મૂવી રિવ્યૂ / 'રૉ': જાસૂસી ફિલ્મો જેવો થ્રિલ મિસિંગ, જ્હોન અને જેકીની જોડીએ જ રંગ રાખ્યો

Film review of film RAW
X
Film review of film RAW

divyabhaskar.com

Apr 06, 2019, 03:44 PM IST

સ્ટાર રેટિંગ 2/5
સ્ટારકાસ્ટ જ્હોન અબ્રાહમ, મૌની રોય, જેકી શ્રોફ, સિકંદર ખેર
ડિરેક્ટર રોબી ગ્રેવાલ
પ્રોડ્યૂસર વનીસા વાલિયા, અજય કપૂર, ગેરી ગ્રેવાલ, વિવેક ભટનાગર, ધીરજ બાધવાન
જોનર થ્રિલર
ટાઈમ 2 કલાક 30 મિનિટ

 

બોલિવૂડ ડેસ્ક: બોલિવૂડમાં ઘણી ઓછી થ્રિલર ફિલ્મો બની છે. છેલ્લી થ્રિલર ફિલ્મ મેઘના ગુલઝારની આલિયા ભટ્ટ સ્ટારર 'રાઝી' હતી. 'રોમિયો અકબર વોલ્ટર' આ જ જોનરની ફિલ્મ છે. 'રૉ' એક ભારતીય જાસૂસની સ્ટોરી છે જેને 1971માં એ સમયે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો જ્યારે ભારત, પાકિસ્તાનથી છૂટા પડેલા બાંગ્લાદેશનું સમર્થન કરતું હતું. આ એ સમય હતો જ્યારે બોર્ડર પર ટેન્શનનો માહોલ હતો અને ભારત-પાકિસ્તાન યુદ્ધની કગાર પર હતા.

રોમિયો અકબર વોલ્ટરની સ્ટોરી

રહેમત અલી (જ્હોન અબ્રાહમ) જેને રોમિયો પણ કહે છે. તેના પિતા આર્મી ઓફિસર છે પરંતુ તેની માતા ઇચ્છતી હોય છે કે તે એક સુરક્ષિત સામાન્ય માણસની જેમ જિંદગી વિતાવે. રોમિયો એક બેન્કર છે અને તે તેવી જ જિંદગી જીવતો હતો જ્યાં સુધી રૉ ચીફ શ્રીકાંત રાય (જેકી શ્રોફ) તેને અપ્રોચ નથી કરતા. શ્રીકાંત તેને એક મહત્ત્વના મિશન માટે અપ્રોચ કરે છે જે કરવા માટે તે થોડી આનાકાની બાદ તૈયાર થઇ જાય છે. તેને અકબર મલિક બનાવીને પાકિસ્તાન મોકલવામાં આવે છે. 
અકબર મલિક POKના શક્તિશાળી હથિયારના વેપારી આઇઝેક અફ્રિદી (અનિલ જોર્જ)નો વિશ્વાસ જીતી લે છે. પરંતુ ઇન્ટર સર્વિસિઝ ઇન્ટેલિન્જન્સ એજન્ટ, કર્નલ ખુદાબખ્શ ખાન (સિકંદર ખેર) તેના પર શંકા કરે છે. છેલ્લે જ્યારે તેની અસલી ઓળખ બહાર આવે છે, ત્યારે શું રોમિયો તેમની સામે નમી જાય છે કે કંઈક અલગ નિર્ણય લે છે તે જ આ ફિલ્મનો ક્લાઈમેક્સ છે.
આ ફિલ્મ વધુ સારા એક્સિક્યૂશન, એન્ગેજીંગ રાઇટિંગ (રોબી ગ્રેવાલ, ઈશરાક એલ્બા અને શ્રેયાંસ પાંડે)થી એક એવી ફિલ્મ બની શકે એમ હતી જે તમને ફિલ્મ સાથે સતત મજબૂત રીતે જકડી રાખી શકે. જોકે, ડિરેક્ટર રોબી ગ્રેવાલ દર્શકોને એન્ગેજ રાખવામાં સફળ રહ્યા નથી કારણકે ફિલ્મમાં રોમિયોની જર્ની સાથે ઇમોશનલી કનેક્ટ થઇ શકાતું નથી. જ્યારે સ્ટોરીમાં ટ્વિસ્ટ અને ટર્ન છે પરંતુ ગ્રેવાલના ડિરેક્શને તેને રોમાંચકની જગ્યાએ નીરસ બનાવી દીધું છે. ગ્રેવાલ ટ્રેડિશનલ અને સેફ સ્ટાઇલને વળગી રહ્યા છે અને એટલે જ તે રોમાંચ પેદા કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. કદાચ સારું એડિટિંગ તેમની મદદ કરી શકત.
જ્હોન અબ્રાહમને ડિરેક્ટરે સુપરહીરોની જેમ દેખાડ્યો નથી. રોમિયો તેની સામે આવતી પરિસ્થિતિઓમાં એક સામાન્ય માણસની જેમ જ નિસહાય અને અસુરક્ષિત દેખાઈ છે. જે ફિલ્મની વિરુદ્ધમાં કામ કરે છે અને તે જ ફિલ્મની સ્ટોરી કહેવાની નીરસ અને અકલ્પનિય રીત છે. ફિલ્મનો અવિશ્વસનીય ક્લાઈમેક્સ તેને વધુ નીચે લઇ જાય છે.
5. ફિલ્મમાં શોભાનું પૂતળું - મૌની રોય
જ્હોને આ ટફ કેરેક્ટરને ન્યાય આપવાનો ઈમાનદારીથી પ્રયાસ કર્યો છે. તેની એક્ટિંગ થોડી ઘણી કન્વિન્સિંગ છે. જેકી શ્રોફ રો ચીફની ભૂમિકામાં પરફેક્ટ ફિટ બેસે છે. તેનો લુક પણ શાનદાર છે. સિકંદર ખેરનું પર્ફોર્મન્સ પણ દમદાર છે, કેરેકટરની જેટલી ડિમાન્ડ છે તે એટલો જ શાર્પ અને એલર્ટ જોવા મળ્યો છે. મૌની રોય જેણે ફિલ્મમાં રોમિયોની ઓપોઝિટ પારુલનો રોલ પ્લે કર્યો છે, તેને માત્ર સજાવટ માટે લેવામાં આવી હોય એવું લાગે છે. કારણકે સ્ટોરીમાં તેનો ફાળો 'ન' બરાબર છે. રોમિયો અને પારુલનું એક સોન્ગ અને રોમેન્ટિક સીન પરાણે નખાયો છે, જે સ્થિતિને જોતા કોમિક લાગે છે.
જો તમને જાસૂસી ફિલ્મ ગમતી હોય તો આ ફિલ્મ જુઓ. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે, આ ફિલ્મ રોમાંચક સ્પીડથી આગળ વધતી નથી જેની  જનરલી આ જોનરની થ્રિલર ફિલ્મથી અપેક્ષા રખાતી હોય છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી