સ્ટાર કાસ્ટ / અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મમાં રિયા ચક્રવર્તીની સાથે કૃતિ ખરબંદા સામેલ

Rhea Chakraborty  and Kriti Kharbanda are on board with Amitabh Bachchan and Emraan Hashmi  in the film

  • 'ગોડ તુસ્સી ગ્રેટ હો', 'લાઈફ પાર્ટનર' ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ફિલ્મના ડિરેક્ટર 
  • ફિલ્મનું ટાઇટલ 'ખેલ' હોઈ શકે છે
  • ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

divyabhaskar.com

May 06, 2019, 05:21 PM IST

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મમાં ફિમેલ લીડ રોલમાં રિયા ચક્રવર્તીની સાથે કૃતિ ખરબંદા જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ 'ખેલ' હોઈ શકે છે. આ ફિલ્મને 'ગોડ તુસ્સી ગ્રેટ હો', 'લાઈફ પાર્ટનર' ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરશે. આ ફિલ્મ ટિપિકલ હીરો-હિરોઈનની સ્ટોરી નથી એટલે ફિલ્મમાં કોઈ એકબીજાની ઓપોઝીટ કાસ્ટ થયા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં અનુ કપૂર પણ સામેલ હશે. આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે.

ડિરેક્ટર રૂમી જાફરીએ જણાવ્યું કે, 'શરૂઆતથી જ બચ્ચન સાહેબ આ ફિલ્મમાં સામેલ થવા રાજી થઇ ગયા હતા. તે આ પ્રોજેક્ટમાં ખૂબ રસ લઇ રહ્યા હતા. હું મારી જાતને લકી માનુ છું કે, હું એની સાથે ફિલ્મમાં કામ કરવાનો છું. મારા માટે પડકાર એ હતો કે, મારે એમની પાસે કંઈક એવું કરાવવાનું હતું જે એમણે અગાઉ ક્યારેય ન કર્યું હોય. મને લાગે છે કે હું એવા સ્ટોરી પ્લોટ સાથે આવ્યો છું જે બચ્ચન સાહેબને અલગ જ રૂપમાં રજૂ કરશે.'

આ ફિલ્મનું શૂટિંગ 10 મે મહિનાથી મુંબઈમાં શરૂ થશે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાશે. આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

X
Rhea Chakraborty  and Kriti Kharbanda are on board with Amitabh Bachchan and Emraan Hashmi  in the film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી