દરિયાદિલી / વરૂણ ધવને ઈજાગ્રસ્ત ડાન્સર ઈશાનની સારવાર માટે પાંચ લાખ રૂપિયા આપ્યા

Varun Dhawan has given five lakh rupees for the treatment of injured dancer ishan
Varun Dhawan has given five lakh rupees for the treatment of injured dancer ishan
X
Varun Dhawan has given five lakh rupees for the treatment of injured dancer ishan
Varun Dhawan has given five lakh rupees for the treatment of injured dancer ishan

divyabhaskar.com

May 16, 2019, 04:16 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરૂણ ધવને હિપ હોપ ડાન્સર ઈશાનને સારવાર માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. વરૂણને ઈન્સ્ટાગ્રામમાં હિપ હોપ ડાન્સર કાર્તિક રાજાની પોસ્ટ દેખાઈ હતી. જેમાં ડાન્સર ઈશાનને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

કોણ છે ઈશાન

ઈશાન યુપીના મુરાદાબાદનો ડાન્સર છે. જે ડાન્સ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. ડબલ ફ્રન્ટ ફ્લિપ કરતાં સમયે ઈશાનનું બેલેન્સ બગડ્યું હતું અને ગરદનમાં ઈજા થઈ હતી.

2. સોશિયલ મીડિયામાં ચાલે છે કેમ્પેઈન

ઈશાનની મદદ માટે ઈન્ડસ્ટ્રીઝના અનેક ડાન્સર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની મદદથી પૈસા ભેગા કરવા માટે કેમ્પેઈન ચલાવ્યું છે. વરૂણે આ જ પોસ્ટ જોઈને કાર્તિક રાજાને મેસેજ કરીને ઈશાનને મદદ કરવાની વાત કરી હતી.

3. ચેટનો સ્ક્રીન શોટ શૅર કર્યો

વરૂણના મેસેજનો સ્ક્રીન શોટ શૅર કરવામાં આવ્યો છે. જેમાં વરૂણ ધવન પૂછે છે, 'ભાઈ આ છોકરો કોણ છે? અને હું આની મદદ કેવી રીતે કરી શકું, પ્લીઝ મને કહો.' ઈન્સ્ટાગ્રામમાં 'ટુ ધ કલ્ચર' પેજના ફાઉન્ડર પારિતોષે કહ્યું હતું કે વરૂણ ધવને પાંચ લાખ રૂપિયા સારવાર માટે આપ્યા છે.

4. વરૂણ ધવને પહેલાં પણ મદદ કરી છે

આ પહેલી વાર નથી કે વરૂણ ધવન ડાન્સર્સની મદદ માટે આગળ આવ્યો હોય. આ પહેલાં 2015માં સુરેશ મુકુંદના ગ્રૂપનું વર્લ્ડ હિપહોપ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું સપનું પૂરું કર્યું હતું. 'એબીસીડી 2' સુરેશના જીવન પર આધારિત હતી. સુરેશ 'કિંગ્સ યુનાઈટેડ ઈન્ડિયા ગ્રૂપ'નો હેડ છે. આ ગ્રૂપે તાજેતરમાં જ અમેરિકાના રિયાલિટી શો 'વર્લ્ડ ઓફ ડાન્સ' ચેમ્પિયનશિપ જીતી હતી. જેમાં જેનિફર લોપેઝ, ને યો તથા ડેરેક હાફ જજ પેનલમાં હતાં.

5. વરૂણ ધવન ડાન્સ ફિલ્મમાં જોવા મળશે

વરૂણ ધવન હાલમાં ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'ના શૂટિંગમાં વ્યસ્ત છે. પંજાબ તથા લંડન બાદ હવે દુબઈમાં ફાઈનલ શેડ્યૂલ શૂટ થશે. આ ફિલ્મને રેમો ડિસોઝા ડિરેક્ટ કરશે. ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A new world #streetdancer3d

A post shared by Varun Dhawan (@varundvn) on

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી