સોશિયલ મીડિયા / તમિળ સિંગર ચિન્મયી શ્રીપ્રદા પાસેથી ટ્વિટર યુઝરે ન્યૂડ તસવીર માગી, સિંગરે જડબાતોડ જવાબ આપ્યો

Tamil Singer Chinmayi Sripada asked for a tweet from Twitter user, Singer responded silently

divyabhaskar.com

May 22, 2019, 03:25 PM IST

હૈદરાબાદઃ તેલુગુ તથા તમિળ ફિલ્મ્સની સિંગર ચિન્મયી શ્રીપ્રદાને પાસે એક ટ્વિટર યુઝરે ન્યૂડ તસવીરની ડિમાન્ડ કરી હતી. જોકે, ચિન્મયીએ જે રીતે જવાબ આપ્યો તેનાથી યુઝરની બોલતી બંધ થઈ ગઈ છે. આટલું જ નહીં ચિન્મયીના જવાબના સોશિયલ મીડિયામાં વખાણ પણ કરવામાં આવ્યા છે.

ચિન્મયીએ કોસ્મેટિક્સની તસવીર મોકલી
યુઝરને રિપ્લાય આપતા ચિન્મયીએ ન્યૂડ રંગની કોસ્મેટિક્સની તસવીર મોકલી અને સાથે લખ્યું હતું, 'મારા મનપસંદ ન્યૂડ્સ' ચિન્મયીએ આ ચેટનો સ્ક્રીન શોટ ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો હતો. જેને યુઝર્સે વખાણ્યો હતો.

ડબિંગ યુનિયને બૅન કરી છે
ચિન્મયીએ મીટૂ મૂવમેન્ટ દરમિયાન ગીતકાર વૈરામુથુ તથા રાધા રવિ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ ચિન્મયીને ડબિંગ યુનિયને બૅન કરી દીધી છે. ડબિંગ સ્ટુડિયોએ ચિન્મયી પાસેથી 1.5 લાખ રૂપિયા દંડ તરીકે તથા માફી માગવાની માગણી કરી છે.

યુઝરે નામ બદલ્યું, એકાઉન્ટ પ્રાઈવેટ કર્યું
ચિન્મયીએ સ્ક્રીન શોટ ટ્વિટર પર પોસ્ટ કર્યાં બાદ તે યુઝરે પોતાનું નામ બદલી નાખ્યું અને એકાઉન્ટ પણ પ્રાઈવેટ કરી નાખ્યું હતું. એક અન્ય યુઝરે નવા નામવાળા એકાઉન્ટનો સ્ક્રીન શોટ શૅર કર્યો હતો.

X
Tamil Singer Chinmayi Sripada asked for a tweet from Twitter user, Singer responded silently
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી