ફર્સ્ટ લુક / સૈફ અલી ખાન સ્ટારર ‘લાલ કપ્તાન’ ફિલ્મનું પહેલું પોસ્ટર લોન્ચ, ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે

Saif Ali Khan Starer film Lal Kaptaan will be released on September 6, first poster is out
X
Saif Ali Khan Starer film Lal Kaptaan will be released on September 6, first poster is out

  • સૈફ અલી ખાન બદલાખોર નાગા સાધુના રોલમાં દેખાશે 
  • મેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો

divyabhaskar.com

May 20, 2019, 12:23 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર નવદીપ સિંહની ફિલ્મ ‘લાલ કપ્તાન’માં સૈફ અલી ખાન એક નાગા સાધુના રોલમાં જોવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં સૈફનો અડધો ચહેરો જ દેખાય છે અને તેના કપાળ પર સાધુ જેવું મોટું તિલક પણ છે. આ ફિલ્મને ઈરોસ ઇન્ટરનેશનલ અને આનંદ એલ રાય પ્રેઝન્ટ કરી રહ્યા છે. ‘લાલ કપ્તાન’ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. 

ફિલ્મનાં કેરેક્ટર વિશે વાત કરતાં સૈફ અલી ખાને અગાઉ જણાવ્યું હતું કે, ‘હું એક બદલાખોર નાગા સાધુનો રોલ ભજવી રહ્યો છું. તેણે એક બ્રિટિશ સોલ્જરને મારી નાખ્યો હોય છે. તે કૂલ દેખાવા માટે માથા પર સ્કાર્ફ બાંધી રાખે છે.‘ વધુમાં સૈફે જણાવ્યું હતું કે, ‘મેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો. આ ગેટ અપ સાથે શૂટિંગમાં જવાનું મારા માટે જાણે રોજ યુદ્ધમાં જવા બરાબર હતું. ફિલ્મનું શૂટિંગ કાદવ-કીચડમાં અને ખરા તડકામાં થયું હતું.’

1

વાઇરલ લુક

વાઇરલ લુક

ઘણા સમય પહેલાં સૈફ અલી ખાનનો આ ફિલ્મનો એક લુક વાઇરલ થયો હતો. નાગા સાધુ તરીકેનો સૈફનો લુક લીક થતાં ઘણા બધા લોકો તેને ‘પાઇરેટ્સ ઓફ ધ કેરિબિયન’ ફિલ્મના લીડ હીરો જેક સ્પેરો સાથે સરખાવતા હતા. આ સરખામણીને લઈને સૈફ અલી ખાને ચોખવટ કરી હતી કે, ‘ખુદ તેના દીકરા ઇબ્રાહિમ અને કરિશ્મા કપૂરના દીકરા કિઆનને પણ લાગતું હતું કે, તે જેક સ્પેરો જેવો લાગે છે.’

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી