lots of surprises in  Avengers Endgame
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી