રદિયો / રણબિર કપૂર-આલિયા યુરોપમાં વેડિંગ ડેસ્ટિનેશન નક્કી કરવા ગયા હતાં? એક્ટ્રેસે કહ્યું, કુછ ભી!

Ranbir Kapoor-Alia went to Europe to decide a wedding destination? Actress said, anything

divyabhaskar.com

May 16, 2019, 04:34 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ થોડાં સમય પહેલાં જ યુરોપ ગયા હતાં. ત્યારબાદથી એવી ચર્ચા થવા લાગી કે આ બંને ડેસ્ટિનેશન વેડિંગ માટે વેન્યૂ ફાઈનલ કરવા માટે ગયા હતાં અને બંને ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે. હવે, આલિયા ભટ્ટે પોતાના લગ્નની ચર્ચા પર પ્રતિક્રિયા આપી હતી.

લગ્નની વાતો બકવાસ
આલિયાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કંઈ પણ. આ બધું બકવાસ છે. અમે માત્ર વેકેશન પર ગયા હતાં. લોકોને જે કહેવું હોય તે કહેશે. નોંધનીય છે કે આ પહેલાં આલિયાની માતા સોની રાઝદાને પણ કહ્યું હતું કે લગ્નની વાત માત્ર અફવા જ છે.

ગયા વર્ષે રણબીરે સંબંધ સ્વીકાર્યો
ગયા વર્ષે જીક્યૂ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે આલિયા સાથેના સંબંધનો સ્વીકાર કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં આલિયા-રણબીર પહેલી જ વાર સાથે જોવા મળ્યાં હતાં અને ત્યારથી જ તેમની વચ્ચે સંબંધ હોવાની ચર્ચા થવા લાગી હતી. આલિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જ્યારે 11 વર્ષની હતી ત્યારે તે પહેલી જ વાર રણબીર કપૂરને મળી હતી. તે ફિલ્મ 'બ્લેક'ના ઓડિશન માટે આવી હતી અને તેણે રણબીર કપૂરને જોયો હતો અને જોતા જ બોલ્ડ થઈ ગઈ હતી.

વર્ષની શરૂઆતમાં પણ લગ્નની અફવા ઊડી હતી
2019ની શરૂઆતમાં પણ આલિયા તથા રણબીરના લગ્નની અફવા ઉડી હતી. તે સમયે એમ કહેવામાં આવ્યું હતું કે રીષિ કપૂર ન્યૂયોર્કથી સારવાર લઈને ભારત પરત આવશે એટલે તેઓ પહેલાં પંડિતને મળશે અને લગ્ન નક્કી કરશે. ત્યારે સોની રાઝદાને કહ્યું હતું કે ચાહકો દરેક બાબત જાણવા માગે તે સારી વાત છે પરંતુ તે આલિયાની માતા છે અને તે દીકરીના અંગત જીવન અંગે વાત કરવા માગતી નથી. તે બસ એટલું જ ઈચ્છે છે કે તેમની દીકરી ખુશ રહે. તે ઈચ્છે છે કે આલિયા જીવનમાં તેની રીતે આગળ વધે. માતા તરીકે તે દીકરીને કોઈ જ્ઞાન આપવા માગતી નથી. આલિયા ઘણી જ સમજદાર છે.

X
Ranbir Kapoor-Alia went to Europe to decide a wedding destination? Actress said, anything
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી