ચર્ચા / બોલિવૂડ એક્ટર વરૂણ ધવન પ્રેમિકા નતાશા સાથે ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી શક્યતા

Varun Dhawan-Natasha Dalal likely to marry in Goa in December reports

divyabhaskar.com

May 22, 2019, 06:01 PM IST

મુંબઈઃ ગયા વર્ષે દીપિકા-રણવિર, પ્રિયંકા-નિકના લગ્ન થયા હતાં. હવે, વરૂણ ધવન પોતાની લોંગ ટાઈમ પ્રેમિકા નતાશા દલાલ સાથે આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી શક્યતા છે.

ડેસ્ટિનેશન વેડિંગ
એક ન્યૂઝ પોર્ટલના મતે, વરૂણ ધવન તથા નતાશા દલાલના ડેસ્ટિનેશન વેડિંગ થવાના છે. સૂત્રોના મતે, બંનેએ લગ્ન માટે ગોવાની પસંદગી કરી છે. ગોવામાં લગ્ન તથા મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપવામાં આવશે.

બિગ ફેટ વેડિંગ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેવિડ ધવન દીકરાના લગ્નને ભવ્ય બનાવવા માટે પૂરી તૈયારી કરી રહ્યાં છે. ગોવામાં આયોજીત લગ્નમાં વરૂણ-નતાશાના નિકટના પરિવારજનો તથા ક્લોઝ ફ્રેન્ડ્સ જ હાજર રહેશે. જ્યારે વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સ તથા અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે.

વરૂણે અલગ ઘર લીધું છે
વરૂણ તથા નતાશા નાનપણના ફ્રેન્ડ્સ છે. નતાશા માટે વરૂણે અલગ ઘર લીધું હોવાની પણ ચર્ચા છે. નતાશા દલાલે ફેશન ઈન્સ્ટીટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 2013માં નતાશાએ પોતાની ફેશન લાઈન 'નતાશા દલાલ' શરૂ કરી હતી. વરૂણ ધવનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લે રિલીઝ થયેલી 'કલંક' સુપરફ્લોપ રહી હતી. હવે, વરૂણ ધવન એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે ડિરેક્ટર રેમો ડિસોઝાની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'માં જોવા મળશે. આ ફિલ્મ આઠ નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

X
Varun Dhawan-Natasha Dalal likely to marry in Goa in December reports

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી