ટીઝર / 'સેક્રેડ ગેમ્સ સિઝન 2'નો પ્રોમો રિલીઝ, નવાઝની સાથે રણવીર શૌરી-કલ્કી કેકલાંની એન્ટ્રી

'Sacred Games Season 2' promo releases, Ranveer Shory-Kalki Kochlin's entry with Nawaz

divyabhaskar.com

May 06, 2019, 06:01 PM IST

મુંબઈઃ નેટફ્લિક્સની જાણીતી ભારતીય વેબસીરિઝ 'સેક્રેડ ગેમ્સ 2'નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. બીજી સિઝનમાં એક્ટ્રેસ કલ્કી કેકલાં તથા એક્ટર રણવીર શૌરી જોવા મળશે. સોમવાર (છ મે)ના રોજ નેટફ્લિક્સે 'સેક્રેડ ગેમ્સ 2'નું ટીઝર રિલીઝ કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. સોશિયલ મીડિયામાં આ પ્રોમો આવતા જ વાયરલ થયો છે.

સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો
નવા પ્રોમોમાં સીરિઝની સ્ટાર-કાસ્ટ સૈફ અલી ખાન, નવાઝુદ્દિન સિદ્દીકી તથા પંકજ ત્રિપાઠીની સાથે રણવીર શૌરી તથા કલ્કી કેકલાં જોવા મળે છે. બીજી સિઝન ટૂંક સમયમાં જ શરૂ થશે તેમ માનવામાં આવે છે. પહેલી સિઝન 2018માં આવી હતી. આ સિઝનને અનુરાગ કશ્યપ તથા વિક્રમાદિત્ય મોટવાણેએ સાથે મળીને ડિરેક્ટ કરી હતી.

ક્યારે શરૂ થશે ખ્યાલ નથી
'સેક્રેડ ગેમ્સ' વિક્રમ ચંદ્રાની નવલકથા 'સેક્રેડ ગેમ્સ' પર આધારિત છે. બીજી સિઝન પણ નેટફ્લિક્સ પર જ આવશે. આ નેટફ્લિક્સની ઓરિજનલ ક્રાઈમ સીરિઝ છે. બીજી સિઝનમાં કેટલાં એપિસોડ હશે અને ક્યારે ટેલિકાસ્ટ થશે તેની વિગતો સામે આવી નથી. સીરિઝમાં સૈફે મુંબઈ પોલીસ ઈન્સ્પેક્ટર સરતાજ સિંહ, નવાઝે ગણેશ ગાયતોંડે તથા પંકજ ત્રિપાઠીએ ગુરૂજીની ભૂમિકા ભજવી છે.

ચાહકોને ગમ્યું ટીઝર
સોશિયલ મીડિયામાં ટીઝરને લઈ યુઝર્સે લખ્યું હતું કે હવે રાહ જોવાતી નથી. કેટલાંક યુઝરે લખ્યું હતું, આલા રે આલા...ગાયતોંડે આ ગયા... ટીઝરમાં નવાઝુદ્દિન સિદ્દીકી સૂટ-બૂટમાં જોવા મળે છે. પંકજ ત્રિપાઠીનો લુક જોઈને યુઝર્સે રિલીઝ ડેટ જાહેર કરવાની વિનંતી કરી છે.

X
'Sacred Games Season 2' promo releases, Ranveer Shory-Kalki Kochlin's entry with Nawaz
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી