યુગાંત / રાજ કપૂરનો આઇકોનિક આર.કે. સ્ટુડિયોઝ ગોદરેજે ખરીદી લીધો, હવે ત્યાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ બનશે

Raj Kapoor's iconic RK Studios bought by Godrej, now there will be luxury apartments
Raj Kapoor's iconic RK Studios bought by Godrej, now there will be luxury apartments

  • 6 મહીના અગાઉ ડીલ થઈ હતી
  • આરકે સ્ટુડિયોઝ  2.2 એકર જમીન પર ફેલાયેલો છે
  • આરકે સ્ટુડિયોઝની સ્થાપના 1948માં રાજ કપૂરે કરી હતી
  • અહીં 'મેરા નામ જોકર' (1970), 'બોબી' (1973), 'સત્યમ શિવમ સુંદરમ' (1978), 'હીના' (1991) જેવી ફિલ્મોના શૂટિંગ થયા હતા

divyabhaskar.com

May 04, 2019, 03:59 PM IST

બોલિવૂડ ડેસ્ક: 'ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે' (GPL)શુક્રવારે જાહેર કર્યું કે, તેમણે આરકે સ્ટુડિયોઝની જમીન ખરીદી લીધી છે. અગાઉ આ સ્ટુડિયો કપૂર ખાનદાનની માલિકીનો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝે તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, 2.2 એકરમાં ફેલાયેલી જમીન પરના આ પ્રોજેક્ટમાં 33,000 સ્કેવર મીટર્સ વિસ્તાર વેચાણ માટે હશે. તેમાં મોર્ડન રેસિડેન્શલ એપાર્ટમેન્ટ્સ હશે. આરકે સ્ટુડિયોઝની સ્થાપના 1948માં રાજ કપૂરે કરી હતી. કપૂર ખાનદાને સ્ટુડિયો વેચવાની જાહેરાત 2018માં કરી હતી.

6 મહીના અગાઉ ડીલ થઈ હતી
રણધીર કપૂરે જણાવ્યું કે, 'અમે આ ડીલ 6 મહીના અગાઉ કરી લીધી હતી. બધુ નક્કી થઈ ગયું હતું. આરકે સ્ટુડિયોઝ કપૂર પરીવારનો મોટો હિસ્સો છે, પરંતુ આગળ વધવાનો સમય આવી ગયો હતો.' જોકે, આ ડીલ કેટલા રૂપિયામાં થઈ એ જાહેર થયું નથી.

આરકે સ્ટુડિયોઝ વેચવાનું કારણ
ઋષિ કપૂરે અગાઉ કહ્યું હતું કે, '2017માં આગ લાગવાના કારણે મેઈન શૂટિંગ ફ્લોર નાશ પામ્યો હતો. ઉપરાંત દાયકાઓથી સાચવેલી યાદો પણ આગમાં નાશ પામી જેમાં પોસ્ટર્સ, 'મેરા નામ જોકર' (1970)ના પપેટ, 'આવારા' (1951)નાં શૂઝ અને ઘણા કોસ્ચ્યુમ હતા. તે ફ્લોરનું ફરી બાંધકામ કરવું અને તેને મેન્ટેઇન કરવું ઘણું જ મોંઘું પડે એમ હતું અને તેની સામે રિટર્ન સાવ ઓછું હતું. માટે સ્ટુડિયો વેચવાનો નિર્ણય લેવાયો.'

રણધીર કપૂરે જણાવ્યું હતું કે, 'ટ્રાફિકને કારણે કોઈ એક્ટર ચેમ્બુર નથી આવતાં આ સ્ટુડિયોમાં શૂટિંગ કરવા. તેઓ અહીં આવવા કરતાં ફિલ્મસિટી જતાં રહેશે. માટે ભારે હૃદય સાથે અમે આ નિર્ણય લીધો છે. અમારો આખો પરિવાર દુઃખી છે પરંતુ આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.'

આરકે સ્ટુડિયોઝ
આરકે સ્ટુડિયોઝની સ્થાપના 1948માં રાજ કપૂરે કરી હતી. આરકે સ્ટુડિયોઝ ફિલ્મ પ્રોડક્શન કંપની 'આરકે ફિલ્મ્સ'નું હેડક્વાર્ટર પણ હતું. આરકે ફિલ્મ્સે 'આવારા' (1951), 'શ્રી 420' (1955), 'મેરા નામ જોકર' (1970), 'બોબી' (1973) જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી હતી. આરકે સ્ટુડિયોઝમાં 'આગ' (1948), 'આવારા' (1951), 'મેરા નામ જોકર' (1970), 'બોબી' (1973), 'સત્યમ શિવમ સુંદરમ' (1978), 'હીના' (1991) જેવી ફિલ્મોના શૂટિંગ થયા હતા.

X
Raj Kapoor's iconic RK Studios bought by Godrej, now there will be luxury apartments
Raj Kapoor's iconic RK Studios bought by Godrej, now there will be luxury apartments
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી