સ્ટાર કાસ્ટ / 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9'માં રેસલર જ્હોન સીના દેખાશે, વિન ડિઝલે જાહેર કર્યું

Wrestler John Cena would appear in 'Fast and Furious 9', Vin Diesel announced

divyabhaskar.com

May 01, 2019, 06:50 PM IST

હોલિવૂડ ડેસ્ક: વિન ડિઝલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકીને રેસલર જ્હોન સીનાની 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9' મૂવીમાં એન્ટ્રીની જાહેરાત કરી હતી. 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9'માં રેસલર જ્હોન સીના ભૂતપૂર્વ રેસલર ડ્વેઇન જ્હોનસનની જગ્યા લઈ શકે છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસની સ્પિન ઓફ મૂવી એટલે કે તેનો ભાગ 'હોબ્સ એન્ડ શૉ'માં ડ્વેઇન જ્હોનસન સામેલ છે પણ ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9માં તેની એન્ટ્રી અનિશ્ચિત છે.

પોલ વોકરને યાદ કર્યો
ઈન્સ્ટાગ્રામ પર મૂકેલા ઈમોશનલ વીડિયોમાં વિન ડિઝલે પોલ વોકરને યાદ કર્યો હતો. વિન ડિઝલે કહ્યું કે, 'મને ખબર છે કે આ વિચિત્ર લાગશે પણ મને એવું ફીલ થાય છે કે પાબ્લો (પોલ વોકર) ઉપરથી કોઇકને મારા માટે મોકલે છે. સત્યની લડાઈમાં બીજો સિપાહી સામેલ થયો.' ત્યારબાદ વિન ડિઝલે કેમેરો ફેરવીને જ્હોન સીનાને દેખાડ્યો.

View this post on Instagram

Thank you Pablo.

A post shared by Vin Diesel (@vindiesel) on Apr 25, 2019 at 5:14pm PDT

હોબ્સ એન્ડ શૉ
હોબ્સ એન્ડ શૉ મૂવી ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસની સ્પિન ઓફ મૂવી એટલે કે તેનો ભાગ છે. હોબ્સ એન્ડ શૉ મૂવીમાં ડ્વેઇન જ્હોનસન સામેલ છે. આ મૂવીનું ટ્રેલર હિન્દી, ગુજરાતી, તમિળ સહિત અલગ-અલગ ભાષામાં રિલીઝ થયું છે. હોબ્સ એન્ડ શૉ મૂવી 2 ઓગસ્ટે રિલીઝ થશે.

X
Wrestler John Cena would appear in 'Fast and Furious 9', Vin Diesel announced
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી