ચોખવટ / સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં તબુ માત્ર એક જ સીનમાં જોવા મળશે

divyabhaskar.com

May 16, 2019, 05:03 PM IST
tabu will seen in Salman Khan's movie bharat only one scene

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર તથા પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા છે. જોકે, હજી સુધી તબુનો લુક રિલીઝ કરવામાં આવ્યો નથી. ચર્ચા છે કે ફિલ્મમાં તબુ એક્ટર સલમાનની બહેનના રોલમાં છે. 'દે દે પ્યાર દે'ના પ્રમોશન દરમિયાન તબુએ 'ભારત'માં પોતાના રોલ વિશે વાત કરી હતી.

માત્ર એક સીન
પ્રમોશન દરમિયાન એક રિપોર્ટરે તબુને સવાલ કર્યો હતો કે તે 'ભારત'ના પ્રમોશનમાં ક્યારે જોડાશે? જેના જવાબમાં તબુએ કહ્યું હતું કે તે 'ભારત'ના પ્રમોશનમાં ભાગ લેશે નહીં. કારણ કે ફિલ્મમાં તેનો રોલ ઘણો જ નાનો છે. ફિલ્મમાં તેનો એક જ સીન છે. હવે તે એક સીન અંગે શું વાત કરશે.

સલમાન પાંચ અલગ-અલગ લુકમાં
'ભારત' 2014માં આવેલી સાઉથ કોરિયન ફિલ્મ 'એન ઓડ ટુ માય ફાધર'ની હિંદી રિમેક છે. આ ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, તબુ, દિશા પટની તથા સુનિલ ગ્રોવર મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં સલમાન ખાન પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળશે.

તબુ એક્ટર અજય દેવગન સાથે આ ફિલ્મમાં
હાલમાં તબુ એક્ટર અજય દેવગન સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તબુ એક્ટર અજય દેવગનની એક્સ વાઈફના રોલમાં છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ છે. ફિલ્મના ડિરેક્ટર અકિવ અલી છે. આ સિવાય તબુ ફિલ્મ 'જવાની જાનેમન'માં જોવા મળશે.

X
tabu will seen in Salman Khan's movie bharat only one scene
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી