બોક્સઓફિસ / ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ની કમાણી રિલીઝ થયાના છ દિવસ બાદ 50 કરોડ રૂપિયાને પાર ગઈ

'Student of the Year 2', crossed the Rs 50 crore mark 6 days  after the release

divyabhaskar.com

May 16, 2019, 03:10 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડેબ્યુ એક્ટ્રેસ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ની કમાણી બુધવારે 50 કરોડ રૂપિયાની કમાણીને પાર ગયો છે. ફિલ્મે બુધવાર સુધીમાં કુલ 53.88 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ શુક્રવારે 10 મેના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મની પહેલા દિવસની કમાણી 12.06 કરોડ રૂપિયા હતી. 2019માં રિલીઝ થયેલી ફિલ્મોમાં પહેલા દિવસે 10 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ પાંચમા સ્થાને છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે.

ફિલ્મની અત્યાર સુધીની કમાણી

શુક્રવાર 12.06 કરોડ રૂપિયા
શનિવાર 14.02 કરોડ રૂપિયા
રવિવાર 12.75 કરોડ રૂપિયા
સોમવાર 5.52 કરોડ રૂપિયા
મંગળવાર 5.02 કરોડ રૂપિયા
બુધવાર 4.51 કરોડ રૂપિયા

ટાઇગર શ્રોફની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘બાગી 2’ (2018) છે. તેની પહેલા દિવસે કમાણી 25.10 કરોડ રૂપિયા હતી. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ ફિલ્મ 12.06 કરોડ રૂપિયાની કમાણી સાથે ટાઇગરની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. ટાઇગરના આ લિસ્ટમાં તેની ફિલ્મ ‘બાગી’ (2016) 11.94 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાન પર છે.

X
'Student of the Year 2', crossed the Rs 50 crore mark 6 days  after the release
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી