પહેલ / સ્ટ્રીટ ડોગના મૃત્યુ બાદ અનુષ્કાએ કેમ્પેઇન શરૂ કર્યું, 59 વર્ષ જૂના કાયદામાં ફેરફારની માગ કરી

Anushka launches campaign after Street Dog's death, demanding changes in 59-year-old law
Anushka launches campaign after Street Dog's death, demanding changes in 59-year-old law

Divyabhaskar.com

Aug 13, 2019, 07:31 PM IST

બોલિવૂડ ડેસ્ક: અનુષ્કા શર્માનો પ્રાણી પ્રેમ જગ જાહેર છે. તે ઘણીવાર પ્રાણીઓના હક માટે અવાજ ઉઠાવે છે. તેણે પ્રાણીઓ પર અત્યાચાર કરનારાઓ વિરુદ્ધ નવું કેમ્પેઇન શરૂ કર્યું છે. થોડા સમય પહેલાં જ મુંબઈમાં લકી નામના એક સ્ટ્રીટ ડોગનું મૃત્યુ થયું હતું કારણકે તેને નિર્દયતાથી મારવામાં આવ્યું હતું. આ લકીને ન્યાય અપાવવા અને સાજો કરવા માટે અનેક સેલેબ્સ આગળ આવ્યા હતા જેમાં અનુષ્કા પણ સામેલ હતી. લકીના મૃત્યુ બાદ તેઓ ઘણા દુઃખી થયા.

અનુષ્કાની માગ
અનુષ્કા ઈચ્છે છે કે, પ્રાણીઓ પર જે અત્યાચાર થઇ રહ્યા છે તે વિરુદ્ધ દેશના 59 વર્ષ જૂના હાલના કાયદામાં ફેરફાર કરવામાં આવે. હાલની જોગવાઈ મુજબ પ્રાણીઓ પર અત્યાચાર કરનાર પર માત્ર 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

અનુષ્કાએ કહ્યું, અપરાધીઓને કડક સજા મળે
દરેક જીવને સમાન રીતે જીવવાનો હક છે. આ દુનિયા માત્ર માણસો માટે નથી. અહીં દરેકને જીવવાનો હક છે. જો માણસ વિરુદ્ધના અત્યાચાર માટે કડક સજા મળે છે તો પ્રાણીઓ પર અત્યાચાર કરનારને પણ છોડવા ન જોઈએ. તેમને પણ ન્યાય મેળવવાનો અધિકાર છે. હાલના નિયમો ઘણા જૂના છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર છે. જેથી કોઈ અબોલ જીવ પર અત્યાચાર કરનારના મનમાં ભય પેદા થઇ શકે.

X
Anushka launches campaign after Street Dog's death, demanding changes in 59-year-old law
Anushka launches campaign after Street Dog's death, demanding changes in 59-year-old law
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી