ફિલ્મ રિવ્યુ / વ્હાય ચીટ ઈન્ડિયાએ એજ્યુકેશન સિસ્ટમની પોલ ખોલી, ઈમરાનની દમદાર એક્ટિંગ

DivyaBhaskar.com

Jan 31, 2019, 11:13 PM IST
film review why cheat india
X
film review why cheat india
Critics:

બોલિવૂડ ડેસ્કઃ ઈમરાન હાશ્મીની ‘વ્હાય ચીટ ઈન્ડિયા’નો હેતુ ઉમદા છે. ફિલ્મ ડિરેક્ટર સૌમિક સેને ભારતીય એજ્યુકેશન સિસ્ટમની ત્રુટિઓ કટાક્ષપૂર્ણ રીતે બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે ફિલ્મનું એક્ઝિક્યુશન સાવ જૂનવાણી અને નીરસ છે.
શું છે ફિલ્મમાં?
1.રાકેશ સિંહ ઉર્ફે રોકી (ઈમરાન હાશ્મી) એવો ચાલાક માણસ છે જે ગરીબ પણ હોશિયાર બાળકો પાસે પૈસાદાર મા-બાપનાં ‘ઢ’ બાળકો માટે પરીક્ષા અપાવડાવે છે, જેના બદલામાં એ માલદાર માતાપિતાઓ પાસેથી કચકચાવીને પૈસા વસૂલે છે. આ પ્રોસેસમાં એ પોતે પકડાય નહીં એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે.
2.સત્યેન્દ્ર દુબે યાને કે સત્તુ (સ્નિગ્ધદીપ ચેટર્જી) એન્જિનિયરિંગનો તેજસ્વી વિદ્યાર્થી છે, જે પોતાના ગરીબ પણ મહત્ત્વાકાંક્ષી પિતાના પ્રેશર હેઠળ દબાયેલો છે. રોકી કાયમ સત્યેન્દ્રની આ નબળાઈનો લાભ ઉઠાવીને પોતાની જાળમાં ફસાવે છે, જેમાંથી એ ક્યારેય બહાર નીકળી શકતો નથી. પ્લસ સત્યેન્દ્રની બહેન નુપૂર (શ્રેયા ધન્વંતરી)ને રોકી સાથે પ્રેમ થઈ જાય છે.
3.રોકી એજ્યુકેશન સિસ્ટમનાં છીંડાંનો બરાબર ઉપયોગ કરે છે અને પોતાના સ્વાર્થ માટે ફાલતુ કારણો આપીને પોતાના કામને જસ્ટિફાય કરવાનો પ્રયાસ કરતો રહે છે. એ ઘમંડી છે અને પકડાય ત્યારે તેમાંથી બહાર કેવી રીતે નીકળવું એ એને બખૂબી આવડે છે. જ્યાં સુધી એ પોતે સાણસામાં નથી આવતો ત્યાં સુધી એને કોઈ ક્યારેય પકડી નહીં શકે એવું જ લાગ્યા કરે છે.
નબળું ડિરેક્શન, ઢીલી પકડ
4.ઈમરાને ફિલ્મમાં પોતાના પાત્રને અનુરૂપ દમદાર એક્ટિંગ કરી છે. એક ચાલાક માણસ તરીકે એ દુનિયાને ઠસાવવાનો પ્રયાસ કરે છે કે એ જે કરી રહ્યો છે તે સમાજના હિતમાં જ છે. સતત અપડાઉન થતો સ્ક્રીનપ્લે અને નીરસ એક્ઝિક્યુશન રોકીની આ રાઈડને બોરિંગ બનાવી દે છે. એક ક્રિમિનલ પોતાના પરિવાર સાથે પણ આપણી જેમ જ રહે છે એ ટ્રેકમાં ડિરેક્ટરની આવડતનો સ્પાર્ક દેખાય છે.
5.રોકી અને નુપૂરનો રોમેન્ટિક ટ્રેક પરાણે ઘુસાડ્યો હોય તેવો લાગે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એન્ગેજિંગ છે, જેમાં ક્વિક મનીનો સ્વાદ ચાખ્યા બાદ સત્તુનું પતન જોવા મળે છે. સેકન્ડ હાફમાં ટ્વિસ્ટ હોવા છતાં તે દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ જાય છે.
નવા કલાકાર, એક્ટિંગમાં દમદાર
6.ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકા ભજવનારાં નવોદિત કલાકારો સ્નિગ્ધદીપ ચેટર્જી અને શ્રેયા ધન્વંતરીની એક્ટિંગ સરસ છે. પોતાનાં પાત્રોમાં એમણે આત્મવિશ્વાસથી ભરપુર સાહજિક અભિનય કર્યો છે.
7.શિક્ષણજગતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની અત્યારે અત્યંત પ્રાસંગિક વાત હોવા છતાં ફિલ્મનું ડિરેક્શન ટાઈટ નથી.
છતાં જોવા જેવી ફિલ્મ
8.આ ફિલ્મનો વિષય આપણને અત્યારની શિક્ષણવ્યવસ્થા પર વિચારવા મજબૂર કરે છે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે સંતાનો પર અનહદ પ્રેશર કરતાં માતાપિતાનો મુદ્દો પણ અહીં ઉઠાવાયો છે, જે ભારતીય પેરેન્ટ્સે ખાસ જોવા જેવું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી