મૂવી રિવ્યૂ / કલંક: ફિલ્મની લંબાઈએ ફિલ્મને 'કલંક' લગાવ્યું, માત્ર ક્લાઈમેક્સ, સ્ટાર્સની કેમેસ્ટ્રી અને મ્યુઝિકે જ લાજ રાખી

Film review of Kalank
X
Film review of Kalank

divyabhaskar.com

Apr 17, 2019, 04:50 PM IST

સ્ટાર રેટિંગ 2.5/5
સ્ટારકાસ્ટ માધુરી દીક્ષિત, સંજય દત્ત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, કૃણાલ ખેમુ
ડિરેક્ટર અભિષેક વર્મન
પ્રોડ્યૂસર કરણ જોહર, સાજીદ નડિયાદવાલા, હિરૂ યશ જોહર, અપૂર્વ મહેતા
જોનર પિરિયડ ડ્રામા
ટાઈમ 2 કલાક 50 મિનિટ

 

બોલિવૂડ ડેસ્ક: આઝદી પહેલાંનો સમય, લાહોર પાસે વસેલું હુસ્નાબાદ અને 'ઝફર-રૂપ'ની લવ સ્ટોરી, એક્ચુઅલી ભાગલાનાં અમુક વર્ષ પહેલાંની સ્ટોરી પર ફિલ્મ 'કલંક' આધારિત છે. તેમાં દેવ (આદિત્ય રોય કપૂર)ની વાઈફ રૂપ (આલિયા ભટ્ટ)નું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. ઝફર અને રૂપનો આ પ્રેમ સમયની કસોટીમાં પાર ઊતરે છે કે કલંક સાબિત થાય છે તે જ આ ફિલ્મની સ્ટોરી છે. 

કલંક

1. સ્ટોરી નબળી પડી
એમાં કોઈ શંકા નથી કે, ફિલ્મનની સ્ટાર કાસ્ટે પોતાનો રોલ નિભાવવામાં ખૂબ મહેનત કરી છે. આલિયા અને વરુણની કેમેસ્ટ્રી, સંજય દત્તનો સિદ્ધાંતો પર ચાલનારા 'બલરાજ ચૌધરી'નો રોલ અને 'બહાર બેગમ'ના રોલમાં માધુરી દીક્ષિતની ડાન્સિંગ સ્કિલ શાનદાર છે. ઉપરાંત આદિત્ય રોય કપૂરે પણ રિઝર્વ નેચરવાળા 'દેવ'નો રોલ બખૂબી નિભાવ્યો છે. પરંતુ સ્ટોરી ઘણી જગ્યાએ દર્શકોને ફિલ્મ સાથે કનેક્ટ રાખવામાં નિષ્ફ્ળ નીવડી. ફિલ્મની લેન્થ પણ આની પાછળનું એક કારણ માની શકાય છે.
2. ક્લાઈમેક્સ અને મ્યુઝિકે ફિલ્મને બચાવ્યું
કલંક ફિલ્મની ખાસ વાત તેનો ક્લાઈમેક્સ છે, સાથે-સાથે પ્રીતમ, અંકિત-સંચિતના મ્યુઝિકે લોકોને સંપૂર્ણપણે 'બોર' થતાં બચાવી લીધા છે. જોકે, બિનોદ પ્રધાનની સિનેમેટોગ્રાફીએ કાલ્પનિક હુસ્નાબાદને પડદા પર અતિ સુંદર રીતે પોર્ટ્રે કર્યું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ માધુરીની સ્ટુડન્ટ હોય છે. આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત મળીને એક ન્યૂઝ પેપર બહાર પાડે છે. કૃણાલ ખેમુ વરુણ ધવનનો ફ્રેન્ડ 'અબ્દુલ' બન્યો છે જે એક 'ગ્રે શેડ રોલ'માં છે.
કલંક ઓલ ઓવર ઇન્ડિયામાં 4000 સ્ક્રીન અને ઓવરસીઝ 1300 જેટલી સ્ક્રીન પર રિલીઝ થઇ છે. કલંકના મેકિંગમાં 150 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રેડ એનાલિસ્ટોનું કહેવું છે કે, ફિલ્મની ઓપનિંગ 18 કરોડ રૂપિયા હોવી જોઈએ. આગળ નવ દિવસ સુધી ફિલ્મે આ કમાણી મેન્ટેઇન કરવી પડશે.
4. વરુણ-આલિયા એક્સ ફેક્ટર
  • આ ફિલ્મ વરુણ ધવન અને આલિયા ભટ્ટની સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી ફિલ્મ છે.
  • 2019ની અત્યારસુધીની સૌથી વધુ સ્ક્રીન નંબરવળી ફિલ્મ 
  • ફિલ્મને મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની રજાનો લાભ મળશે 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી