ડેબ્યુ / સંજય લીલા ભણસાલી ભાણી શરમીન સહગલ અને જાવેદ જાફરીના દીકરા મિઝાનને ‘મલાલ’ ફિલ્મથી લોન્ચ કરશે

divyabhaskar.com

May 16, 2019, 01:33 PM IST
Sanjay Leela Bhansali to launch his  niece Sharmin Segal and  Jaaved Jaaferi's son Meezaan in Malaal film

  • આ ફિલ્મને મંગેશ હડાવલે ડિરેક્ટ કરવાના છે
  • ફિલ્મને સંજય લીલા ભણસાલી ટી સિરીઝ સાથે પ્રોડ્યૂસ કરી રહ્યા છે
  • ફિલ્મનું ટ્રેલર 18 મેના રોજ રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્ક: સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ ‘મલાલ’થી ઇન્ડસ્ટ્રીમાં બે નવા ચહેરા લોન્ચ કરશે. આ ફિલ્મથી તે પોતાની બહેન બેલા સેહગલની દીકરી શરમીન સહગલની સાથે એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીને કાસ્ટ કરી રહ્યા છે. ‘મલાલ’ ફિલ્મનું ટ્રેલર 18 મેના રોજ રિલીઝ થશે. મહત્ત્વની વાત એ છે કે, આ ફિલ્મને સંજય લીલા ભણસાલી ડિરેક્ટ નથી કરવાના પરંતુ, મંગેશ હડાવલે ડિરેક્ટ કરવાના છે. મંગેશ હડાવલેએ ગયા વર્ષે આવેલી વડાપ્રધાન મોદી પર આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈં’ ડિરેક્ટ કરી હતી. ‘મલાલ’ ફિલ્મને સંજય લીલા ભણસાલી ટી સિરીઝ સાથે પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ભણસાલી પ્રોડક્શન્સના સીઈઓ પ્રેરણા સિંહે અગાઉ જણાવ્યું હતું કે, બેનરે શરમીનને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી છે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીએ પોતે શરમીનને કેમેરા ફેસ કરવાની ટ્રેનિંગ આપી છે. મિઝાને અગાઉ ભણસાલી સાથે 'બાજીરાવ મસ્તાની' ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અગાઉ સોનમ કપૂર અને રણબીર કપૂર જેવા સ્ટાર કિડ્સને પણ ભણસાલીએ લોન્ચ કર્યા છે જે તેમની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

X
Sanjay Leela Bhansali to launch his  niece Sharmin Segal and  Jaaved Jaaferi's son Meezaan in Malaal film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી