ટ્રેલર / 'સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ'માં નવા સુપરહિરો સાથે સ્પાઈડર-મેન, શું આર્યનમેનની જગ્યા લેશે?

divyabhaskar.com

May 07, 2019, 04:14 PM IST
Spider-Man, with a new superhero in 'Spider-Man: Far From Home', will replace iron man?

લોસ એન્જલ્સઃ હોલિવૂડ ફિલ્મ 'સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ'નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2.59 મિનિટના આ ટ્રેલરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ટ્રેલરની શરૂઆતમાં સ્પાઈડર-મેન બનતો એક્ટર ટોમ હોલાન્ડ કહે છે કે જો તમે હજી સુધી 'એવેન્જર્સ એન્ડગેમ' નથી જોઈ તો આ ટ્રેલર અત્યારે જોવું નહીં. નહીંતર આ ટ્રેલર તમારી ફિલ્મની મજા ખરાબ કરી શકે છે. ટ્રેલરમાં 'એવેન્જર્સ એન્ડગેમ'ના ક્લાઈમેક્સ સાથે જોડાયેલી કેટલીક બાબતો દર્શાવવામાં આવી છે. આટલું નહીં આ ટ્રેલરમાં નવા સુપરહિરોની એન્ટ્રી થઈ છે.

દમદાર ટ્રેલર
'સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ'નું ટ્રેલર ઘણું જ દમદાર છે. ટ્રેલરમાં નવા સુપરહિરોની એન્ટ્રી થાય છે. આર્યનમેન બાદ હવે સ્પાઈડર-મેનને સંભાળવવા માટે હેપ્પી હોગન (જોન ફેવરેયૂ) આવે છે. ટ્રેલરમાં સ્પાઈડર-મેન કહે છે કે દુનિયાને હવે નવા આર્યનમેનની જરૂરી છે.

નવો સુપરહિરો દુનિયાને બચાવશે
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ગેલેક્સીના અન્ય કોઈ ગ્રહ પરથી એક સુપરહિરો દુનિયામાં આવે છે. તેનું મિશન ધરતીને બચાવવાનું છે. આ માટે તેને સ્પાઈડર-મેનની જરૂર પડે છે. તો સ્પાઈડર-મેન, આર્યનમેનની યાદોમાં ખોવાયેલો છે અને તે નિક ફ્યૂરી (સેમ્યુઅલ એલ જેક્સન)ની વાત સાંભળતો નથી. આથી જ સ્પાઈડર-મેન જ્યા વેકેશન મનાવી રહ્યો છે ત્યાં ફ્યૂરી પહોંચી જાય છે. જોકે, ફિલ્મમાં સુપરહિરોનો રોલ કેટલો મહત્વનો હશે, તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખ્યાલ આવશે.

2 જુલાઈએ રિલીઝ
'સ્પાઈડરમેનઃ ફાર ફ્રોમ હોમ'ની રિલીઝ ડેટ ટ્રેલરમાં બીજી જુલાઈ બતાવવામાં આવી છે. જોકે, ભારતમાં ફિલ્મ ક્યારેય રિલીઝ થશે, તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ લખાય છે ત્યાં સુધી આ ટ્રેલરને 2 કરોડથી પણ વધુવાર જોવામાં આવ્યું છે અને યૂ-ટ્યૂબ પર ટોપ ટ્રેડિંગમાં છે. હાલમાં જ રિલીઝ થયેલી 'એવેન્જર્સ એન્ડગેમ' ભારતમાં 300 કરોડની કમાણી કરનાર પહેલી હોલિવૂડ ફિલ્મ બની છે. હવે, 'સ્પાઈડરમેન..'ને લઈ ચાહકો ઉત્સુક છે.ડિરેક્ટર જોન વોટ્સની આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ, સેમ્યુઅલ એલ જેક્સન, જોન ફેવરેયૂ, ઝેન્ડાયા સહિતના કલાકારો છે.

X
Spider-Man, with a new superhero in 'Spider-Man: Far From Home', will replace iron man?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી